આ ગુજ્જુ ગર્લે કેન્સરથી પીડિતી મહિલાઓ માટે જે કામ કર્યુ એ જાણીને તમને પણ થશે ગર્વ, ખાસ વાંચો તમે પણ

કેન્સર પેશન્ટને મદદ કરવા ગુજરાત તેમજ સમગ્ર ભારતની છોકરીઓ માથે મુંડન કરાવી Hair Donate નું ઉમદા કાર્ય કરી રહી છે. સામાન્ય રીતે વાળ વગરની મહિલાઓ આપણા કલ્પનમાં પણ આવતી નથી. કારણ કે સ્ત્રીઓના વાળને આપણે એમના અસ્તિત્વ સાથે જોડી દીધેલ છે. એવામાં જો કોઈ સ્ત્રીને કેન્સર થાય અને એના ઉપચાર દરમિયાન એ સ્ત્રીના  વાળ ખરી જાય તો એવી મહિલા ઘરની બહાર નીકળતા પણ સંકોચ અનુભવે છે. અને એ પોતાને અધુરી મહેસુસ કરવા લાગે છે. આવી મહિલાઓને પણ સામાન્ય જીવવાની પ્રેરણા મળે એવા ઉદ્દેશ્ય સાથે માણસાની ૨૬ વર્ષની કીંજલે પોતાના વાળનું દાન કર્યું છે. આ વાળનો ઉપયોગ હવે કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવશે. આમ વિજાપુર ફોરેસ્ટ વિભાગમાં કામ કરતી 26 વર્ષીય યુવતીએ કેન્સરગ્રસ્ત સ્ત્રીઓને મદદરૂપ થવા માટે ઉમદા કાર્ય કર્યું છે.

સામાન્ય રીતે જોઈએ તો માથાના વાળને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ સમયની સાથે તેમાં પણ બદલાવ આવી રહ્યો છે. વર્ષોથી સ્ત્રીઓના વાળને જ એમના માટે સુંદરતા અને સજ્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે. આવા સમયે જો કોઈ સ્ત્રીને કેન્સર થાય અને દવાના હાઈ ડોઝના કારણે તેમજ ઉપચાર દરમિયાન આપવામાં આવતા શેકના કારણે જો એમના વાળ જતા રહે તો મહિલાઓને સામાન્ય જીવનમાં પણ શારીરિક કરતા વધારે માનસિક તકલીફ રહેતી હોય છે. સ્ત્રીઓમાં વાળ ન હોવા એ પણ એક પ્રકારે એમને લગુતાગ્રંથી સાથે જોડી દે છે. આ સ્ત્રીઓને પણ સામાન્ય જીવન જીવવાની પ્રેરણા મળે એવા ઉદ્દેશ્ય સાથે માણસા તાલુકાના ઇન્દ્રપુરા ગામના ચૌધરી કિંજલબેન ગોંવિદભાઇએ પોતાના વાળનું દાન કરી દીધું છે. વિજાપુરના ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા કિંજલ બેને મુંબઈની મદત ચેરિટેબલ ટ્રસ્ટને વાળનું દાન કર્યું હતું.

આપણે વાત કરી રહ્યા છીએ એક એવી સંસ્થાની જે કેન્સર અવેરનેસ પર કાર્ય કરી રહી છે જેનું નામ છે Education of Social Science and Research Center આ સંસ્થા તેમની સહયોગી NGO મદત ચરિટેબલ ટ્રસ્ટ સાથે છેલ્લા પાંચ વર્ષથી હેર ડોનેટ નું કાર્ય કરી રહી છે જેમાં ગુજરાત તેમજ સમગ્ર ભારતની બહેનો હેર ડોનેટ નું સરસ કાર્ય કરી રહી છે,

સામાન્ય રીતે સ્ત્રીઓને પોતાના વાળ કપાવી નાખવા કોઈ પરિવાર મંજુરી આપે એ વિચારવા જેવી બાબત છે. પણ આજના સમયમાં હવે એવા વૈચારિક બંધનો રહ્યા નથી. કિંજલે જ્યારે પોતાના વાળ દાન કરી દેવાનો વિચાર પોતાના પતિ અને પરિવાર સામે મુક્યો, ત્યારે એમણે પણ કિંજલ દ્વારા કરવામાં આવતી આ પહેલને મંજુરી આપી હતી. ત્યાર બાદ એમના પતિ તેમજ પરિવારની સહમતી સાથે કિંજલે વિસનગરના બેડ બ્યુટી વર્લ્ડ નામની સોશિયલ મીડિયામાં ચાલતી સંસ્થાના તૃપલ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એમની સાથે વાતચીત કરીને હેર ડોનેશનની કામગીરી કરતી મુંબઇની મદત ચેરિટેબલ ટ્રસ્ટને કિંજલે પોતાના વાળનું દાન કર્યું હતું.

માણસા તાલુકામાં રહેતી કિંજલ વિજાપુરના ફોરેસ્ટ વિભાગમાં પાછળના સાતેક વર્ષથી નોકરી કરે છે. પણ એમને પ્રેરણા ત્યારે મળી જયારે એ નોકરીની ટ્રેનીંગ દરમિયાન ઉદયભાઈ વહોરાની પત્ની ઇલાબેન વહોરાના સંપર્કમાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે ઉદયભાઈ વહોરા એ ટ્રેનીંગ દરમિયાન કિંજલના ટ્રેનર હતા. એમના પત્ની એટલે કે ઇલાબેન વહોરાને મળ્યા પછી જ કિંજલને પોતાના વાળ ડોનેટ કરવાનો વિચાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇલાબેન વહોરા એ કેન્સર અવેરનેસ સાથે જોડાયેલા છે. એમના સંપર્કમાં આવ્યા પછી કેન્સર વિશે અને એમાં પડનારી મુશ્કેલીઓ વિશે કિંજલને જાણકારી મળી હતી. ત્યારબાદ એમણે આ નિર્ણય લીધો હતો

આ બાબતે જ્યારે કિંજલ બેનને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું હતું કે, કોઈ સ્ત્રીને જો કેન્સર હોય અને જો વાળ જતા રહે તો આ વાળ જતા રહેવાથી એ મહિલા શારીરિક કરતા માનસિક રીતે વધુ તકલીફ સહેતી હોય છે. આ સમયે જો અમારા જેવી અનેક યુવતીઓ પણ બજારમાં આ પ્રકારે વાળ સિવાય સંકોચ વગર ફરતી થાય તો આવા દર્દીઓને પણ બજારમાં ફરવામાં સંકોચ રહેશે નહિ. એક પ્રકારે મહિલાઓનાં વાળ એમના માનસિક અસ્તિત્વ સાથે સંકળાયેલા હોય છે. પરિણામે કિંજલ બેને કહ્યું એમ વાળ ન હોવાથી સ્ત્રીઓ શારીરિક પીડા કરતા વધારે માનસિક પીડા અનુભવે છે.

Hair Donation માટે 10 ઇંચ લાંબા વાળની જરૂર હોય છે પરંતુ મુખ્યત્વે બહેનો કેન્સર દર્દીઓની સંવેદના સમજી તેમજ સામજિક સ્વીકૃતિ મળે તે હેતુથી માથે મુંડન કરાવી પોતાના સંપુર્ણ વાળ અર્પર્ણ કરી સમાજને નવી દિશા આપવાનું કાર્ય કરી રહી છે.

તમે પણ હેર ડોનેટ કરવા ઇચ્છતા હો તો Education of Social Science and Research Center (WhatsApp – 9723211354 Mo – 7016734390) સંસ્થાનો સંપર્ક કરી આ સેવાયજ્ઞમાં સહયોગી થઈ શકો છો.

સોશ્યિલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર Bald Beauty World નામ થી સમગ્ર અભિયાન ચાલી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત