અમરેલી પોલીસે લોકોના ઘરે જઈને વસૂલ્યો લાખોનો દંડ, ટ્રાફિક મેમો નહીં ભરવા વાળાની ખેર નથી

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જે લોકો ઈમેમો નથી ભરી રહ્યા પોલીસ તેના ઘરે જઈને તેની વસૂલાત કરી રહી છે. આ મામલે એક મોટી જાણકારી સામે આવી છે, અમરેલીમાં પોલીસ દ્વારા આવી રીતે લોકોના ઘરે જઈ જઈને દંડની રકમ વસૂલવામાં આવી છે.

image source

અમરેલી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ લોકો વિરુદ્ઘમાં આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આવા લોકોને શોધી શોધીને 11 લાખ રુપિયાની રકમની વસૂલાત કરી છે.

આ માચે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં તેમની પાસે જે લોકોના ડેટા આવ્યા હોય કે જેમના દંડ ભરવાના બાકી નીકળતા હતા, તેમના સરનામાં પર જઈ જઈને તપાસ કરીને આવા લોકોને ઝડપવામાં આવ્યા. આવા સરનામાંના જ આધારે પોલીસ એક જ મહિનામાં આવા 3110 લોકોના ઘરે જઈ પહોંચી હતી, અને 11 લાખ 5 હજાર 100 રુપિયા જેવી માતબર રકમની વસૂલાત કરી હતી.

image source

આ મામલે જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે આ લોકો કે જે ઓનલાઈન માધ્યમથી પણ આ દંડની રકમ ભરી શકે છે, ખાસ કરીને અમરેલી શહેરમાં સીટી પોલીસ સ્ટેશન અથવા ચિતલ રોડ પરના કમાન્ડ સેન્ટર અને નહીં તો સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં જઈને પણ આ રકમ ભરી શકે છે.

image source

જો વાહન માલિકોને ઈ ચલણ ઈશ્યુ થયું છે, તેમ છતાં પણ આ રકમ જો તેઓ નહીં ભરે તો આગામી દિવસોમાં પોલીસ દ્વારા તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

image source

મોટાભાગના લોકો સામાન્ય રીતે આવા પ્રકારના ઈ મેમોના દંડને ઘોળી પી જવાનું વિચારે છે, કેમ કે આમાં તેમને એવું લાગે છે કે અહીં કોઈ વસૂલવા વાળું નથી તો શું ફરક પડે છે, પણ તેમને સમજવું જોઈએ કે પોલીસને પણ તમારો ડેટા મળી જાય છે, તેમની પાસે તમારા સરનામાં અને અન્ય વિગતો હોય છે. તેથી જો સમયસર દંડ નહીં ભરો, તો પોલીસ આવીને વસૂલ કરી શકે છે, લાયસન્સ પણ રદ થઈ શકે છે અને નહીં તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.