પિતાનો જન્મદિવસ ઉજવવા આવતી દીકરીને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા મોત, એક્ટિવાનું કચ્ચરઘાણ નીકળી ગયું

ક્યારેક એવો કરૂણ કિસ્સા સામે આવતા હોય કે આપણે સાંભળીને રડી પડતાં હોઈએ છીએ. કારણ કે લોહીના સંબંધોની વાત જ્યારે આવે ત્યારે માણસ ઢીલો પડી જતો હોય છે. ત્યારે આ કિસ્સામાં પણ એક દીકરી અને પપ્પાની વાત છે કે જેમાં દીકરીનો જીવ ચાલ્યો ગયો છે. તો આવો વિગતે વાત કરીએ આ કિસ્સાની. વાત કંઈક એમ છે કે બાલાસિનોરથી કૃપા પાર્થ ભાવસાર તેના પતિ સાથે મોડાસા રહેતા તેના પિતા સુમનભાઈ એમ ભાવસારનો જન્મ દિવસ હોવાથી દંપતી બર્થડે વિશ કરવા રવિવારે આવ્યું હતું.

image source

સોમવારે બર્થડેના દિવસે પિતાને બર્થડેની ઉજવણી માટે હોટલમાંથી ફૂડ લઇ એક્ટિવા પર પરત ફરતા સમયે સહયોગ ચોકડી નજીક દંપતીનું એક્ટિવાને ટ્રક-કન્ટેનરે અડફેટે લેતા કૃપા ભાવસાર ટ્રક-કન્ટેનરના ટાયર નીચે આવી જતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અવે ઘટનાસ્થળે જ કૃપા ભાવસાર નામની યુવતીનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

image source

કરૂણતો જુઓ કે પિતાના જન્મદિવસે જ દીકરીએ જીવ ગુમાવ્યો. પપ્પાની અને પિરવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. પત્નીનું મોત થતાં નવ દંપતિ નંદવાયું હતું. યુવતીના પતિને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ટ્રક-કન્ટેનર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. કૃપા ભાવસારનું એક વર્ષ અગાઉ બાલાસિનોરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નસંસારના સુખી ભાગરૂપે કૃપાને ચાર મહિનાનો ગર્ભ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ હતી. જ્યારે આ વાત બહાર આવી ત્યારે તો પરિવારમાં અને આમ જનતામાં પણ ભારે દુખની લાગણી અનુભવાઈ હતી.

image source

જો આગળની વાત કરવામાં આવે તો અકસ્માતની ઘટનાના પગલે ભાવસાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી યુવતીના પરિવારજનોએ ભારે રૉક્કોકળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી સહયોગ બાયપાસ ચોકડી પર અકસ્માતમાં યુવતિનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને સર્કલ બનાવવાની ઉગ્ર માંગ કરી હતી અકસ્માતની ઘટનાના પગલે પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતીની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પણ જો વાત કરીએ તો સામાન્ય રીતે જોવા જઈએ તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી પસાર થતા ભાર વાહક વાહનચાલકો માટે ટ્રાફિકમાં નડતરરૂપ ના થાય અને અકસ્માત નિવારણ માટે શહેરની બહાર બાયપાસ રોડ બનાવ્યો છે.

image source

પરંતુ એમાં પણ બાયપાસ રોડ પર શહેરમાં પ્રવેશતા બે મુખ્ય માર્ગ માલપુર રોડ અને મેઘરજ રોડ પસારથતો હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓ સર્જાવાની સાથે કેટલાય નિર્દોષ વાહનચાલકો જીવ ઘુમાવવો પડ્યો છે. મોડાસાના નગરજનો દ્વારા વારંવાર જવાબદાર તંત્ર આગળ સર્કલ બનાવવાની માંગ સાથે અનેકવાર રોડ પર ચક્કાજામ કરવામાં આવવા છતાં સર્કલ બનાવવામાં જવાબદાર તંત્રની આડોડાઈ ના પગલે વારંવાર અકસ્માતમાં અનેક નિર્દોષ વાહનચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત