આજે ફરી વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

દેશમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતો અત્યાર સુધી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય તેલના ભાવ 2014 પછીના સૌથી ઉંચા સ્તરે છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ પ્રતિ બેરલ 81 ડોલરને પાર કરી રહ્યું છે. જેના કારણે દેશભરમાં ઈંધણના ભાવમાં વધારા સાથે પેટ્રોલ અને ડીઝલ પર મોંઘવારી અટકી રહી નથી.

image socure

સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તાજેતરના અપડેટ્સ અનુસાર, પેટ્રોલની કિંમતમાં આજે (બુધવારે) એટલે કે 06 ઓક્ટોબરના રોજ 35 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલનો દર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 102.94 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 108.96 રૂપિયા પ્રતિ લિટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ડીઝલની કિંમત દિલ્હીમાં 91.42 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 99.17 રૂપિયા પ્રતિ લીટરની રેકોર્ડ સપાટીને સ્પર્શી ગઈ છે.

image soucre

મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના દર

  • શહેરનું નામ -પેટ્રોલ- ડીઝલ
  • દિલ્હી 102.94 91.42
  • મુંબઈ 108.96 99.17
  • કોલકાતા 103.65 94.53
  • ચેન્નાઈ 100.49 95.93
image soucre

તમને જણાવી દઈએ કે સ્થાનિક ટેક્સના આધારે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. ઓક્ટોબરમાં એક સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલના ભાવમાં આ પાંચમો વધારો છે. 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 2.80 નો વધારો થયો છે. જ્યારે 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધી પેટ્રોલ રૂ.1 80 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. અત્યાર સુધી આ મહિનામાં, માત્ર એક દિવસ (04 ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.

image soucre

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ ભાવની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે અલગ અલગ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આ રીતે ચેક કરો

image source

દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણ તેલના નવા ભાવ બહાર પાડવામાં આવે છે અને તમે તમારા ફોન પરથી એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે તમે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર એસએમએસ મોકલી શકો છો. તમારો મેસેજ કંઈક આના જેવો હશે – RSP પેટ્રોલ પંપ ડીલર કોડ. તમારા વિસ્તારનો RSP તમે સાઇટની જઈને ચકાસી શકો છો. આ મેસેજ મોકલ્યા પછી, તમારા ફોનમાં નવીનતમ ઇંધણની કિંમત વિશે માહિતી આવશે.