જાણો આ ટેક ટીપ્સ વિશે કે, જેની મદદથી તમે ઈન્ટરનેટ કે બ્લુટુથ વિના પણ જોડાઈ શકશો બીજા ફોન સાથે…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય દિવસે-દિવસે એટલો આધુનીક બનતો જઈ રહ્યો છે કે, જે બાબત વિશે પહેલાના જમાનામા લોકો વિચારી પણ શકતા નથી, તે આજે લોકો ઘરેબેઠા કરી રહ્યા છે. હાલ, આમ જોવા જઈએ તો ગૂગલ એ આજના યુગના લોકો માટે એક અભિન્ન અંગ બની ગયુ છે.

હાલ, ગૂગલે પોતાના વપરાશકર્તાઓ માટે એક પોતાની નવી એપ લોન્ચ કરી છે. આ એપનું નામ વાઈફાઈનાનસ્કેન એપ છે. આ એપની સહાયતાથી તમે તમારી આસપાસના સ્માર્ટફોન વપરાશકર્તાઓ સાથે ખુબ જ સરળતાથી કનેક્ટ કરી શકો છો. આ એપ હાલ ડેવલપર્સ માટે બનાવાઈ છે.

image source

જેથી તે વાઈફાઈ સાથે આ એપનો એક્સપેરિમેન્ટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, વાઈફાઈ અવેર એક નેઇબર અવેરનેસ નેટવર્કિંગ છે, જે સ્માર્ટફોન વપરાશકર્તાઓને એકબીજાની સાથે કનેક્ટ કરવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ એપથી અન્ય ફોન કનેક્ટ કરવા માટે સ્માર્ટફોનનનુ એન્ડ્રોયડ વર્ઝન ૮ અથવા તેની ઉપરનું વર્ઝન હોવુ આવશ્યક છે.

આ એપની મદદથી તમે બે સમાર્ટફોન વપરાશકર્તાઓને કોઈપણ ક્નેક્ટિવિટી વિના એકબીજા સાથે ક્ન્હુબ જ સરળતાથી કનેક્ટ કરી શકો છો. તે તમામ આસપાસના નેટવર્કની મદદથી કનેકટ થાય છે જેથી, એક વપરાશકર્તા એ બીજા વપરાશકર્તાને કોઈ ડેટા અથવા મેસેજ શેર કરી શકે છે.

image source

આ એપ દ્વારા ઉપયોગ કરેલા નેટવર્કની મદદથી તમે સૂરક્ષિત રીતે પ્રિંટર પર કોઈપણ પ્રકારના ડોકયૂમેન્ટ મોકલી શકો છો. તે તમામ કામ કોઈપણ નેટવર્કમા લોગઈન થયા વિના જ થઈ જશે. તમે કોઈપણ ઈન્ટરનેટ કનેક્શન વિના જ કોઈપણ રિઝર્વેશન કરી શકો છો. આ તમામ કામ વગર ઈન્ટરનેટ કનેકશન થઈ શકે નહિ. તે ત્યારે જ શક્ય છે જયારે ઈન્ટરનેટ સક્રિય હોય.

આ એપ દ્વારા સ્કૂલમાં જાતે ચેક-ઈન અને રોલ કૉલ થઈ શકે છે. આ સિવાય એરપોર્ટ સિક્યોરિટી, કસ્ટમ, ઈમિગ્રેશનમા તમે કોઈપણ આઈડી વગર ચેક-ઈન કરી શકો છો. આ એપને તમે સરળતાથી ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ એક મીટરથી માંડીને ૧૫ મીટર સુધીના એરિયામા કામ કરી શકે છે. હાલ, ડેવલપર્સ, ઓ.ઈ.એમ.એસ. અને રિસર્ચર્સ આ ટૂલનો ઉપયોગ કરી રેંજ અને ડિસ્ટંસને કેલ્કયૂલેટ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *