વરસાદ પછી બદલાઇ ગયુ સાપુતારાનુ દ્રશ્ય, જોઇ લો તસવીરોમાં કુદરતી નજારો

મન ભરીને માણવા જેવું વાતાવરણ છે આ સાપુતરાનું! વરસાદ પછીનું જુઓ સૌંદર્ય

image source

ગિરિમથક સાપુતારામાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવતા વહેલી સવારે સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસીયું માહોલ સર્જાતા ઠંડીના ચમકારા સાથે દિવસભર સૂસવાટા મારતા પવન ફૂંકાતા ગિરિમથકવાસીઓ માટે આહલાદક નજારો માણવા મળી રહ્યો છે. કોરોના લોકડાઉન વચ્ચે ઉનાળાની ઋતુમાં વેકેશન માણવા આવતા પ્રવાસીઓને કોરોનાનુ ગ્રહણ નડી જતા હાલ સાપુતારામાં હોટલ ઉદ્યોગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટી બંધ રહેતા સુનકાર ભાસી રહ્યું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વૃક્ષોની ઘટતી સંખ્યા અને સાપુતારામાં કોન્ક્રીટના વધતા બાંધકામોના કારણે છેલ્લા દસેક વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદુષણ ઘટતા વાતાવરણ ચોખ્ખું થવા સાથે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. વૈશાખમાં પણ ઠંડકમાં વધારો જોવા મળી રહ્યો છે.

દાયકા પૂર્વે જોવા મળતો નજારો દેખાયો

image source

આ બાબતે કુદરતી સૌંદર્યના ચાહક અને પ્રકૃતિપ્રેમી આર્ટિસ્ટ વિલેજના સૂર્યા ગોસ્વામી એ જણાવ્યું હતુ કે કોરોના મહામારીમાં ધંધા રોજગાર ભલે ઠપ થઈ ગયા હોય, પરંતુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે સાપુતારામાં વહેલી સવારથી ૧૨ વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ વચ્ચે દિવસભર ઠંડા પવનની લહેર 10 વર્ષ પહેલાનું સાપુતારા ફરી તેનું અસ્સલ મિજાજમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.

સાપુતારામાં વરસાદ

image source

અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં ફેરવાયું છે. એક બાજુ કોરોના ગુજરાતમાં પોતાનો ગાળિયો મજબૂત બનાવતો જઈ રહ્યો છે તો બીજી બાજુ હવે વાવાઝોડાના સંકટના કારણે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી ૧૨ કલાકમાં આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તન થશે અને વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. આ દરમિયાન ભાવનગર, ગોંડલ, અમરેલી, સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસાદ પડ્યો હતો. જેથી આહલાદક દ્રશ્યો સર્જાયા હતાં.

સર્જાયા આહલાદક દ્રશ્યો

image source

સાપુતારા નામ સાંભળતા જ ઉંચા અને ઘટાટોપ જંગલો તેમજ વાંકા ચૂંકા રસ્તાઓ અને રોપ-વે તેમજ પાણીના ધોધના દ્રશ્યો આંખ સામે તરવરવા લાગે છે. સાપુતારામાં બે કલાકમાં જ ૨૦mm જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદ આવતા જ જાણે કુદરતે પોતાની પીંછી ફેરવી હોય તેવા મનોહર દ્રશ્યો સર્જાયા હતાં. આ જ પ્રવાસન સ્થળ સાપુતારામાં લો પ્રેશરના કારણે વરસાદ પડ્યો હતો.

સૌંદર્ય ચોમાસાની સિઝનમાં

image source

સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. હાલ તો કોરોના વાયરસના પ્રકોપના કારણે તેમજ લોકડાઉનના કારણે અહીં પ્રવાસીઓની ભીડ નથી. પરંતુ સામાન્ય રીતે અહીં ચોમાસામાં પણ કુદરતી દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓ માટે સાપુતારાની સફર એ યાદગાર સફર બની રહે છે.

લીલીછમ વનરાજી અને ખળખળ વહેતા ઝરણાં

image source

સાપુતારામાં કુદરતી સૌંદર્ય વચ્ચે મહાલવાની તક છોડતા નથી. સાપુતારામાં વરસાદ પડ્યા પછી કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. લીલી વનરાજી અને ખળખળ વહેતા પાણીના ધોધ જોઈને પ્રવાસીઓનું પણ મન ખુશ થઈ જાય છે. સાપુતારામાં બાળકો માટે ટોય ટ્રેન તેમજ પેરાગ્લાઈડિંગ અને રોપ-વે સહિતની પણ સુવિધાઓ છે.

ગરમીના બદલે શીત લહેર છવાઇ

image source

સાપુતારામાં છેલ્લા દસેક વર્ષથી મોસમમાં બદલાવ આવ્યો છે. હાલ કોરોના લોકડાઉનને પગલે વાતાવરણ સ્વચ્છ થવાની સાથે ડુંગરોમાં વૃક્ષો પણ લીલાછમ બની ગયા છે, જેના કારણે હાલ સાપુતારામાં ઉનાળાની ગરમીને બદલે દિવસભર શીત લહેર જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત