Site icon News Gujarat

મોદીના આઝાદ દોસ્તની વિદાય: રાજ્યસભામાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં મોદી ભાવુક થયા, આંસુ લૂછ્યા અને પછી ઘ્રુજતા શબ્દોમાં કહ્યું- આઝાદને….

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને સાચો મિત્ર કહી રાજ્યસભામાં ભાવુક થઈ ગયા પીએમ નરેન્દ્ર મોદી.

સંસદનું બજેટ સત્ર ચાલે છે. સત્રના પહેલું ચરણ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે એટલે કે મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પણ આભાર પ્રસ્તાવ અને બજેટ પર ચર્ચા કરવામાં આવશે. થોડી વાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એક નાનું ભાષણ આપ્યું. એ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે અને એમની સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો યાદ કરીને પ્રધાનમંત્રી ભાવુક થઈ ગયા.

image source

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ” ગુલામ નબીજી જ્યારે મુખ્યમંત્રી હતા તો હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમે એકબીજાની ઘણી નજીક હતા. એકવાર ગુજરાતના કેટલાક યાત્રીઓ પર આતંકવાદીએ હુમલો કરી દીધો હતો, જેમાં 8 લોકો માર્યા ગયા. સૌથી પહેલાં ગુલામ નબીજીનો મને ફોન આવ્યો. એમના આંસુ રોકાઈ નહોતા રહ્યા એ સમયે પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી હતા. મેં એમને કહ્યું કે જો મૃતકના શરીરને લાવવા માટે સેનાનું વિમાન મળી જાય તો એમને કહ્યું કે ચિંતા ન કરો, હું કરું છું વ્યવસ્થા.

image source

પીએમ મોદીએ આગળ કહ્યું કે “ગુલામ નબીજી એ રાત્રે એરપોર્ટ પર હતા. એમને મને ફોન કર્યો અને જેમ પોતાના પરિવારના સભ્યની ચિંતા કરીએ એમ જ એ ચિંતા કરી રહ્યા હતા. સત્તા જીવનમાં આવતી રહે છે પણ એને કેવી રીતે પચાવવી એ કોઈ ગુલામજી પાસેથી શીખે મારા માટે એ પળ એકદમ ભાવુક હતી.

બીજા દિવસે સવારે ફોન આવ્યો કે મોદીજી બધું પહોંચી ગયું. એટલે એક મિત્રના રૂપમાં ગુલામ નબીજીનો હું ઘટના અને અનુભવના આધારે આદર કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે એમની સૌમ્યતા, નમ્રતા દેશ માટે કઈપણ કરવાની કામના એમને શાંતિથી બેસવા નહિ દે. દેશ એમના અનુભવથી લાભ મેળવશે.

image source

પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને સાચો મિત્ર જણાવતા કહ્યું કે “મને ચિંતા એ વાતની છે કે ગુલાબ નબીજી પછી જે પણ આ પદને સંભાળશે એમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં ઘણી તકલીફ પડશે કારણ કે ગુલામ નબી જી પોતાના પક્ષની ચિંતા કરતા હતા પણ દેશ અને સદનની પણ એ એટલી જ ચિંતા કરતા હતા. આ કઈ નાની વાત નથી આ એક મોટી વાત છે. વિપક્ષના નેતા હોવાનો મોહ કોઈને પણ હોઈ શકે છે. ગુલામ નબી જીએ પોતાના કામને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે”

image source

પીએમ નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે “શ્રીમાન ગુલામ નબી આઝાદ જી, શ્રીમાન શમશેર સિંહ જી, મીર મોહમ્મદ ફૈયાઝ જી, નાદિર અહમદ જી હું તમે ચાર મહાનુભાવોને આ સદનની શોભા વધારવા માટે, તમારા અનુભવ, તમારા જ્ઞાનનો સદન અને ડેગને લાભ આપવા માટે અને તમે ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે તમે આપેલા યોગદાન બદલ હું આભાર વ્યક્ત કરું છું” આ ચારેય સાંસદોનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version