વિક્ટોરિયનકાળ તો ક્યાંક પિન્ક મૂન, સતત સળગતી ચિતા તો ક્યાંક વણથંભ્યો કોરોના, જુઓ આખા વિશ્વની અનોખી તસવીરો

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકો પણ ટપોટપ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પરંતુ વિશ્વમાં કોરોના સિવાયની પણ ઘણી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે અહીં જાણો તસવીરો સ્વરૂપે કે આખા વિશ્વમાં શું શું થઈ રહ્યું છે.

આ અરસામાં સૌથી પહેલાં વાત કરીએ વિક્ટોરિયનકાળની તો મળતી માહિતી મુજબ શેરોન અને જોન મેકગ્લેશાન દંપતીના 150 એકરથી વધુ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં બનાવ્યું હતું. જેને વિક્ટોરિયનકાળનુ ફર્સ્ટ ક્લાસ રેલવે કેરેજ કહેવામાં આવે છે. આ સ્થળ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેરિજ 1885માં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ પછી આ જગ્યાને મેકગ્લેશાન દંપતીએ એને 2008માં ખરીદ્યું હતું અને જૂના ફોટો મારફત બે વર્ષમાં ઓરિજિનલ લૂક જાળવી રાખતાં રિસ્ટોરેશન કર્યું હતું. લોકો આ કેરેજમાં ફરતી વખતે વિક્ટોરિયનકાળમાં પરત ફરી રહ્યા હોય એવો અનુભવ થાય છે જેથી અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

image source

જો આ સાથે જ બીજી એક ઘટના પણ વાયરલ થઈ રહી છે કે એક શખ્સ કોરોના પ્રોટોકોલ સાથે ભોજન કરી રહ્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે થાઈલેન્ડના બેંગકોક શહેરથી એક અનોખી વાત સામે આવી છે. મળતી માહિતી મુજબ આ શહેરમાં કોરોના એ એટલો બધો આતંક મચાવ્યો હતો કે શહેરની રંગત જ ઊડી ગઈ છે. આ સમયે કેટલીક રેસ્ટોરન્ટ ખુલ્લાં છે અને તેમાં કડકપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં જે રીતે આ નિયમોનું ચુસ્તપણે પાલનની સાથે ભોજન આપવામાં આવી રહ્યું છે તે અનોખું છે.

image source

આ રેસ્ટોરન્ટમાં ટેબલ પર જ સુરક્ષાત્મક પ્લાસ્ટિક દ્વારા વ્યક્તિની આખી ચેરને કવર કરવામાં આવ્યું છે જેના ફોટો પણ વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે વ્યક્તિના ટેબલ પર જ્યાં ખાવાનું પીરસવામાં આવે છે તે આખું પ્લાસ્ટિક વડે પેક થયેલું હોય છે. વ્યક્તિએ આ પ્લાસ્ટિક કવરની આંદર જ ખુરશી પર બેસીને ખાવાનું હોય છે જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ રેસ્ટોરન્ટની આ રીતે નિયમોનાં પાલનની રીતનાં સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.

image source

કોરોના સિવાય આસામમાં ધરતીકંપથી કેટલાંક મકાનોને નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ આસામમાં બુધવારે તીવ્રતાથી ધરતીકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપની તીવ્રતા 6.4 જેટલી હતી. ભૂકંપ પછી ત્યાંના સ્થાનિક લોકો ઘણાં ડરી ગયાં હતાં.

image source

આ ભૂકંપના લીધે અહીં કેટલાંક સ્થળોએ અનેક મકાનોને નુકસાન પણ થયું હોવાના સમાચાર મળ્યાં હતાં. અહીંના નાગાંવ જિલ્લામાં એક મકાનની દીવાલ ભૂકંપને લીધે ધરાશાયી થઈ હતી જેની તસવીરો વાયરલ થઇ હતી જેનાં પરથી આ ભૂકંપની તીવ્રતાનો અંદાજો લગાવી શકાય છે.

કોરોનાના લીધે સ્મશાનની ચિતા શાંત થતી નથી એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. દુનિયા આખી હાલ કોરોના વાયરસની જપેટમાં આવી છે. દેશનાં દરેક ખૂણેથી કાયમ રેકોર્ડ બ્રેક આંકડાઓ સામે આવી રહ્યાં છે. આ સમયે દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ ગુજરાતની જેમ સ્થિતિ ખરાબ છે. ટપોટપ કોરોના સંક્રમિત લોકોનાં મોત થઈ રહ્યાં છે. આ સાથે સ્મશાન ઘાટોની હાલત પણ ખુબ જ ખરાબ છે. સતત એક પછી એક ચિતાઓ સળગતી રહે છે. સ્મશાન સ્થળનાં આવા દ્રશ્યો દેશનાં અનેક સ્થળોથી સામે આવી રહ્યાં છે.

image source

સુપર પિન્ક મૂન વિશે પણ આજે વાત કરવી છે. સુપર પિન્ક મૂન એટલે કે એક એવી અદ્ભુત ખગોળીય ઘટના કે જેમાં પૂર્ણ કળાએ ચંદ્ર ખીલેલો જોવા મળે. આવી ઘટનાને ખગોળીય ભાષામાં સુપર પિન્ક મૂન કહે છે. જ્યારે આવી ખગોળીય ઘટના બને છે ત્યારે વૈજ્ઞાનિકો અને ફોટોગ્રાફરો તેને કેમેરામાં કેદ કરી લેતાં હોય છે.

image source

અમેરિકા અને જર્મનીમાં સુપર પિન્ક મૂનની આવી જ તસવીરો લેવામાં આવી હતી જે હવે વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં ચંદ્ર ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હોય છે. લોકો ચંદ્રને આ રીતે પૂર્ણ ખીલેલો અને પિન્ક કલરનો જોઈને આકર્ષિત થઈ રહ્યાં છે. પિન્ક ચંદ્રની અલગ અલગ જગ્યાએથી લીધેલી તસવીરો સામે આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *