લઈ લેજો ફોટોનું બેકઅપ નહીં તો પછી આવશે પસ્તાવાનો વારો, ગૂગલની આ સર્વિસમાં 1 જૂનથી થશે ધરખમ ફેરફાર

ગૂગલ હવે પોતાની એપ્લિકેશન ગૂગલ ફોટો માટે ફ્રી સ્ટોરેજ બંધ કરવા જઈ રહ્યું છે. આગામી માસ એટલે કે 1 જૂનથી જ આ નવો નિયમ અમલમાં આવી જશે. ગૂગલ ફોટોનો દુનિયાના કરોડો લોકો ઉપયોગ કરે છે. ગૂગલે જે નવો નિયમ બનાવ્યો છે તેમાં 15 જીબી ક્લાઉડ સ્ટોરેજ ફ્રી મળશે. જેમાં ગૂગલના બધા જ પ્રોડક્ટ માટે એક સમાન સ્પેસ હશે.

image source

ગૂગલ પર 1 જૂનથી તમને 15 જીબીથી વધારે સ્પેસ જોઈતી હોય તો ગૂગલના ગૂગલ વન પર સબ્સક્રિપ્શન લેવું પડશે. જેમાં તમને 100 જીબી સ્ટોરેજ માટે 19.99 ડોલર એટલે કે ભારતીય કરંસીમાં લગભગ 1460 રૂપિયા ચુકવવા પડશે. તેવામાં જો તમારે મેમરી સુરક્ષિત રાખવી હોય તો તુરત ફોટો ડાઉનલોડ કરી કોમ્પ્યુટર કે લેપટોપમાં સેવ કરી લેવા પડશે.

આ ઉપરાંત ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે 1 જૂન 2021થી પહેલા અપલોડ કરેલા ફોટો અને વીડિયો 15જીબી સ્ટોરેજનો ભાગ નહીં હોય. આ સાથે ફ્રી 15 જીબીની ફ્રી સ્પેસ ગૂગલના અન્ય પ્રોડક્ટ જેવા કે જીમેલ, ગૂગલ ડોક્સ, શીટ, ડ્રાઈવ અને અન્ય ગૂગલ સર્વિસ વચ્ચે ડિવાઈડ કરવામાં આવશે.

image source

જો તમને 15 જીબી ફ્રી સ્પેસ પુરી થશે તો તમને ગૂગલ તરફથી મેલ આવશે અને સુચના આપવામાં આવશે. જો તમારી સ્ટોરેજ ખતમ થઈ ચુકી છે કો ગભરાવાની જરૂર નથી. તમે ગૂગલ વન અથવા અન્ય ક્લાઉડ સ્ટોરેજની સર્વિસને ખરીદી પોતાના ડેટાને સ્ટોર કરી શકો છો. કંપની તરફથી યૂઝર્સને પોતાના ગૂગલ ફોટોમાં બધો ડેટા ડાઉનલોડ કરવા તક આપવામાં આવી રહી છે. જ્યાર બાદ તમે પોતાના લોકલ અથવા અન્ય કોઈ ક્લાઉડ સ્ટોર પર સેવ કરી શકો છો.

image source

જો તમને ગૂગલ ફોટોનો ડેટા ડાઉનલોડ કરવામાં સમસ્યા થઈ રહી છે તો તેની સરળ રીત પણ જાણી લો. આ રીત ફોલો કરી તમે તમારો બધો ડેટા એકસાથે સેવ કરી શકો છો. આ કામ ગૂગલના ખાસ ફીચર વડે થઈ શકે છે. આ ફીચર છે ગૂગલ ટેકઆઉટ. ટેકઆઉટની સાઈટ પર જઈ ત્યાં ગૂગલ અકાઉંટમાં લોગઈન કરો. ત્યાં ક્રિએટ એ ન્યૂ એક્સપોર્ટ ક્રિએટ કરો. જેમાં ઓલ ફોટો ઈનક્યુડ કરો અથવા આખો આલ્બમ સિલેક્ટ કરો. કંફર્મ કરો અને ત્યારબાદ ડિલિવરી મોડ સિલેક્ટ કરી અને ઈમેલ લિંક બનાવી તેને સ્ટોર કરી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *