ફોન ઉપાડતાની સાથે લોકો HELLO કેમ કહે છે, જાણો ક્યાં દેશમાં અને કેવી રીતે થઈ હતી તેની શરૂઆત

ફોન ઉપાડતાની સાથે લોકો HELLO કેમ કહે છે, જાણો ક્યાં દેશમાં અને કેવી રીતે થઈ હતી તેની શરૂઆત

આપણે બધા નાનપણથી જ જોતા અને સાંભળતા આવ્યા છીએ કે લોકો ફોન ઉપાડતા જ ચોક્કસપણે હેલો બોલે છે. હેલો બોલ્યા બાદ જ આગળની વાત શરૂ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો ફોન ઉપાડતાંની સાથે જ કેમ પ્રથમ હેલો કહે છે? તમને ક્યારેય મનમાં સવાલ આવ્યો કે આ શબ્દ સૌ પ્રથમ વખતા ક્યારે બોલવામાં આવ્યો હશે અને તેની શરૂઆત કોણે કરી હશે.

image source

આ સવાલનો જવાબ જાણવા માટે આપણે વર્ષો પાછળ જવુ પડે તેમ છે. કારણ કે આ શબ્દ બોલવા પાછળની કહાની ઘણી ઈન્ટરેસ્ટિંગ છે. આમ તો, આ સવાલનો જવાબ ઘણી બધી વાર્તામાં છે જેની કોઈ અધિકૃત સત્યતા નથી. પરંતુ આજે અમે તમને હેલો શબ્દની ઉત્પત્તિ વિશે જણાવીશું.

બેલ ફોન પર હેલો નહી Ahoy બોલતા હતા

image source

એલેક્ઝાંડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. 10 માર્ચ 1876 ના રોજ તેને ટેલિફોન શોધની પેટન્ટ મેળવી હતી. શોધ કર્યા પછી બેલે સૌ પ્રથમ તેના ભાગીદાર વોટસનને સંદેશ મોકલ્યો હતો કે શ્રીમાન વોટ્સન અહીં આવો મારે તમારી જરૂર છે. તમને જણાવી દઈએ કે ગ્રેહામ બેલ ફોન પર હેલો નહી Ahoy બોલતા હતા.

1877 માં તેણે હેલો બોલવાનો પ્રસ્તાવ મૂક્યો

image source

જ્યારે લોકોએ ટેલિફોનની શોધ બાદ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, ત્યારે લોકોએ પૂછ્યું કે Are you there. તે આ કામ એટલા માટે કરતા કે તેનો અવાજ બીજી બાજુ પહોંચે છે કે નહીં તે જાણવા માટે. જો કે, એકવાર થોમસન એડિસને Ahoy ખોટી રીતે શાંભળી લીધુ અને વર્ષ 1877 માં તેણે હેલો બોલવાનો પ્રસ્તાવ મૂક્યો.

ટેલિફોન પરનો પહેલો શબ્દ “હેલો” હોવો જોઈએ

image source

આ દરખાસ્તને પસાર કરવા માટે, થોમસ એડિશને પીટસબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના પ્રમુખ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો હતો કે ટેલિફોન પરનો પહેલો શબ્દ “હેલો” હોવો જોઈએ. જ્યારે તેમણે પહેલી વાર ફોન કર્યો ત્યારે તેણે હેલો કહ્યું.

થોમસ એડિશનની દેન છે હેલો

image source

થોમસ એડિશનની દેન છે કે આજે પણ લોકો ફોન ઉપાડતાની સાથે જ પ્રથમ હેલો કહે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ, હેલો શબ્દ જુના જર્મન શબ્દ હાલા પરથી આવ્યો છે. આ શબ્દ જૂના ફ્રેન્ચ અથવા જર્મન શબ્દ ‘હોલા’ પરથી આવ્યો છે. ‘હોલા’ નો અર્થ થાય છે ‘કેમ છો’ પરંતુ સમયની સાથે સાથે ઉચ્ચારને કારણે આ શબ્દ બદલાતો ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત