પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડર ભાવમાં વધારો ઝિંકાયો, જાણી લો નવા ભાવમાં કેટલું ખિસ્સુ થશે ખાલી

લોકો એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ હવે કમરતોડ ભાવ વધારો ઘરેલુ ગેસ પર પણ થયો છે. રવિવારે રાતથી આ ભાવ વધારો થતાં લોકો મોટો ફટકો પડ્યો છે.

સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. આ વધારાના કારણે ગેસ સિલિન્ડરના ભાવ 700થી પણ વધી ચુક્યા છે. નવા ભાવ વધારાના કારણે દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા 769 થઈ ગયા છે. આ ભાવ વધારો રવિવારે 12 કલાકથી લાગુ પણ થઈ ચુક્યો છે. એટલે કે હવે જ્યારે તમે નવું સિલિન્ડર બુક કરાવશો ત્યારે તમારે 50 રૂપિયા વધુ આપવા પડશે.

image source

મહત્વપૂર્ણ છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેબ્રુઆરી મહિનાની શરુઆતના 15 દિવસમાં જ આ બીજી વખત ભાવ વધારો ઝીંકાયો છે. આ પહેલા ગત 4 ફેબ્રુઆરીના રોજ સબસિડીવાળા સિલિન્ડર 25 રૂપિયા મોંઘા થયા હતા. ત્યારે બીજા 10 જ દિવસમાં વધુ 50 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારા બાદ હિસાબ કરીએ તો ફેબ્રુઆરી 2021ના 15 દિવસમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં 75 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારાથી લોકોના ઘરનું બજેટ અસ્તવ્યસ્ત થઈ શકે છે.

image source

ગેસ સિલિન્ડરના વધતા ભાવમાં લોકોને માત્ર જાન્યુઆરી માસમાં રાહત મળી હતી. જાન્યુઆરી માસમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસના ભાવમાં કોઈ વધારો કર્યો ન હતો. પરંતુ તે પહેલા ડિસેમ્બર માસમાં બે વખત 50 રૂપિયા એટલે કે એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો હતો.

image source

ત્યારબાદ 1 ફેબ્રુઆરીના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 191નો વધારો થયો હતો. જો કે તે સમયે સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ વધ્યો ન હતો. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ નવા ભાવ વધારાની જાહેરાત થઈ હતી.

image source

રવિવારે રાત્રે આ નવો ભાવ વધારો લાગુ થઈ ચુક્યો છે. ત્યારબાદ સવારના સમયે લોકોને વધુ એક ઝટકો મળ્યો હતો. આ ઝટકો હતો પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનો. આજના દિવસે પેટ્રોલમાં 26 પૈસા અને ડિઝલમાં 29 પૈસાનો વધારો થયો છે. આ ભાવ વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 88.99 રૂપિયા અને ડિઝલની કિંમત 79.35 રૂપિયા થઈ હતી.

image source

જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 95.46 કોલકત્તામાં 90.25, ચેન્નઈમાં 91.19 થયો છે જ્યારે ડિઝલનો ભાવ મુંબઈમાં લીટરના રૂપિયા 86.34, કલકત્તામાં 82.94, ચેન્નઈમાં 84.44 રૂપિયા થયા છે. આ ભાવ વધારાથી છેલ્લા ઘણા સમયથી લોકોના ખિસ્સા પર માર પડી રહ્યો છે તેવામાં હવે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થતા લોકો માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘટાડો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!