PM મોદીના આગમનની તૈયારી વચ્ચે સી-પ્લેને માલદિવ્સથી ભરી ઉડાન, વીડિયોમાં જુઓ અનોખો નજારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત માદરે વતન ગુજરાત આવી રહ્યા છે અને તૈયારી પણ જોરોશોરોથી ચાલી રહી છે. 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખામે પીએમ મોદી આસે અને કેવડિયા- સાબરમતી રિવરફ્રન્ટના સી-પ્લેન રૂટની શરૂઆત કરવાના છે. જેને લઇને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો કેવડિયામાં સી-પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે તળાવ નંબર 3 પાસે વોટર એરોડ્રામનું કાણ પૂર્ણતાને આરે છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટૂંકમા હવે કેવડિયા આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનવા જઈ રહ્યું છે.

image source

આ બધી જ તૈયારીઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે અને જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. માલદિવ્સથી સી-પ્લેને કેવિડયા આવવા માટે ઉડાન ભરી છે. જેનો વીડિયો ટ્વિટ મારફતે ડો. રાજીવકુમાર ગુપ્તાએ કરી છે. ડો. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, કેવડિયા આવવા માટે સી-પ્લેન માલદિવ્સના માલેથી ટેકઓફ થયું છે. રેગ્યુલર સી પ્લેન સર્વિસ દિવસમાં 4 વખત સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુઓફ યુનિટીને જોડશે. આ યોજનાથી કેવડિયા ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનશે.

image source

ઉલ્લેખનીય છે કે દાણીલીમડાથી જમાલપુર વચ્ચેની નદીમાં ગુજરાતનું સૌ પ્રથમ સી પ્લેન લેન્ડ થવાનું છે. ત્યારે અમદાવાદ સાબરમતી નદીમાં સી પ્લેન ઉતારવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ માટે એર ટ્રાફિક કંટ્રોલના ટેસ્ટિંગની સાથે ઇન્ટરનેશનલ સ્તરના સી એરપોર્ટની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનથી કેવડિયા જવાના છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ નદીમાં તેમજ વોટર એરોડ્રામ પર હાલ થ્રિ લેયર સિક્યુરિટી છે તેમજ આખરી તબક્કામાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે એન.એસ.જી લેવલની સિક્યુરિટી ચાર્જ લેશે. તેમજ નર્મદા ડેમના તળાવ નંબર 3 પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી લગભગ હવે પૂડોર્ણ થઈ ગઈ છે.

ત્યાનાં માહોલની વધારે વાત કરીએ તો ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં જે ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી જે બનવાની છે જે 24 મીટર બાય 9 મીટરની છે જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે.

image source

જેની કેપેસિટી 65 ટનનો ભાર લઈ શકે છે સાથે તળાવના 3 કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે. હાલ જેટી તેમજ વોટર એરોડ્રામનું કામ હવે પૂર્ણતાને આરે છે અને હવે એક બે દિવસમાં સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે.

image source

ઉલ્લેખનીય છે કે આ માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત