જે પિતાને સાયકલ પર બેસાડી હજારો કિલોમીટર ચલાવી સાયકલ તેને ગુમાવ્યા જ્યોતિએ

બિહારના દરભંગાની સાયકલ ગર્લ જ્યોતિ પાસવાનના પિતા મોહન પાસવાનનું નિધન થયું છે. જાણવા મળ્યાનુસાર તેમનું નિધન હાર્ટ એટેકથી થયું છે. હાર્ટ એટેક આવવાના કારણે આજે સવારે મોહન પાસવાનનું મોત થયું હતું. જ્યોતિ પાસવાન ગત વર્ષે કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં ચર્ચામાં આવી હતી. લોકડાઉનના સમયમાં તે પોતાના પિતાને સાયકલ પર બેસાડી અને ગુડગાંવથી દરભંગા સુધી લાવી હતી.

આ ઘટના બાદ તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી. તે સમય દરમિયાન જ્યોતિને અનેક લોકોએ અને સરકારે બિરદાવી હતી. ત્યારથી તે દેશભરમાં સાયકલ ગર્લ તરીકે ફેમસ થઈ હતી. જ્યોતિના પરીવારે તેના પિતાનું મોત થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે કડક લોકડાઉન હતું તે દરમિયાન બધું જ બંધ હતું. લાખો લોકો એવા હતા જેણે પોતાના વતન જવા પગપાળા પ્રવાસ શરુ કરી દીધો હતો. નોકરી ધંધા છૂટી જતા પ્રવાસી શ્રમિકોને હિજરત કરવાનો વારો આવ્યો હતો. આવામાંથી એક જ્યોતિ પણ હતી. દરભંગા જિલ્લાના સિંહવાડા પ્રખંડના સિરહુલ્લી ગામની 13 વર્ષની જ્યોતિ લોકડાઉન દરમિયાન પોતાના પિતા મોહન પાસવાનને સાયકલ પર બેસાડી અને ગુડગાંવથી દરભંગા પહોંચી હતી. 13 વર્ષની જ્યોતિએ આ સફર 8 દિવસમાં પુરો કર્યો હતો.

આજે જાણવા મળ્યાનુસાર જે પિતાને જ્યોતિ દરભંગા સાયકલ પર બેસાડી લાવી હતી તેનું આજે નિધન થયું છે. જ્યોતિના પિતા મોહન પાસવાનના કાકાનું મોત 10 દિવસ પહેલા થયું હતું. તેમના શ્રાદ્ધ કર્મ માટે ભોજન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પરીવારના લોકો ચર્ચા કરવા માટે બેઠા હતા. તે દરમિયાન અચાનક મોહન પાસવાન ઊભા થયા અને લથડી પડ્યા હતા. તેમના પરીજનોનું કહેવું છે કે મોહન પાસવાનને તીવ્ર હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતું.

દિલ્હી એનસીઆરમાં મોહન પાસવાન ઓટો ચલાવી પોતાનું અને પરીવારનું ભરણપોષણ કરતો હતો. જાન્યુઆરી 2020માં તેનો અકસ્માત થયો હતો. પછીથી જ્યોતિ જ તેના પિતાની દેખભાળ કરતી હતી. ત્યારબાદ દેશભરમાં લોકડાઉન લાગી ગયું. પોતાના વતન જવા માટે જ્યોતિએ 400 રૂપિયામાં સાયકલ ખરીદી અને પોતાના પિતાને તેના પર બેસાડી દરભંગા પરત ફરી હતી.

જ્યોતિએ પોતાના પિતા મોહનને પાછળ બેસાડી સાયકલ પર 8 દિવસમાં 1300 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. 1300 કિલોમીટરનો પ્રવાસ કર્યા બાદ તે દરભંગા પહોંચી હતી. આ ઘટના એક ટ્વીટ બાદ પ્રકાશમાં આવી અને જ્યોતિ દેશવિદેશમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની દીકરીએ પણ જ્યોતિના વખાણ કર્યા હતા. ઈવાંકા ટ્રંપએ કહ્યું હતું કે આ પ્રકારનું સાહસિક કાર્ય ભારતની દીકરી જ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!