જાણો ફોન ઉપાડતાની સાથે આપણે કેમ પહેલા ‘HELLO’ જ બોલીએ છીએ

શુ તમે જાણો છો કે ફોન ઉપાડતા જ આપણે હેલો શુ કામ બોલીએ છે? નથી જાણતાંને? તો હવે જાણી લો.

તમને બધાને ખબર જહશે કે જ્યારે આપણા મોબાઇલ કે લેન્ડલાઈન ની રીંગ વાગે છે ત્યારે ફોન ઉપડતાની સાથે જ સૌથી પહેલા જે શબ્દ આપણે બોલીએ છીએ તે છે “Hello”.

image source

પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન ઉઠાવતા જ સૌથી પહેલા “Hello” શા માટે બોલવામાં આવે છે? “Hello” સિવાય બીજો કોઈ શબ્દ શા માટે બોલવા નથી આવતો? હવે તમે એમ વિચારતા હશો કે બધા લોકો એમ જ બોલે છે એટલે અમે પણ એમ જ બોલીએ છે.પરંતુ આજે અમે તમને જણાવીશું કે તેની પાછળ ખૂબ જ રોમાંચક ઇતિહાસ છે, જેના વિશે કદાચ જ કોઈ જાણતું હશે.

આખરે શા માટે બોલવામાં આવે છે Hello?

image source

ઓક્સફર્ડ ઈંગ્લીશ ડીક્ષનરી અનુસાર, Hello શબ્દ જૂના જર્મન શબ્દ હોલા થી બનેલ છે. “હૉલાં” નો અર્થ થાય છે “કેમ છો.”

પ્રાચીન સમયમાં આ શબ્દનો ઉપયોગ સમુદ્ર યાત્રા દરમ્યાન નાવિક કરતા હતા. અંગ્રેજ કવિ ચોસરના જમાનામાં એટલે કે ૧૩૦૦ વર્ષ બાદ આ શબ્દ હાલો (Hallow) બની ચૂક્યો હતો. તેના ૨૦૦ વર્ષ બાદ એટલે કે શેક્સપિયરના જમાનામાં હાલું (Halloo) બની ગયો હતો.

ગ્રેહામ બેલ ફોન પર Hello નહીં Ahoy બોલતા હતા

image source

અત્યાર સુધી તમે ઘણી જગ્યાએ વાંચ્યું અને સાંભળ્યું હશે કે ફોન ઉપાડતા જ હેલ્લો બોલવા પાછળ ટેલિફોનનો આવિષ્કાર કરનાર ગ્રેહામ બેલની એક લવ સ્ટોરી છે. અને તેઓએ ટેલિફોનનો આવિષ્કાર કર્યા બાદ સૌથી પહેલા પોતાની ગર્લફ્રેન્ડ “માર્ગરેટ હેલો” ને ફોન પર પ્રેમથી Hello બોલ્યા હતા. પરંતુ આ વાત સાચી નથી. આજે અમે તમને જણાવીશું કે તેની પાછળની સત્ય હકીકત શું છે

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ગ્રેહામ બેલ ની ગર્લફ્રેન્ડ “માર્ગરેટ હેલો” હતી તેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. જ્યારે ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડ નું નામ Mabel Hubbard હતું અને તેઓએ 1977માં લગ્ન કરી લીધા હતા. આ ફોટો માં દેખાયેલ મહિલા “માર્ગરેટ હેલો” નહિ પરંતુ તેમની પત્ની Mabel Gardiner Hubbard છે.

image source

અમે તમને એ પણ જણાવી દઈએ કે ગ્રેહામ બેલે ક્યારેય પણ Hello શબ્દનો ઉપયોગ નથી કર્યો. ફોનની શોધ કર્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાની આસિસ્ટન્ટ ને ફોન પર કહ્યું હતું કે, “Come here. I want to see you.” પરંતુ તેમને આ પસંદ ના આવ્યું, એટલા માટે તેમણે આ લાંબા વાક્ય ની જગ્યાએ “Ahoy Ahoy” બોલવાનો પ્રસ્તાવ રાખ્યો. ગ્રેહામ બેલ હંમેશા “Ahoy” શબ્દ બોલતા હતા. ત્યારથી આ શબ્દનો ઉપયોગ ફોન પર વાત શરૂ કરતા પહેલા કરવામાં આવવા લાગ્યો.

image source

તે ફોનની શોધ થયા બાદ જ્યારે લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં લોકો ફોન પર પૂછતા હતા કે, “Are you there?”. તમને જણાવી દઇએ કે આવું ફક્ત તેઓ એટલા માટે બોલતા હતા કે તેમનો અવાજ બીજી તરફ પહોંચી રહ્યો છે કે નહીં તે જાણી શકાય. પરંતુ એક વખત થોમસ એડિસને “Ahoy” ને ખોટી રીતે સાંભળી લીધો અને ૧૮૭૭ માં તેઓએ “Hello” શબ્દ બોલવાનો પ્રસ્તાવ રાખ્યો.

image source

તેના માટે તેઓએ પીટર્સબર્ગ ની “સેન્ટ્રલ ડીસ્ટ્રીક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપની” ના અધ્યક્ષ સ્મિત ને પત્ર લખ્યો અને કહ્યું કે તેની ફોન પર પહેલા શબ્દના રૂપમાં “Hello” બોલવામાં આવે. જ્યારે તેઓએ પહેલી વખત ફોન કર્યો તો સૌથી પહેલા “Hello” કહ્યું. આ શબ્દ તેમના દ્વારા જ આપવામાં આવ્યો છે જે આજે પણ આપણે ફોન ઉઠાવી ને “Hello” બોલીએ છીએ.

soure : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત