Site icon News Gujarat

બાંગ્લાદેશ પ્રવાસની PM મોદીની આ તસવીર થઇ રહી છે ખૂબ વાયરલ, આ સુંદર મહિલાની ચારેકોર થઇ રહી છે ચર્ચા, જાણો કોણ છે આ મહિલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજથી બાંગ્લાદેશ (Bangladesh) ના બે દિવસના પ્રવાસ માટે ઢાકા પહોંચી ગયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona virus)ના સંક્રમણને કારણે પીએમ મોદી 497 દિવસ બાદ કોઈ વિદેશી પ્રવાસ પર છે. પીએમ મોદી છેલ્લે નવેમ્બર 2019માં બ્રાઝીલ (Brazil) ના પ્રવાસે ગયા હતા. પીએમ દુનિયાના મહત્વના કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ ભાગ લઈ રહ્યા છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ એરપોર્ટ પહોંચી પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હ્તું.

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં પીએમ મોદીએ દેશની કેટલાક યુવા પ્રતિભાશાળી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશની આ પ્રતિભાશાળી હસ્તીઓમાં ક્રિકેટર શાકિબ અલ હસન તથા યુવા અભિનેત્રી નુસરત ફારિયા પણ સામેલ હતા. પીએમ મોદીની યુવા હસ્તીઓ સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી.

image source

બાંગ્લાદેશે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન નવી દિલ્હી (New Delhi) અને ઢાકા (Dhaka)ની વચ્ચે ઓછામાં ઓછી પાંચ સહમતિ પત્રો પર હસ્તાક્ષર (AMU) થવાની શક્યતા છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કોરોના મહામારીની શરૂઆત થયા બાદ આ પહેલો વિદેશ પ્રવાસ છે.

image source

પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ માત્ર કોરોનાકાળમાં તેમનો પહેલો વિદેશ પ્રવાસ હતો એટલું જ નહીં પરંતુ ભારતના વીવીઆઈપી વિમાન એર ઈન્ડિયા-1ની પણ વિદેશી ધરતી માટે પહેલી મુસાફરી હતી. બાંગ્લાદેશ પોતાની આઝાદીના પચાસ વર્ષ પૂરા થયાનો જશ્ન મનાવી રહ્યું છે. જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતાં. ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.

બાંગ્લાદેશની રચનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે આ ખાસ અવસરે ભારતના પ્રધાનમંત્રી સામેલ થઈ રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને સજાવવામાં આવ્યું છે. ઢાકામાં હાલ તહેવાર જેવો માહોલ છે. પીએમ મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

કોણ છે નુસરત ફારિયા

નુસરત ફારિયા મોડલ અને બાંગ્લાદેશી ફિલ્મોની અભિનેત્રી છે. તે ટીવી પ્રેઝેન્ટર અને રેડિયો જોકી તરીકે પણ કામ કરી ચૂકી છે. 1995 માં જન્મેલી ફારિયા ઘણી બાંગ્લા ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

બંગાળમાં પણ નુસરત ફારિયા છે ખૂબ લોકપ્રિય

હકીકતમાં બાંગ્લા ફિલ્મ સરહદની બન્ને બાજુએ ખૂબ જ લોકપ્રિય છે. બાંગ્લા ફિલ્મ બાંગ્લાદેશની હોય કે હિંદુસ્તાનની, બન્ને બાજુએ ખૂબ જોવાય છે. તેને કારણે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી કલાકારોના ખૂબ ચાહકો છે. નુસરત ફારિયા ભારત અને બાંગ્લાદેશ તરફથી સંયુક્ત રીતે બનાવાયેલી ફિલ્મો આશિકી અને હીરો 420 માં પણ અભિનય કરી ચૂકી છે. આ બન્ને ફિલ્મો તેલુગુ ફિલ્મોની રિમેક છે.

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનને પણ પીએમ મોદી સાથે કરી મુલાકાત

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનને મળવું મારે માટે સૌભાગ્યની વાત છે. મને લાગે છે કે તેમનો આ પ્રવાસ બન્ને દેશો માટે લાભદાયી સાબિત થશે. તેમણે ભારતમાં લીડરશીપ ક્ષમતાને સિદ્ધ કરી દેખાડી છે. મને આશા છે કે તેઓ ભવિષ્યમાં પણ ભારતને આગળ વધારશે. ભવિષ્યમાં પણ ભારત સાથેના અમારા સંબંધો મજબૂત રહેશે.

બાંગ્લાદેશમાં બે મંદિરોમાં પણ ગયા હતાં પીએમ મોદી

નોંધનીય છે કે પીએમ મોદી બાંગ્લાદેશમાં પહોંચ્યા બાદ બે મંદિરોમાં પણ જવાના હતાં જે મતુઆ સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. રાજકીય પંડિતો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી બાંગ્લાદેશના મંદિરમાં દર્શન કરવા જશે તેની સીધી અસર ભારતમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પડી શકે છે. બંગાળમાં મતુઆ સમુદાયના વોટથી ભાજપને ફાયદો થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version