બાપ રે! લેન્ડિગ થવાના 20 મિનિટ પહેલા જ હવામાં ગાયબ થઈ ગયું વિમાન

વિશ્વભરમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેના પર વિશ્વાસ કરી શકાય નહીં. આ આકસ્મિક ઘટનાઓ આજે પણ મનુષ્ય માટે રહસ્ય બની રહી છે. વર્ષ 2016માં આવી જ એક ઘટના સામે આવી હતી. જ્યારે ઇજિપ્ત એરલાઇન્સનું એક વિમાન આકાશમાં ગાયબ થઈ ગયું. આ વિમાન ઉતરવાનું હતું અને તેના વીસ મિનિટ પહેલાં જ ગાયબ થઈ ગયું. જે આજદિન સુધી મળ્યું નથી. તમને જણાવી દઇએ કે ઇજિપ્ત એરલાઇન્સનું વિમાન એરબસ -320એ ઇજિપ્તના કૈરો એરપોર્ટ પર ઉડાન ભરી હતી, જે વિશ્વના આધુનિક એરપોર્ટમાં શામેલ છે.

image source

આ વિમાનમાં કુલ 66 મુસાફરો સવાર હતા. પરંતુ આ વિમાન ઉતરતા પહેલા આકાશમાં ગાયબ થઈ ગયું હતું. આ રહસ્યમય ઘટનાના આટલા વર્ષો વિતી ગયા છતા પણ આ વિમાનનો કોઈ પત્તો મળ્યો નથી. ન તો વિમાનનો કાટમાળ મળ્યો ન તો કોઈ મુસાફરનો મૃતદેહ મળ્યો. ઇજિપ્ત એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન એરબસ -320, 18 મે, 2016ના રોજ પેરિસથી ઇજિપ્તના કૈરો શહેર માટે રવાના થયું હતુ. આ મુસાફરીમાં વિમાનને ચાર કલાકનો સમય લાગત, પરંતુ ત્રણ કલાક અને 40 મિનિટની ફ્લાઇટ બાદ આ વિમાન અચાનક ગાયબ થઈ ગયું.

image source

ઉતરાણના માત્ર વીસ મિનિટ પહેલાં જ વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો ફરીથી સંપર્ક કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયા. અંતે એવો અંદોજો લગાવવામાં આવ્યો કે વિમાનને આતંકવાદીઓને હાઇજેક કરી લીધુ હશે. જો કે, આના કોઈ સંકેતો ન મળ્યા. આ પછી, ફરીથી એવું માનવામાં આવતું હતું કે વિમાન ક્યાંક ક્રેશ થયું હશે. આ અંગે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઘણા મહિનાઓ સુધી અને ઘણા દેશોમાં વિમાનની શોધ ચાલુ રહી, પણ કશું હાથમાં ન લાગ્યું.

આ વિમાન ગાયબ થવાને કારણે બંને દેશોના એરપોર્ટ પર વાતચીત શરૂ થઈ હતી. તે પછી ટૂંક સમયમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્સોઇસ ઓલાંદનું નિવેદન બહાર આવે છે કે, ગુમ થયેલ એરબસને સુરક્ષિત મેળવવાની કોઈ આશા નથી. આ અદ્રશ્ય થયેલા વિમાન વિશે કોઈ સિદ્ધાંત નકારી શકાય નહીં. તે એક પ્રકારની આતંકવાદી કાર્યવાહી અથવા અકસ્માત પણ હોઈ શકે છે. તે પછી આજદિન સુધી આ વિમાનની કોઈ ભાળ મળી નથી.

image source

આ વિમાનમાં કુલ 66 લોકો સવાર હતા, જેમાં 56 મુસાફરો અને 10 ક્રૂના સભ્યો હતા. આ જહાજ 20 મિનિટમાં જ તેના ગંતવ્ય સ્થળ પર પહોંચવાનું હતું, પરંતુ, તે અચાનક રડારની બહાર નીકળી ગયુ. આ પછી, આ વિમાન સાથે સંપર્ક કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ બધા નિષ્ફળ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!