પીએમ મોદીએ બીજા તબક્કામાં લીધો વેક્સીનનો પહેલો ડોઝ, જાણો શું કરી અપીલ

આજથી દેશમાં કોરોના વેક્સીનેશન ડ્રાઈવનો બીજો તબક્કો શરૂ થયો છે. આ સાથે જ આજે પીએમ મોદીએ પણ એમ્સ હોસ્પિટલમાં કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. આ માટે પીએમ મોદી સવારે 6.30 વાગે હોસ્પિટલ પહોંચી ચૂક્યા હતા. તેમને પોંડિચેરીની નર્સે વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો હતો. પીએમ મોદીએ સૌથી ચર્ચિત રહેલી અને વિપક્ષ દ્વારા વારેઘડી હોબાળો મચાવતી એવી કોવેક્સિન વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે.

પીએમ મોદીએ શેર કર્યો ફોટો

પીએમ મોદીએ વેક્સીન લેતા સમયનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે. આ સાથે તેઓએ લોકોના મનની શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ ફોટો શેર કરતાની સાથે એમ પણ લખ્યું છે કે કોરોનાની વૈશ્વિક લડાઈને જીતવા માટે ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ખાસ પ્રયાસ કર્યા છે. હું લોકોને અપીલ કરું છું કે કોરોનાની જંગ જીતવા માટે તેઓ વેક્સીન મૂકાવડાવે.

આજથી શરૂ થયું બીજા તબક્કાનું વેક્સીનેશન

image soucre

આજથી બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીન અપાશે. આ સિવાય સરકારે નક્કી કરેલી 20 બીમારીમાંથી જો કોઈ બીમારી હોય તો 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ પણ ડોક્ટરના સર્ટિફિકેટની સાથે વેક્સીન લઈ શકશે. આ સિવાય કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ જેમકે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ કે પાસપોર્ટ પણ ડોક્યુમેન્ટ રૂપે વેક્સીન લેનાર દરેક વ્યક્તિએ સાથે રાખવાનો રહે છે.

કેન્દ્ર સરકારે વેક્સીના ભાવ નક્કી કરી દીધા છે

image soucre

કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે. પણ જો તે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની વેક્સીન મૂકાવો છો તો તમારે તે માટે 250 રૂપિયા એક ડોઝ માટે ચૂકવવાના રહે છે.એટલે કે વેક્સીનના 2 ડોઝ માટે તમારે 500 રૂપિયા ખર્ચ કરવાના રહે છે.

આ જગ્યાઓએ કરાવી શકાશે રજિસ્ટ્રેશન

image source

કેન્દ્ર સરકારે રસીકરણના રજિસ્ટ્રેશન માટે પણ ખાસ સુવિધા રાખી છે. cowin.gov.in પોર્ટલ ઓપન કર્યું છે. જેના પર સવારે 9 કલાકથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તેના માટે આયુષ્માન ભારત PMJAY યોજના હેઠળ 30 હજારથી વધુ હોસ્પિટલ, CGHS હેઠળ 600 હોસ્પિટલ અને અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

પીએમ મોદી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પણ લેશે વેક્સીન

image source

પીએમ મોદીએ વહેલી સવારે વેક્સીન લીધા બાદ બીજા તબક્કામાં ગુજરાતના સીએમ રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે આજે વેક્સીનનો પહેલો ડોઝ લેશે. તેઓ ભાટની અપોલો હોસ્પિટલમાં સવારે 9 વાગે વેક્સીન લેવાના છે તેવી સૂત્રોએ માહિતી આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!