ઓડિસા અને પશ્ચિમ બંગાળની PM નરેન્દ્ર મોદી લેશે મુલાકાત, ચક્રવાત ‘અમ્ફાન’થી પ્રભાવિત થયેલા વિસ્તારોનું કરશે હવાઈ સર્વેક્ષણ

પી.એમ નરેન્દ્ર મોદી આજે ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં આવેલ ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત થયેલા વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવાર 22 મેં ના રોજ બંગાળ અને ઓડીસામાં આવેલ અમ્ફાન સાયક્લોનથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. અને હવાઈ સર્વેક્ષણ કરી લીધા બાદ તેઓ સમીક્ષા બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં રાહત તેમજ બચાવ કાર્યો પાર ચર્ચા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીને અમ્ફાન ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જણાવ્યું હતું. ચક્રાવાત અમ્ફાન ગુરુવારના રોજ નબળુ પડી ગયું હતું. પણ તેના એક દિવસ પહેલા એટલે કે બુધવારના રોજ આ ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. અને તેના કારણે 72 લોકોના મૃત્યુ થાય હતા. અને 2 જિલ્લા સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છે. આ તોફાનથી હજારો લોકો બેઘર થઈ ગયા છે. કેટલાય પૂલ તૂટી ગયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. આ તોફાનની અસર કોલકાતા ઉપરાંત દેશના ઘણા બધા ભાગોમાં જોવા મળી છે.

પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાતથી અસર પામેલા લોકોની મદદ માટે કોઈ જ કચાસ રાખવામાં નહીં આવે. તેમણે પોતાના ટ્વિટ માં લખ્યું હતું કે મેં ચક્રવાત અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં જે તારાજી થાઇ તેના દ્રશ્યો જોયા છે. આ એક પડકારજનક સમય છે આખો દેશ પશ્ચિમ બંગાળ સાથે એક થઈને ઉભો છે. રાજ્યના લોકો માટે હું પ્રાર્થના કરી રહ્યો છું અને સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ છે.

image source

તેમણે એ પણ જણાવ્યું હતું કે મુખ્ય અધિકારી આ બાબતે કામ કરી રહ્યા છે અને પશ્ચિમ બંગાળની સરકાર સાથે પણ નજીકના સમન્વયથી કામ ચાલી રહ્યું છે. અસરગ્રસ્ત લોકોની મદદમાં કોઈ જ કચાશ બાકી રાખવામાં નહીં આવે. તેમજ તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ પશ્ચિમ બંગાળ ના લોકોની ક્ષેમકુશળ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. તેમજ સ્થિતિ સામાન્ય થાય તેના પ્રયાસો પણ ચાલુ છે. પીએમે જણાવ્યું હતું કે તેમની સંવેદનાઓ ઓડિશાના લોકો સાથે પણ છે, જ્યાં આ રાજ્ય ચક્રાવાતની અસરનો બહાદૂરીપૂર્વક સામનો કરી રહ્યું છે.

 

image source

આ દરમિાયન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી હતી અને તેમણે આ આપત્તિને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી દરેક પ્રકારની શક્ય મંદદ આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું. પશ્ચિમ બંગાળમાં સો વર્ષ બાદ આવેલા આ ભયંકર ચક્રાવાતી તોફાને માટીથી બનેલા ઘરોને ધ્વસ્ત કરી દીધા છે, ખેતરના પાકોને નષ્ટ કરી દીધા છે અને ઝાડ તેમજ વિજળીના થાંભલાને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ તોફાને ઓડિશામાં પણ ખૂબ તારાજી સર્જી છે. અહીંના દરિયાકિનારાના વિસ્તારોમાં વિજળી તેમજ દૂરસંચાર સાથે જોડાયેલા આધારભૂત માળખા નષ્ટ થઈ ગયા છે. ઓડિશાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ચક્રાવાતથી લગભગ 44.8 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.

image source

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠકમાં થયેલી વાતચિત પ્રમાણે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મળેલા સમાચાર પ્રમાણે અમ્ફાન ચક્રાવાતથી 72 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ રાજ્યના બે જિલ્લા ઉત્તર અને દક્ષિણના 24 પરગણા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે. આ જિલ્લાઓનું પુનર્નિર્માણ કરવું પડશે. હું કેન્દ્ર સરકારને આગ્રહ કરું છું કે તે રાજ્યને મદદ કરે.

Source : Livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત