શું તમને ખબર છે પાક વિમાન દૂર્ઘટનામાં પાયલટે બચાવ માટે ‘મેડે’ ‘મેડે’ શબ્દનો કર્યો હતો ઉપયોગ? જાણો આ કોડવર્ડ વિશે તમે પણ

શુક્રવારના રોજ પડોશી દેશ પાકિસ્તાનમાં લાહોરથી કરાંચી જતા પ્લેનમાં એરપોર્ટ પર લેન્ડીંગ કરવાના થોડાક સમય પહેલા જ ક્રેશ થઈ ગયું અને આ પ્લેનમાં સવાર ૯૮ પેસેન્જર્સના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

image source

આવી રીતે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના પાછળનું કોઈ યોગ્ય કારણ સામે આવ્યું નથી તેનું રહસ્ય હજી સુધી અકબંધ જ છે. તેમ છતાં એક વાત સામે આવી છે જેમાં આ વાત સ્પષ્ટ કરી શકાય છે કે, આ પ્લેનના પાયલટ દ્વારા પેસેન્જર્સના જીવ બચાવવા માટે પાયલટે પોતાના બધા જ પ્રયત્નો કર્યા હતા.

પાકિસ્તાનમાં લાહોરથી કરાંચી જતા પ્લેન ક્રેશ થયું એ પહેલા એક રેકોર્ડીંગ સાંભળવામાં આવ્યું હતું, જેમાં પ્લેનનો પાયલટ જોર જોરથી બુમો પાડીને કહી રહ્યો હતો કે, ‘આપણે એન્જીન ગુમાવી દીધું છે….મેડે….મેડે.’ પણ પ્લેનના પાયલટનો આ પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. પાકિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તેને પાયલટ સજ્જાદ ગુલ ચલાવી રહ્યા હતા.

image source

જયારે પ્લેનનું એંજીન બંધ થઈ જતા પાયલટએ એરપોર્ટ ઓથોરીટીના એર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરી હતી તે ઓડિયો કલીપ બહાર આવી છે. આ ઓડિયો ક્લીપમાં જણાવ્યા મુજબ પાયલટએ એટીસીને કહ્યું હતું કે, પ્લેનના એંજીનને ખુબ નુકસાન થઈ ગયું છે. ત્યાર પછી એરપોર્ટ ઓથોરીટીના એટીસી દ્વારા પાયલટને જવાબ આપવામાં આવ્યો કે, એરપોર્ટ પર રન વે ખાલી છે, આપ પ્લેન લેન્ડીંગ કરવાનો પ્રયાસ કરો.

‘મેડે’ શું છે?

આપને પણ થતું હશેને કે, આ ‘મેડે’ શબ્દ શું છે? ખરેખરમાં આ ‘મેડે’ શબ્દ એક કોડવર્ડ છે. આ શબ્દનો ઉપયોગ પ્લેનના પાયલટ દ્વારા ત્યારે જ કરવામાં આવે છે જયારે પ્લેનમાં કોઈ સંકટની સ્થિતિનો ખતરો ખુબ વધી જાય છે. પ્લેનને સંચાલિત કરી રહેલ પાયલટ દ્વારા ‘મેડે’ શબ્દનો પ્રયોગ કરીને પાયલટ એર ટ્રાફિક કંટ્રોલરને તાત્કાલિક પ્લેનમાં આવી ગયેલ કટોકટી વિષે વિષે જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

પાયલટ મોટેથી ચીસો પાડે છે, એંજીન બંધ પડી ગયું છે, ઓડિયો કલીપ બહાર આવી.

image source

વર્ષ ૨૦૧૮માં, આ કોડવર્ડ ‘મેડે’ના કારણે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલ ૧૯૪ મુસાફરોના જીવ બચાવવામાં આવ્યા હતા. ‘માયડે’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ‘મેડે’ શબ્દ તાત્કાલિક લંડન એટીસી (એર ટ્રાફિક કંટ્રોલર)ના સીનીયર રેડિયો ઓફિસર ફ્રેડરિક સ્ટેનલી મેકફોર્ડ દ્વારા પહેલીવાર વર્ષ ૧૯૨૩માં આ શબ્દ ‘મેડે’નો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

image source

ત્યાર પછી મેકફોર્ડને એક શબ્દની રચના કરવાની જવાબદારી સોપી દેવામાં આવી હતી. જેથી કરીને આ શબ્દનો ઉપયોગ પ્લેનમાં કટોકટીના સમય દરમિયાન ઉપયોગ કરી શકાય. ‘મેડે’ શબ્દનો અર્થ એવો થાય છે કે, ‘મને મદદ કરો.’ આ શબ્દ ‘મેડે’ને વર્ષ ૧૯૨૭માં આંતરરાષ્ટ્રીય રેડિયો ટેલીગ્રાફની કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય પરવાનગી આપવામાં આવી છે.

‘મેડે’ શબ્દનો પ્રયોગ પાયલટ અને રેડિયો ઓફિસર એવા સમયે જ કરી શકે છે જયારે પ્લેનમાં પાયલટ પાસે બચાવનો અન્ય કોઈ માર્ગ કે સંભાવનાઓ જોઈ શકાતી હોય નહી. જો કે, હવે આ ‘મેડે’ શબ્દ સમુદ્રી જહાજો અને સમુદ્રના રેડિયો કંટ્રોલરના કેપ્ટનસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. કટોકટીના સમયની જાણકારી આપવા માટે આ શબ્દ ‘મેડે’ને ત્રણવાર ઉચ્ચારણ કરવાનો રહે છે.

image source

પ્લેન પાયલટને ‘મેડે’ સિવાય કટોકટીમાં અન્ય શબ્દ છે જેનો પ્રયોગ પ્લેનના પાયલટ ‘મેડે’ કરતા ઓછા જોખમવાળી પરિસ્થિતિ એટલે કે જીવનું જોખમ ના હોય પણ પ્લેનમાં કોઈ મુશ્કેલી આવી ગઈ હોય ત્યારે ‘પાન પેન’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત