પિસ્તા ખાઈ લીધા બાદ તેના છોતરાને ફેંકી દો છો તો હવે આ રીતે કરો ઉપયોગ,મળશે ફાયદો

ડ્રાયફ્રૂટ્સની કેટેગરીમાં સામેલ પિસ્તા સૌની પસંદ છે. સુંદર શેલની અંદર બંધ આ ગ્રીન પિસ્તા ખાસ કરીને હેલ્થને ફાયદો કરે છે. ન્યૂટ્રિશિયન વેલ્યૂથી ભરપૂર આ ડ્રાયફ્રૂટ્સમાં હાઈ પ્રોટીનથી લઈને હેલ્ધી ફેટ્સ, એન્ટી ઓક્સીડન્ટ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન બી6 વહેરે મળે છે.

image source

તમે તેને ખાઈ લીધા બાદ તેના શેલ્સને ફેંકી દો છો પણ આજે અમે તમને તેના ખાસ ઉપયોગ જણાવીએ છીએ. તે ખૂબ જ લાભ પણ આપે છે. તો જાણો આખરે આ શેલ્સને તમે ઘરમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

બગીચામાં કરે છે મદદ

image source

પિસ્તાના શેલ્સને સોઈલ ડ્રેનેજના રૂપમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. તમે તેને કુંડામાં નીચે રાખી શકો છો. તેને તમે મોંઘા પેબલ્સ અને સ્ટોનની જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો. આ છોડના જળ નિકાસીને માટે ખરીદવાામં આવે છે. જો તમે પણ ઘરે જ કમ્પોસ્ટ બિનની મદદથી ખાતર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ તમારા કામની ચીજ છે.

બોન ફાયરમાં કરો ઉપયોગ

image source

પિસ્તાના શેલ્સમાં ઓઈલ કંટેન્ટ હોય છે જેના કારણે તેનો ઉપયોગ આગ પ્રગટાવવામાં કરાય છે. તેના વિચિત્ર શેલનો આકાર એવો હોય છે જેમાં ઓઈલ અને હવા આવવાને જગ્યા મળે છે. એવામાં તેને આગ લગાવવા માટે ફાયર સ્ટાર્ટરની જેમ પણ યૂઝ કરી શકાય છે.

બનાવો સ્ટેટમેન્ટ જ્વેલરી

image source

તેની મદદથી તમે ઘરે હોમ મેડ જ્વેલરી બનાવી શકો છો. સ્ટેટમેન્ટ પીસ કેરી કરવાની શોખીન મહિલાઓ માટે તો આ ખાસ કરીને બેસ્ટ આઈડિયા બને છે. પિસ્તાના શેલ્સની મદદથી તમે સરળતાથી બ્રેસલેટ, હેરપિન કે નેકપીસ બનાવી શકો છો.

બનાવો ડેકોરેશન

image source

ઘર, ગાર્ડન અને વોલ ડેકોરેશનમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે સુંદર કેન્ડલ હોલ્ડર બનાવીને તેને સિલ્વર કે ગોલ્ડન કલરમાં પેઈન્ટ કરી શકો છો તમે તેનાથી ઘરના કોર્નર ટેબલને પણ સજાવી શકો છો. આ સિવાય વોલ આર્ટ પણ પિસ્તાના છોતરાથી કરી શકાય છે. તમે વોલ હેંગિંગ, ફોટો ફ્રેમ વગેરે ડેકોરેટ કરીને એથનિક લૂક મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત