Site icon News Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવો હોય તો આ રહી ઉપયોગી વિગતો

આપણે સૌ જાણીએ છીએ તેમ દેશમાં અનેક પરિવારો અને લોકો એવા છે જેમને પોતાનું ઘર નથી. આવા લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવી રહી છે.

image source

PM Awas Yojana : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારને શહેરી વિસ્તારોમાં 16688 આવાસોનું નિર્માણ કરવાની આવેલી ભલામણ ને લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલય તરફથી કરવામાં આવેલી જાહેરાત માં આ બાબતે માહિતી આપવામાં આવી હતી. અસલમાં કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લોકોના ઘર ના હોય તેવા લોકોને આવાસ બનાવી આપવાની સુવિધા આપે છે. આ યોજનામાં એ લોકો માટે સબસીડી પણ મળવાપાત્ર છે જે લોકો લોન પર ફ્લેટ અથવા ઘર ખરીદે છે. સરકારની કેન્દ્રીય સ્વીકૃતિ અને અવલોકન સમિતિ ની 54 મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

આ રીતે કરી શકાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી

કોણ મેળવી શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ?

image soucre

ઉલ્લેખનીય છે કે પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલા માત્ર ગરીબ વર્ગના લોકો માટે હતી. હવે લોનની રકમ વધારીને મધ્યમ વર્ગના લોકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હોમ લોનની રકમ ત્રણ થી છ લાખ રૂપિયા સુધીની હતી અને એના પર સબસીડી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેને વધારીને આઠ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

જાણો આ યોજના મેળવવા માટેની લાયકાત

EWS માટે વાર્ષિક ઘરેલુ આવક 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. LIG માટે વાર્ષિક ઘરેલું આવક ત્રણ લાખ રૂપિયાથી છ લાખ રૂપિયા વચ્ચે હોવી જોઈએ. એ ઉપરાંત અહીં એ પણ નોંધનીય છે કે હવે 12 અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઘરેલું આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

Exit mobile version