શું તમે જાણો છો બસ આટલી જ હોય છે પેટ્રોલની મુળ કિંમત, સરકાર 2 ગણો તો ટેક્સ લે છે

સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ઇંધણની કિંમતો 5 વાર વધી છે. 2021નાં દોઢ મહિનામાં જ પેટ્રોલનાં ભાવ 3.89 અને ડીઝલનો ભાવ 3.86 રૂપિયા વધ્યો છે.

image source

સરકાર જ કહે છે કે 300 દિવસમાં 60 દિવસ પેટ્રોલ ડીઝલનાં ભાવ વધ્યા. એટલે કે દર 5 દિવસે એકવાર પેટ્રોલ ડીઝલનાં ભાવ વધે છે. તો જો આ આંકડાનું સરવૈયું કાઢીવે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો એક વર્ષમાં 14 થી 15 રૂપિયા જેટલી વધી ગઇ છે.

image source

પણ આ સાથે જ સવાલો થઈ રહ્યા છે કે તેલની કિંમતો ઘટી ત્યારે કેમ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ન ઘટાડાઇ.? ક્રૂડ તેલ એક જ માત્ર કારણ છે જેને કારણે ભાવ વધે છે? સરકાર પેટ્રોલ પર 33 રૂપિયાથી વધુની એક્સાઇઝ ડ્યૂટી વસુલે છે તેનું શું.? રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ પર રૂ.19ની આસપાસનો વેટ વસુલે છે તેનું શું ? 27 રૂપિયાનું જનતાને મસમોટા ટેક્સને કારણે રૂ.90માં પડે છે.

image source

કેમ સરકારો આ ટેક્સ નથી ઘટાડતી.? કેમ ક્રૂડ તેલનું જ કારણ અપાય છે.? શું સરકારની તિજોરી ભરવાનો આ એક જ રસ્તો છે.? કેમ દર વખતે જનતા જ બોજ સહન કરે? પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણગેસ પણ મોંઘો કરી દેવાય છે. કેમ એક્સાઇઝ ડ્યૂટી અમૂક રૂપિયાથી વધારે ન લેવાનો નિયમ સરકાર નથી બનાવતી.? દોઢ મહિનામાં પેટ્રોલ ડીઝલ 4 રૂપિયા મોંઘા થઇ જાય તો ઓવરઓલ મોંઘવારી કેટલી વધે.?

image source

11 ફ્રેબુઆરી 2021ના ભાવની જો ચર્ચા કરીએ તો જો મહાનગરો પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.36 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 81.01 રૂપિયા અને ડીઝલનો ભાવ 83.95 રૂપિયા પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલનો ભાવ 85.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.18 રૂપિયા પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલનો ભાવ 85.04 રૂપિયા અને 83.96 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે.

image source

વધતા ભાવ અંગે નેતાઓ પણ કંઈક આવું બોલી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે પેટ્રોલિંયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય વેપારમા ક્રૂડ ઓઇલનો ભાવ 61 ડોલરને પાર થયો હોવાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. ભાવ સર્વોચ્ય સપાટીએ હોવાનો પ્રચાર કરવો યોગ્ય નથી. હાલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો કોઈ વિચાર નથી.

image source

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!