પીએમ મોદીનો સંદેશ.. આત્મનિર્ભર ભારત અભિયાન માટે ૨૦ લાખ કરોડનું પેકેજ

ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રાષ્ટ્રની સામાન્ય જનતાને સંબોધન કરી રહ્યા છે આવનાર પાંચ દિવસમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાના આરે છે. એટલે આજે આખા દેશની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર નજર મંડાયેલી છે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ દેશના બધા રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તેમના સલાહ- સૂચન લોકડાઉનને આગળ કેવી રીતે વધારવું તેના વિષે નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને તેઓ પોતાના રાજ્યમાં હાલની પરિસ્થિતિ જાણીને પોતાના રાજ્યમાં કેવા પ્રકારનું લોકડાઉન લાગુ કરી શકાય જેથી કરીને કોરોના વાયરસ સામેની લડતમાં વધારે સહયોગ મળે અને અસરકારકતા વધારી શકાય. ઉપરાંત ભારતના ૭ રાજ્યોએ પોતાના રાજ્યમાં લોકડાઉન વધારવાની માંગ કરી દીધી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, હિમાચલ અને આસામ રાજ્ય સામેલ છે. તેમજ ગુજરાત રાજ્ય માટે ફક્ત કન્ટેન્ટમેન્ટ વિસ્તારો પુરતું જ લોકડાઉનને મર્યાદિત કરી દેવામાં આવે. આવી માંગ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન કરતા જણાવે છે કે, ભારતએ બધા જ ક્ષેત્રોમાં જીત મેળવી છે. તેમજ ભારતના ઈતિહાસને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે, ભારત હંમેશાથી શાંતિ તરફ અને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગળ વધતું રહ્યું છે અને દરેક ક્ષેત્રોમાં સફળતા મેળવતું આવ્યું છે.

આ સંબોધનમાં નરેન્દ્ર મોદી એક મહત્વપૂર્ણ આર્થિક ઘોષણા કરતા જણાવ્યું છે કે, ભારતની જીડીપીના ૧૦ ટકા જેટલી એટલે કે ૨૦ લાખ કરોડ જેટલા આર્થિક પેકેજની સહાયની જાહેરાત કરી છે. તેમજ આ આર્થિક પેકેજની મદદથી દેશના ખેડૂત વર્ગ, મધ્યમ વર્ગ, નાના મોટા ઉદ્યોગોની મદદ કરવા માટે જાહેર કરવામાં આવ્યું છે. જેની મદદથી દેશમાં લીક્વી ડીટી વધારવામાં મદદ મળશે.

આજના રાષ્ટ્રજોગ સંબોધનમાં વધુ જણાવતા કહે છે કે, પાંચ સ્તંભ પર ઉભા રહેલ ભારતનો સૌથી મહત્વનો સ્તંભ છે આત્મનિર્ભરતા. ત્યારે કચ્છમાં આવેલ ભૂકંપની વાત કરીને એ પણ જણાવ્યું છે કે, કેવી રીતે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ ધ્વસ્ત થઈ ગયું હતું અને ત્યાર પછી કચ્છ કેવી રીતે અડગ ડગલા માંડતું આજે સફળતા પૂર્વક દોડી રહ્યું છે. આ વાતનો ઉલ્લેખ કરતા કહે છે કે, ભારતીયોને કોઇપણ મુશ્કેલી સામે થાકી જવું, હારી જવું, તૂટી જવું કે પછી વિખેરાઈ જવું મંજુર નથી. ઉપરાંત ભારતની જનતા કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સક્ષમ છે.

તેમજ વિશ્વની ભારત પાસેથી રાખવામાં આવતી આશા વિષે પણ જણાવતા કહે છે કે, દુનિયાને ભારત પાસેથી ઘણી બધી આશાઓ છે, કેમ કે, આ ૨૧મી સદી ભારતની છે જેના માટે દરેક ભારતીયોને પ્રોત્સાહન આપતા સ્વદેશી અપનાવવાનો પણ સંદેશ આપ્યો છે. તેમજ થોડાક સમય પહેલા ભારતએ દુનિયાના કેટલાક દેશોને હાઈડ્રોકસીક્લોરોક્વીન નામની દવાનો જથ્થો પૂરું પાડ્યો છે આ દવા મોટાભાગે મેલેરિયાની બીમારીના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

વધુ જણાવતા નરેન્દ્ર મોદી કહે છે કે, ભારતમાં જેનું ક્યારેય નામ પણ સાંભળ્યું હતું નહી તેવા મેડીકલ માસ્ક N95નું ઉત્પાદન યુધ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવ્યું. તેમજ ભારતએ પોતાના દેશમાં જ પીપીઈ કીટ બનાવવાનું પણ શરુ કરી દીધું છે. આ જણાવતા નરેન્દ્ર મોદી કહે છે કે, ભારતે મુશ્કેલીના સમયને પણ આત્મનિર્ભર થવાના અવસરના રૂપમાં આગળ વધી રહ્યું છે.

તેમજ વૈશ્વિક સ્તરની માહિતીને ધ્યાનમાં રાખતા કહ્યું છે કે, કોરોના વાયરસે આજે આખી દુનિયાને વેર વિખેર કરી નાખી છે ત્યારે ભારત દેશએ કોરોના વાયરસ વિરુદ્ધ લીધેલ પગલાઓના વખાણ કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકડાઉન વિષે જણાવતા કહે છે કે, આગામી દિવસોમાં લોકડાઉન કેવી રીતે લાગુ કરવામાં આવશે તેની જાહેરાત ૧૮ મે, ૨૦૨૦ના રોજ કરવામાં આવશે. તેમજ એવું પણ જણાવ્યું છે કે, ૧૮ મે, ૨૦૨૦ પછી નવા રંગરૂપમાં લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે.

source: divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત