પિતામહના પ્રવચન અંગે કહ્યું, ત્યારે તેમનો આ આદર્શ ક્યાં જતો રહ્યો હતો જયારે ભરી સભામાં ચીર હરણ થઇ રહ્યું હતું.

સ્ત્રીના કટાક્ષ કેટલા ગંભીર હોય છે અને કેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે તે જાણવા એકવાર મહાભારતની આખી કથા વાંચવી, સાંભળવી કે જોવી જોઇએ… મહાભારતની શરૂઆત પણ એક સ્ત્રીના કટાક્ષથી થઇ હતી.. અને અંતમાં પણ જ્યારે દુઃખની ઘડી હતી ત્યારે પણ તે જ સ્ત્રીનો કટાક્ષ અનેક લોકોની લાગણીઓનુ છેદન કરી ગયો.. અને તે સ્ત્રી એટલે બીજું કોઇ નહીં પરંતુ પાંચેય પાંડવોની પત્ની પાંડચાલી એટલે કે દ્રોપદી

image soucre

મહાભારતનું યુદ્ધ ધર્મની રક્ષા માટે થયું હતું. મહાભારત માં તમામ એવી ઘટનાઓ નું વર્ણન છે જે આપણને આશ્ચર્ય ચકિત કરી દે છે. એવી જ એક ઘટના આજે અમે જણાવીશું.

મહાભારત ના યુદ્ધ માં અર્જુને ભીષ્મ પિતામહ ના આખા શરીર પર બાણ થી છલની કરી દીધી હતી. તેઓ બાણો ની શૈયા પર અસહનીય પીડા ને ભોગવી રહ્યા હતા. સૂર્યના ઉત્તરાયણ નક્ષત્ર માં જવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા,

જેથી તેઓ પોતાના શરીર નો ત્યાગકરી મોક્ષ પ્રાપ્ત કરી શકે. મહાભારતના યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન કૃષ્ણ અને પાંડવો સહીત દરેક બચેલા યોધ્ધાઓ દરરોજ તેમની પાસે જઈ પ્રવચન સાંભળતા.

image socure

એકવાર પાંડવો ની સાથે દ્રોપદી પણ ત્યાં પહોચી અને તેમણે જોઈ ને જોર જોર થી હસવા લાગી. ભીષ્મ દરેક ના આદરણીય હતા તેથી પાંડવો અને બાકી વધેલા યોધ્ધાઓ ને આ બિલકુલ પણ પસંદ ના આવ્યું પાંડવો એ દ્રોપદી પાસે તેના આ વ્યવહાર નું કારણ જાણવા માંગ્યું.

દ્રૌપદીએ ક્રોધ માં દરેકને જણાવ્યું કે આ પિતામહ જે અહી ઉપસ્થિત દરેક લોકો ને પ્રવચન આપી રહ્યા છે, ત્યારે તેમનો આ આદર્શ ક્યાં જતો રહ્યો હતો જયારે મારી ભરી સભામાં ચીર હરણ થઇ રહ્યું હતું. એ સમયે આ મૌન થઈને તમાશો જોઈં રહ્યા હતા.

તેથી ભીષ્મ એ દુખી થઇ ને કહ્યું કે દ્રોપદી ની ક્ષમા માંગી અને કહ્યું કે મે કૌરવો નું અન્ન ગ્રહણ કર્યું છે તેથી એ સમયે મારી મતી ભ્રષ્ટ થઇ ગઈ હતી. હું એ સમયે ઉચિત અને અનુચિત માં તફાવત ના કરી શક્યો.

image soucre

જો કે મહાભારતની શરૂઆત પણ દ્રોપદીના કટાક્ષના કારણે જ થઇ હતી.. દુર્યોધન જ્યારે એક મહેલમાં પ્રવેશ કરે છે.. ત્યારે તેને પાણી નથી દેખાતું અને પાણીમાં પડે છે… ત્યારે પણ આ જ દ્રોપદીએ અટહાસ્ય કરીને કટાક્ષમાં કહ્યું હતુ કે અંધનો પુત્ર અંધ અને બસ આ જ વાતનુ વેર લેવા માટે પહેલા ભરી સભામાં ચીર હરણ થયું.. અને પછી મહાભારતનુ યુધ્ધ, અને મહાભારતના યુધ્ધના અંતમાં પણ દ્રોપદીએ બાણોની શૈયા પર મૃત્યુની રાહ જોતા સૌના આદરણીય ભીષ્મ પિતામહને કટાક્ષ કરીને કહ્યું કે તમારા આદર્શ તે વખતે ક્યાં ગયા હતા જ્યારે ભરી સભામાં મારૂ ચીર હરણ થઇ રહ્યુ હતુ.