PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, હેલિકોપ્ટરથી હવાઇ નિરીક્ષણ કરીને કરશે આ કામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેઓ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે.

વડાપ્રધાન આવતીકાલે એટલે કે બુધવાર અને 19 મે 2021 ના રોજ નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી તેઓ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તાઉતે ના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા માટે જશે.

image source

વડાપ્રધાન ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય ના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી પરત જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ભારે તારાજી સર્જે છે વાવાઝોડાના લેન્ડફોલ બાદ ગીર સોમનાથ, ઉના અને ભાવનગર જિલ્લામાં મોટા પાયે નુકસાની થઈ છે. આ સાથે જ રાજ્યમાં ૧૩ વ્યક્તિઓના મોત વાવાઝોડાના કારણે થયા છે. સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત આવનાર છે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત સાથે ચર્ચાઓ શરૂ થઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સમીક્ષા બેઠક કરી રાજ્ય માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સાડા અગિયાર કલાક સુધીમાં ભાવનગર પક્ષે ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારોમાં હવાઇ નિરીક્ષણ કરશે. ત્યાંથી તેઓ અમદાવાદ આવશે જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજાશે.

image source

વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. 220 કેવી ના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને આવતીકાલ રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા વાવાઝોડાની પરિસ્થિતિ ને લઈને નિવેદન આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આવતીકાલથી રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે.

image source

જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.

તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાવાઝોડા બાદ ની પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુજરાત આવી રહ્યા છે ત્યારે ચર્ચાઓ પ્રબળ થઈ છે કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને મોટી રાહત પેકેજ પણ આપવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!