વડાપ્રધાને તેમની માતાને ‘જગત જનની’ કહી લખેલા પત્રોનું બનશે પુસ્તક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ દરેક સામાન્ય માણસની જેમ તેમની માતા સાથે ખાસ સંબંધ છે. જ્યારે પણ તેઓ ગુજરાત આવે છે ત્યારે તેમની માતાના આશીર્વાદ લેવા અચૂક જાય છે.

તેમના માતા પણ પોતાના દીકરા માટે કોઈને કોઈ ભેટ રાખે છે અને જ્યારે તેમની મુલાકાત થાય છે ત્યારે તેમને ભેટ આશીર્વાદ તરીકે આપી છે. તાજેતરમાં જ જ્યારે વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુ બાદ કોરોના વોરિયર્સનું સન્માન થાળી, તાળી વગાડી કરવા અપીલ કરી હતી ત્યારે પણ હીરા બા આ કામ કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ જ્યારે દેશભરમાં દિપ પ્રાગટ્ય કરવાની અપીલ દીકરાએ કરી તો તેમાં પણ હીરાબા ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

પુત્ર દેશનો વડાપ્રધાન છે તે વાતનું જરા પણ અભિમાન ન રાખતાં હીરાબા અને વડાપ્રધાન મોદીના આ અનેરા સંબંધોની વાત હવે એક પુસ્તક તરીકે લોકો સુધી પહોંચશે. જી હાં વડાપ્રધાન મોદીનો તેમની માતા સાથેનો આ ખાસ સંબંધ નાનપણથી જ છે. નાનપણમાં જ બધું જ છોડી દેનાર વડાપ્રધાન તેમની યુવાવસ્થામાં રોજ પોતાની માતાને એક પત્ર લખતાં હતા. આ વાતથી મોટાભાગના લોકો અજાણ હશે પરંતુ આ પત્રોમાં તેઓ પોતાની માતાને જગત જનની નામથી સંબોધતાં હતા.

વડાપ્રધાન મોદી માટે આ નિત્યક્રમ હતો કે તેઓ સુતા પહેલા માતાને એક પત્ર અચુક લખે. જો કે તેઓ આ પત્ર માતાને મોકલતા ક્યારેય નહીં. તે આ પત્રને ફાડી નાંખતા અથવા તો બાળી દેતા. પરંતુ તેમાંથી એક ડાયરી બચી ગઈ હતી. હવે આ જ ડાયરીમાં લખેલા પત્રોને એક પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ પુસ્તક જાણીતા પ્રકાશક હાર્પરકોલિન્સ પ્રકાશિત કરવા જઈ રહ્યા છે.
આ પુસ્તક અંગે પ્રકાશકનું કહેવું છે કે, જાણીતા ફિલ્મ ક્રિટીક ભાવના સોમૈયા દ્વારા ગુજરાતી ભાષાથી અનુવાદિત ‘લેટર્સ ટુ મધર’ને પુસ્તકના રૂપમાં રજૂ કરવામાં આવશે. આ પત્રો વર્ષ 1986માં વડાપ્રધાન મોદીએ લખેલી ડાયરીમાંથી લેવામાં આવ્યા છે. હાર્પરકોલિન્સ ઇન્ડિયાએ એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, ‘ આ કોઈ સાહિત્યિક લેખનનો પ્રયત્ન નથી, તે વડાપ્રધાનના વિચારોનું પ્રતિબિંબ છે.’ તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ લેખક નથી પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો લેખક નથી હોતા. પરંતુ કોઈક પોતાના વિચાર અભિવ્યક્તિ કરે છે અને માધ્યમ કલમ અને કાગળ બને છે. આવી જ અભિવ્યક્તિ આ ડાયરીમાં રજૂ કરવીમાં આવી છે.

યુવાવસ્થામાં વડાપ્રધાન મોદી સુતા પહેલા દરરોજ રાત્રે પોતાની માતાને જગત જનની સંબોધન કરી અને એક પત્ર લખતા હતા. આ પત્રોના વિષય અલગ અલગ હતા. ક્યારેક તે દુ:ખ તો ક્યારેક ઉત્સાહ તો વળી ક્યારેય જૂની યાદો તેમાં વ્યક્ત કરવામાં આવી છે. પ્રકાશન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, વડાપ્રધાન મોદીના લેખનમાં નવયુવાનનો ઉત્સાહ અને પરિવર્તન લાવવાનું ઝનૂન દેખાય છે. હવે તે પ્રથમવાર અંગ્રેજી ભાષામાં પુસ્તક તરીકે ઉપલબ્ધ હશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત