ઓનલાઈન પિઝ્ઝાની હોમ ડીલીવરી કરાવતા પહેલા થઈ જાવ સાવધાન, અમદાવાદ શહેરમાં પિઝ્ઝા ડીલીવરી બોય દ્વારા લિફ્ટમાં કરવામાં આવ્યું ચોકાવનારું કૃત્ય.
-ઇન્ટરનેશનલ ફૂડ ચેઈન કંપનીમાં કામ કરી રહેલ કર્મચારી દ્વારા કરવામાં આવેલ સાવ ઓછી હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ જે સામે આવતા હોબાળો મચી ગયો છે. ડોમિનોઝ ફૂડ ચેઈનના પિઝ્ઝા ખાઈ રહેલ શોખીનો ખુબ જ સ્વાદ લઈને પિઝ્ઝા આરોગે છે જે વાંચીને આપના પણ હોશ ઉડી જશે.
- -પિઝ્ઝા ડીલીવરી બોય દ્વારા લિફ્ટમાં લઘુશંકા કરવામાં આવી.
- -એવા જ હાથથી પિઝ્ઝાની હોમ ડીલીવરી પણ કરી દીધી.
- -લિફ્ટમાં પિઝ્ઝા ડીલીવરી બોય પેશાબ કરી રહેલ હોવાનો વિડીયો વાયરલ થયો.
ખાવાના શોખીન વ્યક્તિઓ અને ખાસ પિઝ્ઝા લવર્સ માટે આંખ ઉઘાડનારો બનાવ સામે આવ્યો છે. બ્રાન્ડેડ ફૂડ ચેઈન અને ઇન્ટરનેશનલ બ્રાંડની ફૂડ ચેઈનનું ફૂડ ખાવાના શોખીનો માટે આ બનાવ લાલબત્તી સમાન જેવો સામે આવ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ટેમ્પરેચર માપવાથી લઈને સેનેટાઈઝેશન સુધીની મોટી વાતો કરી રહેલ ઇન્ટરનેશનલ ફૂડ ચેઈન અને ફૂડ સપ્લાઈ કરી રહેલ ઓનલાઈન એપ દ્વારા પણ આના વિષે એકવાર ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત ઉભી થઈ છે.
આવું એટલા માટે કેમ કે, આવી જ કેટલીક ઇન્ટરનેશનલ ફૂડ ચેઈન ધરાવતી કંપનીઓના અને ઓનલાઈન ફૂડ સપ્લાઈ કરી રહેલ એપના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. આવું એટલા માટે કેમ કે, આવી કંપનીના ફૂડ ડીલીવરી કરી રહેલ ડીલીવરી બોય વોશ્રુમમાં જઈને હાથ ધોવાની પણ જરૂરિયાત સમજતા નથી. એટલા માટે તેઓ પેશાબ કર્યા પછી હાથ ધોવાનું પણ જરૂરી સમજતા નથી.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ડોમિનોઝ ચેઈનના પિઝ્ઝા ડીલીવરી બોય દ્વારા લિફ્ટનો ઉપયોગ વોશરૂમ તરીકે કરવામાં આવ્યો છે. પિઝ્ઝાની ડીલીવરી કરવા જતા સમયે જ ડીલીવરી બોયએ લિફ્ટમાં જ પેશાબ કરી લીધી હતી. આ ડીલીવરી બોય લિફ્ટમાં પેશાબ કરીને નથી અટકતો પેશાબ કર્યા પછી એવા જ હાથથી પિઝ્ઝાની ડીલીવરી પણ કરી દેવામાં આવી હતી.
કોણ હતી એ વ્યક્તિ?
ડોમિનોઝ ફૂડ ચેઈનના ડીલીવરી બોય જેનું નામ દીપક છે. જેણે લિફ્ટમાં પેશાબ કરી લીધી હતી. ડીલીવરી બોય દીપકને ફર્સ્ટ ફ્લોર પર જ ડીલીવરી કરવા જવાનું હતું તેમ છતાં પણ દીપક લિફ્ટનો ઉપયોગ કરતા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.
આ ડીલીવરી બોય દીપકને ચાંદખેડા વિસ્તારમાં આવેલ 4D સ્ક્વેર મોલમાં આવેલ ડોમિનોઝ સ્ટોર પરથી પિઝ્ઝાની ડીલીવરી કરવા માટે આવ્યો હતો. ત્યારે આ બાબતે ડોમિનોઝ સ્ટોરના માલિકને જાણ કરવામાં આવતા માલિક દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત