જો તમને પણ આ જગ્યા પર ચંપલ કાઢવાની આદત હોય તો આજે જ બદલી નાખજો કારણકે…

આપણે ઘરમાં આવતા જ ઉતાવળમાં પોતાના પગમાં પહેરેલ જૂતાં- ચપ્પલને ઘરમાં ક્યાંય પણ ફેકી દઈએ છીએ. જયારે તેને યોગ્ય દિશામાં નહી મુકવાના કારણે આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરી દે છે. એના કારણથી આપના કોઈ પણ કામ પૂર્ણ નથી થતા અને આપને ધનના અભાવનો પણ સામનો કરવો પડી શકે છે.

image source

વાસ્તુ વિજ્ઞાનમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચાર મૂળ દિશાઓ છે. આ ચાર દિશાઓ સિવાય છ અન્ય દિશાઓ પણ છે.: વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ, ઈશાન, આકાશ અને પાતાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દરેક વસ્તુને મુકવા માટે એક નિશ્ચિત જગ્યા જણાવવામાં આવી છે. જો વ્યક્તિ આ દિશાઓનું ધ્યાન રાખીને પોતાના ઘર અને દુકાનને સજાવે છે તો તે વ્યક્તિ કેટલાક પ્રકારની મુશ્કેલીઓથી બચી શકે છે.

image source

આજના ફેશનના સમયમાં દરેક વ્યક્તિ સ્ટાઈલીશ બનવા ઈચ્છે છે જેના માટે તેઓ કપડા તો સ્ટાઈલીશ પહેરે જ છે સાથે જ આ કપડાઓની સાથે મેચિંગ જૂતાં પણ પહેરે છે. કેમ કે, મોટાભાગે કહેવામાં આવે છે કે, સામે વાળી વ્યક્તિએ પહેરેલ જૂતાં ચપ્પલથી જ તેના સ્ટેટ્સની ખબર પડે છે. પરંતુ શું આપ જાણો છો કે, આ જૂતાં ચપ્પલને યોગ્ય રીતે મુકવામાં નથી આવતા તો આપની સાથે કઈક ખોટું થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ જૂતાં ચપ્પલને યોગ્ય દિશા અને સ્થાન પર ના રાખવાથી નકારાત્મક પ્રભાવ પાડે છે.

image source

વાસ્તુ શાસ્ત્ર મુજબ શુ રેક કે શુ કેબિનેટ આપણા ઘરના ફર્નિચરનો એક મહત્વનો ભાગ બની ગયો છે આજે અમે આપણ શુ રેક રાખવા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ નિયમો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

એટલા માટે જયારે પણ આપ જૂતાં ચપ્પલ ઉતારો છો તો જૂતાં ચપ્પલને ક્યારેય પણ ઘરની પૂર્વ દિશા કે પછી ઉત્તર દિશામાં ઉતારવા જોઈએ નહી. જયારે આપ ઘરમાં માટીવાળા જૂતાં લઈને આવો છો અને ઉત્તર દિશામાં ઉતારીને ચાલ્યા જાવ છો તો આપના ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થવા લાગે છે.

image source

આ વાતને તો આપણે બધા જાણીએ જ છીએ કે, જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તેવા ઘરમાં ધનની દેવી લક્ષ્મી પણ પ્રવેશ કરતી નથી. આવામાં આપ ઈચ્છો એટલી મહેનત કરી લો હાથમાં આવેલ પૈસા પણ ચાલ્યા જાય છે અને આપને દુઃખ અને તકલીફ સિવાય કઈજ મળતું નથી.

એટલા માટે આપે ક્યારેય પણ પોતાના ગંદા જૂતાં ચપ્પલને ઘરની ઉત્તર દિશામાં ઉતારવા જોઈએ નહી. ઉપરાંત આપે જૂતાં ચપ્પલને દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશમાં જ રાખવા જોઈએ.

Source : webduniya

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત