ફોન ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ના કરો આ 5 કામ, નહિં તો થશે ભારે નુકસાન, અને પસ્તાશો પાછળથી

ક્યારેક કલાકો સુધી ચાર્જિંગ કર્યા પછી પણ ફોનની બેટરી ખૂબ ઝડપથી સમાપ્ત થઈ જાય છે. આજે અમે તમને તેના વિષે કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ. જે તમારા ફોનની બેટરી લાઇફમાં વધારો કરશે. આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ખાસ કરીને દેશમાં કોરોનાના રોગચાળાને કારણે જ્યારે બધા પોત પોતાના ઘરમાં હોય છે, ત્યારે તેનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે.

જ્યારે સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય ત્યારે તેની બેટરી ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જાય છે, અને તેણે વારંવાર ફોન ચાર્જ કરવો પડે છે. ફોન ચાર્જ કરતી વખતે ઘણી વાર એવી ભૂલો કરીએ છીએ જે ફોન માટે હાનિકારક હોય છે. આજે અમે તમારું ધ્યાન આ ભૂલો તરફ દોરવા માંગીએ છીએ.

image source

આખી રાત ચાર્જિંગમાં ફોન ન મૂકો :

કેટલીક વાર અમે રાત્રે સૂતી વખતે અમારો ફોન ચાર્જિંગમાં મૂકીએ છીએ અને ફોન આખી રાત ચાર્જ થઈ રહ્યો હોય છે. પરંતુ આ બિલકુલ ન થવું જોઈએ. આ તમારા સ્માર્ટફોનની બેટરીને અસર કરે છે, અને ફોનની બેટરીને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારા ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગમાં ન રાખો.

જ્યારે ૨૦ ટકા બેટરી થવા પર આવે ત્યારે ફોનને તાત્કાલિક ચાર્જ કરો :

image source

કેટલીક વાર આપણે ફોન ચાર્જ કરવામાં બેદરકાર રહીએ છીએ. જ્યાં સુધી ફોન તેની જાત જ સીવચ ઓફ ન થાય ત્યાં સુધી આપણને ચાર્જ નથી કરી શકતા. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી ફોનની બેટરી પર ઘણી અસર પડે છે. જો તમે તમારા ફોનની બેટરીને સારી રાખવા માંગો છો, તો તમારે હંમેશા ફોનને ચાર્જિંગમાં મૂકવો જોઈએ.

જો તમારી પાસે વીસ ટકા બેટરી બાકી હોય ત્યારે ફોન ચાર્જ માં મૂકી દેવો જોઈએ. જ્યારે બેટરી સાવ લો થાય તે પહેલા ચાર્જ કરવાથી તમે તેમાં આડ અસરોને ટાળી શકો છો. જો તમે ઈચ્છો તો તમે તમારી સાથે સારી પાવર બેંકનો ઉપયોગ પણ કરી શકો છે. જેથી જયારે જરૂર પડે ત્યારે તમે તરત જ ફોનને ચાર્જિંગમાં મૂકી શકો છો.

image source

ઓરીજનલ ચાર્જીંગ નો જ ઉપયોગ કરવો :

જો તમે ફોનની બેટરીને ખરાબ થવાથી બચવા માંગો છો, અને તેને લાંબા સમય સુધી ચલાવવા માંગો છો, તો હંમેશા તમારા સ્માર્ટ ફોનને ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો. જો તમે બીજા અથવા સ્થાનિક ચાર્જર માંથી ફોન ચાર્જ કરો છો, તો તે તમારા ફોનની બેટરી પર પ્રતિકૂળ અસર કરે છે. સતત આમ કરવાથી તમારા ફોનની બેટરીને પણ નુકસાન થઈ શકે છે. તો ફોન સાથે જે ચાર્જર આવે છે તેનો ઉપયોગ કરવો.

ચાર્જ કરતા પહેલા ફોનમાંથી કવર દૂર કરો :

આપણા ફોનને નુકસાન ન થાય તે માટે બધા કવરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કવર કરીને ફોન ચાર્જ કરવાથી ફોન ઝડપથી ગરમ થઈ જાય છે. કેટલીક વાર ચાર્જિંગ પિન યોગ્ય રીતે બંધ બેસતી ન હોય તો ફોન ચાર્જ કરી શકતા નથી. તેથી ફોનને એક સાથે ફૂલ ચાર્જ કરવાનો પ્રયાસ કરો. ચાર્જ કરતી વખતે કવર ને દૂર કરીને જ ચાર્જ કરવું જોઈએ.

image source

ઝડપી ચાર્જિંગ એપ્લિકેશનોનો ઉપયોગ ના કરો :

કેટલીક વાર આપણે ફોનની બેટરી બચાવવા માટે આવી ફાસ્ટ ચાર્જિંગ એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છીએ. જે ફોનમાં સતત ચાલતી રહે છે. આ તમને ઝડપથી ચાર્જ કરી શકે છે પરંતુ, બેટરી ટૂંક સમયમાં સમાપ્ત થઈ જાય છે. આ થર્ડ પાર્ટી બેટરી સેવિંગ એપ્લિકેશન્સ બેટરી પર વધુ દબાણ લાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!