પાકિસ્તાની મોડલે શીખ સમુદાયની માંગી માફી, ફોટોશૂટ આવ્યું હતું વિવાદોમાં

પાકિસ્તાનના શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાની મોડલ સ્વલા લાલાના ફોટોશૂટ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. જો કે, વિવાદ વધતો જોઈને પાકિસ્તાની મોડલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘સોરી’નો ફોટો પોસ્ટ કરીને બપોરે માફી માંગી હતી. અહીં આ મામલે કડક વલણ અપનાવતા ભારતે પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા છે.

image soucre

એક નિવેદનમાં, વિદેશ મંત્રાલય (MEA) ના અધિકારીક પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના રાજદ્વારીને જાણ કરી છે કે આ નિંદનીય ઘટનાએ ભારત અને સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડી છે. “વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોના ધાર્મિક સ્થળોના અપમાન અને અનાદરની આવી વારંવારની ઘટનાઓ આ સમુદાયોની આસ્થા પ્રત્યે આદરના અભાવને દર્શાવે છે,”

લાહોર સ્થિત મોડલ સ્વલા લાલાએ કહ્યું કે તે કોઈ ફોટોશૂટનો ભાગ નથી. હું કોઈની ભાવનાઓ દુભાવવા માંગતી ન હતી. મેં ઘણા લોકોને ત્યાં ફોટા પાડતા જોયા એમાં ઘણા શીખ પણ હતા, તેથી મેં તેમને પણ લીધા. આ તસવીરો પણ એ જગ્યાની નથી જ્યાં લોકો માથું નમાવે છે.
તેને સમગ્ર શીખ સમુદાયની માફી માંગી અને કહ્યું કે તે ભવિષ્યમાં તેનું ધ્યાન રાખશે. વાંધાજનક ફોટો ડિલીટ કર્યા બાદ મોડલ લાલાએ કહ્યું કે તે કરતારપુર સાહિબ અને શીખ ધર્મના ઈતિહાસ વિશે જાણવા ગઈ હતી. જો તેના ફોટાથી કોઈને દુઃખ થયું હોય તો તે માફી માંગે છે.

image soucre

આ મામલે સ્ટોર મન્નત ક્લોથિંગ અને મોડલ સ્વલા લાલા કહે છે કે તે કોઈ ફોટોશૂટનો ભાગ નહોતો. જોકે, મન્નત ક્લોથિંગે મોડલની આ તસવીરોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 50% સુધી ડિસ્કાઉન્ટનું લેબલ લગાવીને પોસ્ટ કરી હતી. તો અન્યને જોઈને ફોટો પડાવવાના મોડલના દાવાને પણ ખોટો માનવામાં આવી રહ્યો છે, કારણ કે જો આવું હોત તો તેણીએ પોતાનું માથું ઢાંક્યું હોત અને સંસ્કારી રીતે ફોટો પાડ્યો હોત. મોડલિંગ ના કરતી હોત

મન્નત ક્લોથિંગ સ્ટોરનું પેજ જેના પર કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાન મોડલના ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી તે ડિ-એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે. જોકે, સ્ટોરનું યુએસએ પેજ Mannat.USA નામથી ચાલી રહ્યું છે. એ પહેલાં સ્ટોરે પણ આ તસવીરો હટાવી દીધી હતી.

મોડલના ફોટોશૂટની જાણ થતાં જ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC)એ સખત વાંધો ઉઠાવ્યો હતો. મંજિન્દર સિરસાએ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને પાકિસ્તાન સરકારને કાર્યવાહી કરવા કહ્યું હતું. આ પછી પાકિસ્તાન સરકારના એક મંત્રીએ તરત જ સ્ટોર અને મોડલને ઠપકો આપ્યો અને માફી માંગવા કહ્યું. જો કે, DSGMCએ આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયને પણ ફરિયાદ કરી છે કે કરતારપુર સાહિબ પિકનિક સ્પોટ ન બને તે માટે પાકિસ્તાન સરકાર પર દબાણ લાવવામાં આવે.