હોય નહીં… પીએમ મોદી સાથે ફક્ત દેખાવ નહીં બ્લડ ગૃપ પણ આમનું થાય છે મેચ, જો જો ક્યાંક ન કરી લો ભૂલ

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસની ઉજવણી ભાજપ જોરશોરથી કરી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે જે કાર્યો કરવામાં આવશે તે આગામી 7 ઓક્ટોબર સુધી ચાલશે. પીએમ મોદીને તેમના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના નેતાઓ અને અન્ય લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. તેમના જન્મદિવસ પર નરેન્દ્ર સોની પણ ચર્ચામાં આવી ગયા છે.

એવી દંતકથા છે કે દુનિયામાં એક જેવા દેખાતા હોય તેવા એકથી વધુ લોકો હોય શકે છે. પરંતુ આવું આજ સુધી તમે જોયું નહીં હોય. પરંતુ આજે તમને જે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ આ વાત તમને સાચી લાગે પણ ખરી. આ વાત પીએમ મોદીના જન્મદિવસે ચર્ચામાં એટલે છે કે આપણા દેશમાં તેમના જેવા જ અન્ય એક વ્યક્તિ પણ છે.

જી હાં આપણા લોકલાડિલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુંબઇના એક ઉદ્યોગપતિ નરેન્દ્ર સોની દેખાવથી લઈ બ્લડ ગ્રુપ સુધીની અનેક સામ્યતાઓ ધરાવે છે. આ સામ્યતાઓ વિશે જાણીને તમે પણ મોંમાં આંગળા નાંખી જશો.

સૌથી પહેલા તો નરેન્દ્ર સોની વિશે જણાવી દઈએ કે તેઓ પીએમ મોદી જેવા દેખાય છે તે વાત જાણી તેમણે પીએમ વિશે બધી જ માહિતી મેળવી. આ બધું જ્યારે તેમણે જાણ્યું તો તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા.

સૌથી પહેલા તો બંનેની જન્મ તારીખ એક સરખી છે અને દેખાવ પણ ઘણો મળતો આવે છે. એટલું ઓછું લાગતું હોય તો જણાવીએ કે નરેન્દ્ર સોનીના માતાનું નામ પણ હીરાબેન જ છે. નરેન્દ્ર સોનીએ તેમની અને પીએમ વચ્ચેની આ સામ્યતાનું 200 પાનામાં દસ્તાવેજીકરમ કર્યું અને આ કારણે તેમને લિમ્કા બુક દ્વારા અનબિલિવેબલ સિમિલારિટી ક્રિયેટેડ બાય ગોડ નામે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે તો તમારી આતુરતા પણ વધી ગઈ હશે આ સામ્યતાઓ વિશે જાણવાની તો ચાલો તમને પણ જણાવી જ દઈએ.

  • 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર સોની બંનેનો જન્મ 17મી સપ્ટેમ્બર 1950ના રોજ થયો છે.
  • 2. બંનેની માતાના નામ હીરાબેન છે. બંનેના પિતા, દાદા, ભાઈ, અને બહેનનાં નામ અલગ અલગ છે પણ રાશિ સમાન છે.
  • 3. વડાપ્રધાન વડનગરમાં જન્મેલા છે અને નરેન્દ્ર સોની ધ્રાંગધ્રામાં, તેમના વચ્ચે દૂર દૂર સુધી સંબંધ નથી પરંતુ બ્લડ ગૃપ બનેના એક સમાન એ પોઝિટિવ છે.
  • 4. બંને 1960માં સૈનિકોને મળ્યા હતા.
  • 5. આ બંને વ્યક્તિના યુએસએના વિઝા રદ થયા હતા અને પછી તે તેઓ યુએસ જવામાં સફળ રહ્યા હતા.
  • 6. તેમના શરીરના માપ 44-41-45 પણ સરખા.
  • 7. બંનેના જન્માક્ષર એક સરખા છે.

નરેન્દ્રભાઇ સોનીને સૌથી પહેલા આ વાત ધ્યાને આવી વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 64મો જન્મદિવસ ઉજવવા માટે 17મી સપ્ટેમ્બરના રોજ જન્મેલા 64 વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 64 વ્યક્તિમાંથી માત્ર નરેન્દ્ર સોનીની જન્મતારીખ સાથે જન્મનું વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળતું મેચ થયું હતું. ત્યારબાદ તેમને ઉત્સુકતા થઈ કે તેઓ આ વિશે વધુ જાણે અને ત્યારબાદ જે જાણકારી સામે આવી તેનાથી તો તે ખુદ પણ ચોંકી ગયા. તેઓ આ અંગે કહે છે કે ભારતના ગૌરવ સમાન વડાપ્રધાન સાથે સામ્યતા હોવાની વાતથી તે ગૌરવ અનુભવે છે.