Site icon News Gujarat

પિતા પાસે બચ્યા હતા ફક્ત 6 મહિના, દીકરાએ પોતાનું લીવર આપીને આપ્યું જીવનદાન

પરિવાર જ બધું છે. આ માનવું છે આ દીકરાનું, જેણે પોતાના બીમાર પિતાને નવું જીવન આપીને એક મિસાલ કાયમ કરી છે. વાત જાણે એમ છે કે આ યુવાનના પિતાનું લીવર ખરાબ થઈ ગયું હતું. ડોક્ટરે કહ્યું કે તેમની પાસે વધારે સમય નથી. લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે. ડોનરની ખૂબ જરૂર હતી. પછી શું… દીકરાએ તેના લિવરનો 65 ટકા ભાગ તેના પિતાને દાન કરીને દરેકનું દિલ જીતી લીધું છે! આ વાર્તા ઇન્સ્ટાગ્રામ પર ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ પેજ દ્વારા શેર કરવામાં આવી છે, જેને વાંચ્યા બાદ ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ.

image socure

જ્યારે મને ખબર પડી કે પપ્પાનું લીવર ખરાબ છે, ત્યારે મને આશ્ચર્ય થયું! તેમણે ક્યારેય સિગારેટ અને દારૂને સ્પર્શ પણ કર્યો ન હતો. જ્યારે ડોક્ટરે કહ્યું કે, ‘ડોનર વિના, તેની પાસે માત્ર 6 મહિના બાકી છે.’ તો હું ખુદને લાચાર મહેસુસ કરવા લાગ્યો. પાપાએ મને કહ્યું, ‘હું મરવા નથી માંગતો. હું તને સ્નાતક થતો જોવા માંગુ છું.

image soucre

ઘરનો માહોલ બદલાઈ ગયો હતો. ખુશીઓ જાણે જતી રહી હતી અને ઉદાસીએ અમને ઘેરી લીધા હતા. એ દરમિયાન કોવિડની બીજી લહેર આવી, જેમાં હું સંક્રમિત થઈ ગયો! જ્યારે હું આઇસોલેશનમાં હતો ત્યારે હું ખૂબ રડ્યો હતો. કારણ કે મારા પિતાને મારી જરૂર હતી અને હું તેમની સાથે નહોતો. જો કે, હું પપ્પાને ખુશ (સકારાત્મક) રાખવા લુડોમાં તેમની સામે હારી જતો અને વિડીયો કોલ કરતો. અમે એકબીજાને આશા આપી રહ્યા હતા કે અમે આમાંથી બહાર આવી જઈશું

image socure

પણ મારા સ્વસ્થ થયા પછી, પપ્પાને વાયરસની ઝપેટમાં આવી ગયા ! તેમને નિયમિતપણે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા એટલે હું તેમની નજીક બેસીને મારી પરીક્ષાની તૈયારી કરતો. હું તેમને આમ ઝુઝતા વધુ નહોતો જોઈ શકતો ! તેથી મેં મારા પરિવારને કહ્યું, ‘હું તેમને બચાવવા જઈ રહ્યો છું. હું તેમને મારું લીવર ડોનેટ કરીશ

સદભાગ્યે, મારું લીવર મેચ થયું, પણ તે ફેટી હતું. મારે મારા લિવરનો 65 ટકા હિસ્સો તેને દાનમાં આપવાનો હતો. એટલા માટે મેં કસરત કરી અને ખાવા -પીવાની ખાસ કાળજી લીધી. થોડા ટેસ્ટ પછી, મને કહેવામાં આવ્યું કે હું સર્જરી માટે ફિટ છું! મને રાહત થઈ, પણ પપ્પા રડી પડ્યા. તેમણે મને કહ્યું, જો તને આગળ જતાં કોમ્પ્લિકેશન આવશે તો શું થશે? હું મારી જાતને માફ નહિ કરી શકું! પણ મેં તેમને કહ્યું, તમાંરી લડાઈ મારી પણ છે. આપણે હારવાના નથી!

image socure

અમે અમારી બચતમાંથી 20 લાખ સર્જરી પર લગાવી દીધા. માતાએ રડતા રડતા ભારે હૈયે કહ્યું – મારી લાઈફલાઈન સર્જરી માટે જઈ રહી છે. એ જાણીને કે અમે અમારો જીવ ગુમાવી શકીએ છીએ… પપ્પા અને હું ચિંતિત હતા. પણ પપ્પાએ મજાકમાં કહ્યું, ‘જ્યારે આ બધું સમાપ્ત થઈ જશે ત્યારે હું તને લુડોમાં હરાવીશ!’ તેમની વિચારસરણીએ મને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી અને મેં મારી પરીક્ષા પાસ કરી!

અને અમારી સર્જરીના બે દિવસ પહેલા હું ગ્રેજ્યુએટ થયો! પાપાએ કહ્યું, મને ડર હતો કે હું આ દિવસ નહિ જોઈ શકું. તે મને વિશ્વનો સૌથી સુખી પિતા બનાવ્યો! હવે આપણે વધુ એક ટેસ્ટ પાસ કરવાનો હતો અને હું પ્રાર્થના કરી રહ્યો હતો કે સર્જરી સરળતાથી થઈ જાય. જ્યારે હું સર્જરી પછી જાગી ગયો, ત્યારે ડોકટર મને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, તમે તમારા પિતાને બચાવ્યા! મારી આંખોમા ખુશીના આંસુ આવી ગયા

image soucre

જ્યારે પપ્પા અને મેં એકબીજાના જખમ તરફ જોયું, ત્યારે તેમણે કહ્યું, ‘અમે સાથે મળીને આ લડાઈ લડી અને જીત્યા! મહિનાઓથી અમને જે ટેન્શન લાગ્યું હતું તે ચાલ્યું ગયું! અને હા, સાજા થવાની સફર મજેદાર હતી. અમે સાથે વ્હીલચેર ચલાવવાનું શીખ્યા અને લુડો રમવામાં ઘણો સમય પસાર કર્યો. આજે, અમે બંને ફિટ છીએ. જો આ અનુભવે આપણને કંઇ શીખવ્યું હોય, તો તે એ છે કે જીવન અનિશ્ચિત છે, અને કુટુંબ જ બધું છે

Exit mobile version