ગુજરાતમાં મોંઘવારીએ લોકોને રડાવ્યા, રાંધણગેસ, પેટ્રોલ ડિઝલ પછી હવે આ વસ્તુના ભાવ પણ આસમાને, શું ખરેખર આ યોગ્ય છે?

મોંઘવારી ધીમે ધીમે હવે તેનું રાક્ષસી મોઢું ફાડી રહી છે. આ લખાય છે ત્યારે રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધુ ઊંચકાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં કુલ 25 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. હાલ સીંગતેલ ડબ્બાનો ભાવ 2500 સુધી પહોંચ્યો છે. આટલું ઓછું હોય તેમ કપાસિયા તેલમાં પણ 25 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકાયો છે. ખાદ્ય તેલમાં ઉપરોક્ત ભાવવધારો તેલની માંગ વધવાને કારણે થયો હોવાનું કહેવાય છે.

શું કહેવું છે રાજ્યના ઉપ મુખ્યમંત્રીનું ?

image source

રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત 4 માર્ચે એક નિવેદન કર્યું જેમાં જણાવ્યું હતું કે સીંગતેલમાં ભાવવધારાનું કારણ વિદેશમાં કરવામાં આવતી નિકાસ છે. અન્ય દેશોમાં સિંગતેલની માંગ વધતા તેની નિકાસ પણ વધારાઈ છે અને ખેડૂતો પાસેથી વધુ મગફળી ખરીદાઈ છે જેનો સીધો ફાયદો ખેડૂતોને થયો છે. મગફળીની સાથે સાથે રાજ્યમાં કપાસનો પાક પણ વધારે થયો છે અને તેનો ફાયદો પણ ખેડૂતોને થઈ રહ્યો છે.

દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન

image source

દેશમાં અસહ્ય રીતે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવવધારા અંગે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનએ જણાવ્યું હતું કે સરકાર દેશની પરિસ્તીથી બાબતે વાકેફ છે પરંતુ સરકાર સામે ધર્મસંકટ જેવી સ્થિતિ છે. કોરોના કાળમાં સરકાર દ્વારા ટેક્સ પર કાપ મુકવો પણ ભારે મુશ્કેલભર્યું કાર્ય છે. અલબત્ત તેઓએ પેટ્રોલ ડીઝલનો GST માં સમાવેશ કરી શકાય કે કેમ તે અંગે GST કાઉન્સિલ વિચારણા કરી શકે તેવી સૂચક વાત જણાવી હતી.

પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે છે

image source

પેટ્રોલ ડીઝલના હાલના ભાવ પણ સામાન્ય પ્રજા માટે મોંઘાદાટ છે ત્યારે આગામી સમયમાં પેટ્રોલ ડિઝલમાં વધુ ભાવવધારો કરવામાં આવે તેવી શકયતા છે. ઇંધણ ઉત્પાદક દેશોના સમૂહ એટલે કે OPEC દેશોએ કરેલા નિર્ણય મુજબ એપ્રિલ મહિનામાં પેટ્રો પેદાશોના ઉત્પાદનમાં ભાવવધારો થઈ શકે છે. હવે જો ભારત સરકારની કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાના ટેક્સ ન ઘટાડે તો પેટ્રોલ ડિઝલમાં ફરી ભાવવધારો થશે. બીજી બાજુ ઇંધનની માંગમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. OPEC ની ઓનલાઇન બેઠકમાં સાઉદી અરેબિયા એપ્રિલ સુધી દરરોજ 10 લાખ બેરલ ઓછું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હતો. એ સિવાય કાચા તેલની કિંમતમાં 10 ડોલર સુધી વધારો થવાની શક્યતા છે.

LPG ગેસની કિંમતમાં પણ વધારો

image source

1 માર્ચથી ઘરેલુ રાંધણ ગેસ એટલે કે LPG ગેસ સિલિન્ડરનાં ભાવમાં 25 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો જેને પગલે હવે LPG ગેસ સિલિન્ડર 798 ની જગ્યાએ 823 રૂપિયાનો થઈ ગયો છે. એ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 95 રૂપિયાનો વધારો ઝીંકાયો છે એટલે પહેલા 1530 માં મળતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 1625 માં મળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગેસ સિલિન્ડરમાં ધીમે ધીમે કરીને 225 રૂપિયા વધારી દેવાયા છે. સિલિન્ડરના ભાવમાં અનુક્રમે 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયા, 25 ફેબ્રુઆરીએ ફરી 25 રૂપિયા વધ્યા હતા. એ પહેલાં ડિસેમ્બરમાં પણ બે વખત 50 – 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

CNG માં પણ ભાવવધારા ચાલુ કરાયા

image source

ઉપરોક્ત પેટ્રો પેદાશોમાં ભાવ વધારો કર્યા બાદ પણ સરકાર તરફથી પ્રજાને જાણે કોઈ રાહત ન આપવાની હોય તેમ હવે તેની નજર CNG ગેસ પર પડી છે. સરકાર દ્વારા CNG માં ભાવવધારા બાદ તાજેતરમાં જ અમદાવાદ ખાતે રિક્ષાચાલકો વિફર્યા હતા અને અમદાવાદ કલેકટર કચેરીએ જઈ CNG ભાવવધારો પાછો ખેંચવા રજુઆત કરી હતી તેમજ આગામી.10 દિવસમાં જો ભાવવધારો પાછો ન ખેંચાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલ પર સરકારે ભાવવધારો ઝીંક્યા બાદ પેટ્રોલ ડીઝલ દ્વારા કાર ચલાવતા ઘણાં ખરા લોકો તેમના વાહનોમાં CNG કીટ ફિટ કરાવવામાં લાગી ગયા હતા. અને હવે ધીમે ધીમે CNG માં પણ ભાવવધારો થવા લાગતા મુશ્કેલી ઉભી થવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!