Site icon News Gujarat

જાણો કોણ છે એ નર્સ, કે જેમણે PM મોદીને કોરોના વેક્સિનને પહેલો ડોઝ આપ્યો

વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે દિલ્હી એઈમ્સમાં જઈ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ સવારનો સમય એટલા માટે પસંદ કર્યો હતો કે જ્યારે સામાન્ય નાગરિકો રસી લેવા આવે ત્યારે તેમના કાફલાના કારણે તેમને કોઈ સમસ્યા થાય નહીં. આ કારણે તેઓ સવારે 6.30 કલાકથી જ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને રસી લીધી. તેમણે રસી સંપૂર્ણ પ્રોટોકોલ પ્રમાણે લીધી અને રસી લીધા બાદ તેઓ 30 મિનિટ હોસ્પિટલમાં રોકાયા હતા.

image soucre

જો કે દર પ્રસંગે જેમ વડાપ્રધાન મોદીના ખાસ પોષાક પણ ચર્ચાનો વિષય બને છે તેમ આ વખતે પણ તેની ચર્ચા શરુ થઈ ચુકી છે. કારણ કે પીએમ મોદી જ્યારે રસી લેવા પહોંચ્યા ત્યારે તેમણે આસામ રાજ્યની ઓળખ સમાન ગમછો પોતાની સાથે રાખ્યો હતો. આ ગમછો તેમને આસામની એક મહિલાએ આશીર્વાદ તરીકે આપ્યો હતો. પીએમ રસી લેવા ગયા ત્યારે આ ગમછો રાખીને ગયા હતા. આ ગમછા સાથે ચર્ચા શરુ થઈ છે પીએમને રસી આપનાર બે નર્સની પણ. આ બંને નર્સમાં પુંડુચેરીની નર્સ સિસ્ટર પી નિવેદા અને કેરળની સિસ્ટર રોસમાના અનિલનો સમાવેશ થાય છે. જો કે આ ત્રણ વાત ચર્ચાનો વિષય એટલા માટે બની છે કે આ ત્રણેય રાજ્યો એવા છે જ્યાં ચૂંટણી થવાની છે.

image source

આજે આસામના પ્રતીક સમાન ગમછા સાથે પીએમ રસી લેવા પહોંચ્યા હતા. તેમને રસી પુંડુચેરીની રહેવાસી નર્સ પી નિવેદાએ આપી હતી. આ તકે તેમની સહયોગી નર્સ તરીકે કેરળની રોસમાના અનિલ હાજર રહી હતી. પીએમ મોદીને હવે 28 દિવસ પછી રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. પીએમ મોદીએ ભારત બાયોટેકની રસી કોવૈકસીનનો પહેલો ડોઝ લીધો છે.

image source

જો કે આગામી 2 મહિનામાં કેરળ, આસામ અને પુંડુચેરી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે પીએમએ લીધેલા રસીના પહેલા ડોઝમાં આ ત્રણેય રાજ્યોનું પ્રતિનિધિત્વ થતાં ચર્ચા જાગી છે.

વડાપ્રધાન મોદીએ રસી લીધા બાદ ટ્વીટ કરી લખ્યું હતું કે, “ એઈમ્સમાં કોરોના વાયરસની રસીનો પહેલો ડોઝ લીધો છે. આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ઓછામાં ઓછા સમયમાં કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં શાનદાર કામ કર્યું છે. હું એ બધા લોકોને અપીલ કરું છું કે જે યોગ્ય છે તે આવે અને રસી લઈ ભારતને કોવિડ મુક્ત કરે. “

image source

ઉલ્લેખનીય છે કે રસીકરણના આ બીજા ચરણમાં દેશના 60 વર્ષથી વધુની વયના લોકોને અને 45 વર્ષથી વધુની વયના એવા લોકોને રસી આપવામાં આવશે જેમને ગંભીર બીમારીઓ છે. આજથી દેશભરમાં બીજાચરણનું રસીકરણ શરુ થઈ ચુક્યું છે. જેની શરુઆત પીએમ મોદીએ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version