PM મોદી અને નીતિન પટેલે પેટ્રોલના તોતિંગ ભાવ વધારા વિશે આપી કંઈક આવી પ્રતિક્રિયા, તમે ચોંકી જશો

હાલમાં જ્યાં જોઈએ ત્યાં આખા ભારતમાં પેટ્રોલ અને ડીઝલની જ વાત સંભળાઈ રહી છે. લોકો હવે આટલા મોંઘા ભાવથી ત્રાસી ગયા છે અને સોશિયલ મીડિયા તેમજ ભરી સભામાં સવાલો કરી રહ્યા છે. તો વળી કોઈ મજાકમાં લઈને વીડિયો પણ વાયરલ કરી રહ્યા છે. કારણ કે સળંગ નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવતા દેશના પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 100ને પાર થયો છે. આ આંકડો એવો છે કે દેશના અમુક પેટ્રોલ પંપમાં લખવા માટે પણ મશીનમાં જગ્યા નથી. તો મતલબ એવો થયો કે જેણે મશીન બનાવ્યું એણે પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે ભાવ આટલે આંબી જશે, પણ આ સરકારે એ કરી બતાવ્યું.

image source

જો વિગતે વાત કરીએ તો રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૧૩ રૂપિયા થયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બ્રાન્ડેડ એટલે કે પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થયો છે. આ સાથે જ જો વાત કરીએ દિલ્હીની તો એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૮૯.૫૪ રૂપિયા થઇ ગયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ વધીને ૭૯.૯૫ રૂપિયા થઇ ગયો છે.

એ જ રીતે મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૬ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૬.૯૮ રૂપિયા થઇ ગયો છે. ગયા મહિને જ રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં બે ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ દેશમાં સૌથી વધારે છે જે એક સૌથી મોટી ચિંતાની વાત છે. સમગ્ર દેશમાં સૌથી વધારે ભાવની વાત કરીએ તો રાજસ્થાનમાં હાલમાં પેટ્રોલ પર ૩૬ ટકા વેટ તથા ૧.૫ રૂપિયા રોડ સેસ વસૂલ કરવામાં આવે છે. રાજસ્થાનમાં હાલમાં ડીઝલ પર ૨૬ ટકા વેટ અને ૧.૭૫ રૂપિયા રોડ સેસ વસૂલ કરવામાં આવે છે.

image source

જો વાત કરીએવ લોકોના ફરવાનું પસંદનું સ્થળ રાજસ્થાનની તો શ્રીગંગાનગરમાં એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૨.૧૩ રૂપિયા થયો છે. મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૯.૯૦ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૦.૩૫ રૂપિયા થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને ૧૦૨.૯૧ રૂપિયા અને પ્રિમિયમ ડીઝલનો ભાવ ૮૩.૨૪ રૂપિયા થયો છે. છેલ્લા નવ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨.૫૯ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૨.૮૨ રૂપિયાનો વધારો થયો છે.

જો આપણે શહેર પ્રમાણે વાત કરીએ તો કંઈક આ રીતે પેટ્રોલ અને ડીઝલમા ભાવ છે.

  • ભાવનગરમાં પેટ્રોલના ૮૮.૧૬ અને ડીઝલના ૮૭.૫૧ રૂપિયા છે
  • દાહોદમાં ૮૭.૬૭ અને ૮૭.૦૨
  • સુરેન્દ્રનગરમાં ૮૭.૬૧ અને ૮૬.૯૭
  • અમરેલીમાં ૮૭.૩૯ અને ૮૬.૭૭
  • હિંમતનગરમાં ૮૭.૩૧ અને ૮૬.૬૭
  • જૂનાગઢમાં ૮૭.૨૬ અને ૮૬.૬૪
  • ગોધરામાં ૮૭.૦૮ અને ૮૬.૪૪
  • પોરબંદરમાં ૮૭.૦૮ અને ૮૬.૪૪
  • ભુજમાં ૮૬.૯૬ અને ૮૬.૩૨
  • મહેસાણામાં ૮૬.૭૭ અને ૮૬.૧૫
  • સુરતમાં ૮૬.૭૪ અને ૮૬.૧૩
  • જામનગરમાં ૮૬.૬૩ અને ૮૫.૯૯
  • અમદાવાદમાં ૮૬.૭૨ અને ૮૬.૦૮
  • રાજકોટમાં ૮૬.૫૦ અને ૮૫.૮૮
  • વડોદરામાં ૮૬.૪૦ અને ૮૫.૭૬
image source

હવે આ વાત હતી આપણા ગુજરાતની, પણ એ જ રીતે તો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ૩ દાયકા પહેલા ૧૯૮૯માં પેટ્રોલનો એવરેજ ભાવ ૮.૫ રૂપિયા હતો. એ વધીને આજે ક્યાં પહોંચ્યો એ સાંભળીને તમારુ માથુ ધુણી જશે. આજે એ જ ભાવ 2021માં ૯૦ રૂપિયાએ પહોંચવા આવ્યો છે. તો ૧૯૮૯માં દિલ્હીમાં ડીઝલ ૩.૫ રૂપિયે લીટર હતું, જે આજે વધીને ૮૦ રૂપિયા નજીક પહોંચ્યુ છે. જો આપણે વિગતે વાત કરીએ તો

  • ૧૯૮૯માં પેટ્રોલનો ભાવ ૮.૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૩.૫ રૂપિયા હતો
  • ૧૯૯૧માં આ જ ભાવ ૧૪ અને ૬ થઈ ગયા
  • પછી ૧૯૯૪માં ૧૭ અને ૭
  • ૧૯૯૭માં 2૩ અને ૧૦
  • ૨૦૦૦માં ૨૬ અને ૧૫
  • ૨૦૦૩માં ૩૧ અને ૨૧
  • ૨૦૦૭માં ૪૩ અને ૩૦
  • ૨૦૧૦માં ૪૭ અને ૩૭
  • ૨૦૧૩માં ૬૩ અને ૫૦
  • ૨૦૧૭માં ૬૫ અને ૫૫
  • ૨૦૨૧માં ૯૦ અને ૮૦
image source

તો વળી આ મામલે દેશના વડાપ્રધાન મોદીએ પણ બે શબ્દો કહ્યા છે અને દર વખતની જેમ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે પુર્વ સરકારોએ ઇંધણ – ઊર્જા માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન આપ્યું હોત તો મધ્યમ વર્ગને આજે વેઠવાનો વારો ના આવ્યો હોત. ઇંધણના ભાવમાં થઇ રહેલા વધારાનો ઉલ્લેખ કર્યા વિના મોદીએ જણાવ્યું હતું કે ભારતે વર્ષ ૨૦૧૯-૨૦માં પોતાની ૮૫ ટકા તેલ જરૂરિયાતો અને ૫૩ ટકા ગેસ જરૂરિયાતોની આયાત કરી હતી. આપણે શું આટલા બધા આયાત આધારિત છીએ?

image source

આગળ વાત કરતાં મોદીએ કહ્યું કે હું કોઇની આલોચના નથી કરવા માંગતો પરંતુ કહેવા માંગું છું કે આયાતો પર નિર્ભરતામાં ઘટાડો કરવા પુર્વ સરકારોએ વિચાર્યું હોત તો મધ્યમવર્ગને શોષાવું પડ્યું ના હોત અને આ દશા ના થઈ હોત. કુદરતી ગેસની કિંમતો ઘટે અને દેશભરમાં એક જ ભાવે મળી રહે તે માટે ભારત કુદરતી ગેસને જીએસટી હેઠળ આવરી લેવા પ્રતિબદ્ધ છે. હું વિશ્વને ભારતમાં આવીને ઊર્જા ક્ષેત્રે રોકાણ કરવા આહવાન કરું છું. તેમણે જણાવ્યું કે વીતેલા પાંચ વર્ષ દરમિયાન ભારતે તેલ અને ગેસ માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પાછળ રૂપિયા ૭.૫ લાખ કરોડ ખર્ચ કર્યા છે.

image source

આ સાથે જ વધતા ભાવ અંગે ગુજરાતના નાણામંત્રી અને ડેપ્ટયુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, આખા દેશની અંદર પેટ્રોલ અને ડિજલના જે વેટ છે, તે ગુજરાતમાં સૌથી ઓછા છે. અન્ય રાજ્યો અને શહેરો કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડિજલ સસ્તું છે. વેટ ઓછો હોવાથી પ્રજાને બોજો પડવા નથી દીધો. ભારતમાં કુદરતી ઓઇલ મળવાનું પ્રમાણ ઓછું છે. ગઈ કાલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ જે માહિતી જાહેર કરી એ પ્રમાણે 85 ટકા કરતા વધુ ક્રૂડ ઓઇલ આપણે વિદેશતી આયાત કરવું પડે છે. આવા સંજોગોમાં જે પહેલા બેરલની કિંમત 51-52 ડોલર હતી , જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો અને બેરલની કિંમત 60 ડોલરથી પણ વધુ થઈ છે. આ રીતે વાત કરીને આ ભાવ વધારો નીતિન પટેલે સહજમાં ગણાવી નાંખ્યો હતો.

image source

પરિસ્થિતિ વિશે આગળ વાત કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘટી ગઈ છે. પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. ખૂબ મોટો જે ખર્ચો થયો એને ધ્યાનમાં રાખી માન્ય વડાપ્રધાનશ્રીએ આ બજેટમાં નિર્મલા સિતારમણજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે સેસ નાંખી છે, એમાં પેટ્રોલ-ડિજલ પર આવે છે. પણ સામે ભારત સરકારે પેટ્રોલ-ડિજલ પરની એક્સાઇઝમાં ઘટાડો કરી દીધો છે. એટલે પ્રજા ઉપર સીધો એક્સાઇઝનો બોજો આવ્યો નથી. એટલે હું ચોક્કસ કહી શકું છું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરલલ ભાવ વધ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!