ફોન ચાર્જ કરતા સમયે ક્યારેય ના કરવી જોઈએ આ ભૂલો, જાણી લો નહિં તો શું થશે મોટું નુકસાન
ઘણી વખત કલાકો સુધી ચાર્જમાં મોબાઈલ ફોનની બેટરી ખરાબ થઇ જાય છે. આજે અમે તમને અહીં અમુક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ફોનની બેટરી લાઈફ વધારી શકો છો.
આજના સમયમાં સ્માર્ટફોન એ આપણા જીવનનો એક જરૂરી ભાગ બની ગયો છે. ખાસ કરીને જયારે દેશમાં કોરોના મહામારીને કારણે સૌ કોઈ પોતપોતાના ઘરોમાં રહી રહ્યા છે ત્યારે સ્માર્ટફોનનો વપરાશ પણ વધી ગયો છે. જયારે સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો હોય તો સામે તેની બેટરી પણ જલ્દી પુરી થઇ જતી હોય એ સ્વાભાવિક છે અને વારંવાર ફોન ચાર્જ કરવો પડે છે. ફોન ચાર્જ કરતા સમયે મોટાભાગના લોકો સામાન્ય ભૂલ કરતા હોય છે જે ફોન માટે નુકશાન કારક હોય છે. ત્યારે અમે અહીં એ ભૂલો વિષે જ આપને જણાવીશું.

રાત્રે ઊંઘવાના સમયે ફોનને ચાર્જ કરવા ન મુકો
અનેક વખત એવું બનતું હોય છે કે આપણે રાત્રે ઊંઘવાના સમયે ફોનને ચાર્જ કરવા માટે મૂકી દઈએ છીએ અને આખી રાત ફોન ચાર્જ થતો રહે છે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તેનો પ્રભાવ ફોનની બેટરી પર પડે છે અને બેટરી થોડા સમયમાં જ ખરાબ થઇ જાય છે. એટલા માટે રાત્રે ઊંઘવાના સમયે ફોનને ચાર્જ કે કરવો એક સારી આદત છે.

20 ટકા બેટરી હોય તો ફોનને તરત ચાર્જ કરો
અનેક વખત આપણે ફોનની બેટરી વિષે બેદરકારી દાખવીએ છીએ. ફોન જ્યાં સુધી સ્વીચ ઓફ ન થઇ જાય ત્યાં સુધી તેનો વપરાશ ચાલુ રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી ફોનની બેટરીને નુકશાન થાય છે. જો તમે તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારવા ઇચ્છતા હોય તો હંમેશા જયારે ફોનની બેટરી 20 ટકા થઇ જાય ત્યારે તરત જ ફોનને ચાર્જ કરવા મૂકી દેવો. આના લીધે બેટરી ડાઉન થયા પહેલા જ ચાર્જ કરવાથી તેની બેટરી લાઈફ વધી શકે. આ માટે જો શક્ય હોય તો તમે તમારી સાથે એક પાવરબેન્ક પણ સાથે રાખો જેથી જરૂર પડવા પર તરત પાવર બેન્ક દ્વારા ફોનને ચાર્જ કરી શકાય.

ઓરીજીનલ ચાર્જરનો ઉપયોગ કરવો
ફોનનની બેટરીને ખરાબ થતી બચાવવા અને લાંબા સમય સુધી ચલાવવા ઇચ્છતા હોય તો હમેશા તમારા સ્માર્ટફોનને ઓરીજીનલ ચાર્જર દ્વારા જ ચાર્જ કરો. જો તમે કોઈ અન્ય લોકલ ચાર્જર દ્વારા ફોન ચાર્જ કરશો તો તેના કારણે તમારા ફોનની બેટરી પર નેગેટિવ પ્રભાવ પડી શકે. સતત આમ કરવાથી તમારા ફોનની બેટરી ખરાબ પણ થઇ શકે છે. આવું ન થાય તે માટે હંમેશા ફોનને ચાર્જ કરવા માટે ઓરીજીનલ ચાર્જર થી જ ચાર્જ કરવો.

ચાર્જ કરવા પહેલા ફોનનું કવર હટાવી દેવું
ફોનને ડેમેજ થતો અટકાવવા માટે મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે. પરંતુ કવર લગાવીને ફોન ચાર્જ કરવાથી ફોન જલ્દી ગરમ થઇ જાય છે. અનેક વકત ચાર્જિંગ પિન વ્યવસ્થિત રીતે ફિટ નથી થતી જેના કારણે ફોન સાચી રીતે ચાર્જ નથી થતો. આ માટે ફોન ચાર્જ કરવા પહેલા હંમેશા ફોનનું કવર કાઢી નાખવું અને ત્યારબાદ જ ફોનને ચાર્જ કરવો.

ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ ન કરવો
અનેક વખત આપણે ફોનની બેટરી બચાવવા માટે એવા ફાસ્ટ ચાર્જરને ડાઉનલોડ કરીએ છીએ. જે ફોનમાં સતત ચાલુ રહે છે. તેનાથી ભલે તમારો ફોન ફાસ્ટ ચાર્જ થઇ જતો હોય પરંતુ સાથે જ તેની બેટરી ઉતરી પણ એટલી જ જલ્દી જાય છે. બેટરી બચાવવાનો દાવો કરતી થર્ડ પાર્ટી એપ બેટરી પર વધુ દબાણ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!