કચ્છના જખૌ નજીક ભારતીય બોટ પર પાક એજન્સીએ કર્યું ફાયરીંગ, એક વ્યક્તિ ઘાયલ

એક તરફ રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે તો બીજી તરફ સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફ ત્રાસ વધી રહ્યો છે. ભારત માટે હાલ તો પાકિસ્તાન અને કોરોના સાથે જંગ લડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

image source

આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાની મરીન સિક્યોરિટી એજન્સીએ કચ્છ પાકની જળસીમામાં માછીમારી કરતી બોટ પર ફાયરિંગ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર આ બોટ ઓખાની છે અને તેનું નામ ઓમકાર છે. આ બોટ પર એજન્સી દ્વારા સાત રાઉન્ડ ફાયરીંગ થયું હતું. આ ફાયરીંગમાં બોટનો ટંડેલ ઘાયલ પણ થયો છે.

આ ઘટના બપોરના સમયે બની હોવાનું જાણવા મળ્યું છે. બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડરી લાઈન નજીક ઓખાની બોટમાં સવાર 8 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ પાકિસ્તાન તરફથી ફાયરિંગ થવા લાગ્યું . આ ઘટનાથી બોટમાં સવાર માછીમાર પણ ગભરાઈ ગયા. તેમને પણ સામે જાણે સાક્ષાત મોત દેખાઈ ગયું હતું.

ફાયરીંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને બોટને પણ નુકસાન થયું છે. મહત્વપૂર્ણ છે કે બોટમાં સવાર માછીમારો ઉત્તર પ્રદેશના વતની છે. ત્યાંથી જીવ બચાવી તમામ લોકો જખૌ બંદરએ પહોંચ્યા અને ત્યાં પોલીસને આ અંગે જાણ કરી. હવે આ મામલે પોલીસએ તપાસ હાથ ધરી છે. ચિંતાની વાત એ પણ છે કે આ માછીમારોએ પોલીસને જણાવ્યું હતું કે તે તો જીવ બચાવી ભાગી ગયા પરંતુ તેમની આસપાસ અન્ય બોટ પણ માછીમારી કરતી હતી તેમનું શું થયું તે હજી પ્રશ્ન છે.

જો કે આ પહેલીવાર નથી કે પાકિસ્તાન મરીન દ્વારા હુમલાની ઘટના થઈ હોય. આ અગાઉ તેમના દ્વારા બૂંદકની અણીએ માછીમારોના અપહરણ જેવા કુકર્મ પણ કરવામાં આવ્યા છે.