Site icon News Gujarat

PM મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવતા જણાવ્યું, ‘ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

આજની તા.૧-૫-૨૦૨૦ શુક્રવાર છે. આજના દિવસે વર્ષ ૧૯૬૦માં ગુજરાતને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

image source

દેશને આઝાદી મળી ગઈ ત્યાર પછી દેશમાં સૌથી વધારે અને સતત ૩ વર્ષ, ૭ મહિના અને ૩ દિવસ જેટલા લાંબા સમય સુધી આંદોલન ચલાવીને સંયુક્ત દ્વિભાષી રાજ્ય બૃહદ મુંબઈ માંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યાર પછી મહારાષ્ટ્રની જેમ મહાગુજરાતની રચના કરવામાં આવી હતી.

આ ‘મહાગુજરાત’ શબ્દની પ્રથમ ઓળખ ગુજરાતી સાહિત્યકાર ક.મા.મુનશી (કનૈયાલાલ માણેકલાલ મુનશી) એ વર્ષ ૧૯૩૬માં કરાંચી ખાતે આયોજિત કરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઓળખ આપી હતી.

ગુજરાતના સ્થાપના દીવસ નિમિત્તે દેશના લોકલાડીલા અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસ ભૂલી જાય એવું થવું શક્ય નથી. એટલા માટે આજ દિન સવારે ગુજરાતના સ્થાપના દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ કરતા ગુજરાતની જનતાને શુબ્કામનાઓ આપી છે. પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરતા લખે છે કે, ‘ગુજરાતની જનતા પુરુષાર્થ માટે પ્રસિદ્ધ છે. ગુજરાત સૈદેવ અવનવી સિદ્ધિઓના શિખર સર કરતું રહે.’

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપતા જણાવે છે કે, ‘ગુજરાતની પ્રજાને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના અવસરે ખુબ ખુબ શુભકામનાઓ! ગુજરાતની પ્રજા પોતાના પુરુષાર્થ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતીઓએ દુનિયાના અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાત અવિરતપણે નવી સિદ્ધિઓના ઉંચ્ચ શિખર સર કરતું રહે આવી મારી મનોકામના…. જય જય ગરવી ગુજરાત!

image source

ઉલ્લેખનીય બાબત એ છે કે, ૧ મે, ૧૯૬૦ના દિવસે બે ભાષા બોલવામાં આવતા રાજ્ય બૃહદ મુંબઈ માંથી ભાષાના આધારે બે અલગ રાજ્યોને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો અપવામ આવ્યો હતો. પહેલું રાજ્ય મરાઠી ભાષા બોલનાર જનતા માટે મહારાષ્ટ્ર રાજ્યની અને ગુજરાતી ભાષા બોલનાર જનતા માટે ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. આ બંને રાજ્યોની રચના ‘સ્ટેટ રિઓર્ગેનાઇએશન એક્ટ-૧૯૫૬’ હેઠળ કરવામાં આવી હતી.

image source

એક ખાસ વાત એ છે કે, ભારત દેશમાં પહેલી વાર જનતા કર્ફ્યું ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે શરુ કરવામાં આવેલ ‘મહાગુજરાત આંદોલન’ હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું. પ્રથમ જનતા કર્ફ્યું ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ તે સમયે બૃહદ મુંબઈના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેમણે અમદાવાદના લાલદરવાજા નજીક ભદ્ર કિલ્લામાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની વિરોધમાં ઇન્દુચાચા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય કેટલાક સાથીઓએ જનતા કર્ફ્યુંની ઘોષણા કરી હતી.

Exit mobile version