લખનઉના એસીપીએ પોતાના ઉમદા કામથી બદલી દીધી પોલીસ વિભાગની છાપ…

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણના જોખમ વચ્ચે લોકડાઉનનું પાલન કરાવી લોકોના જીવની રક્ષા કરતી પોલીસ કડકાઈ વાપરે ત્યારે લોકો તેમના પર ફટકાર વરસાવે છે.

image source

પરંતુ આ પોલીસ જીવના જોખમે એવા કામ કરે છે કે લોકો તેમના પર ઈનામની વર્ષા પણ કરી દે છે. આવી જ એક ઘટના બની છે લખનઉમાં.

લખનઉના એસીપી ચિરંજીવ નાથ સિંહાએ જે કામગીરી લોકડાઉ દરમિયાન કરી તેનાથી પ્રભાવિત થઈ ચિનહટ સ્થિત ગુલિસ્તાં કોરોનીની એક વિદ્યાર્થીનીએ પોતાની બચના 11,000 એસીપીને સહાયતા રાશિ તરીકે આપી દીધા.

આ વિદ્યાર્થીનીનું નામ સાક્ષી યાદવ છે. તેના મન પર પોલીસ અધિકારીએ એવી છાપ બનાવી કે યુવતી આ કામ કરવા આતુર થઈ ગઈ. સાક્ષીએ પોતાની બચત તોડી અને તેમાં જમા રકમ એસીપીને સોંપી દીધી અને એસીપીના કામના ઉત્સાહના વખાણ પણ કર્યા. એસીપીએ જણાવ્યું કે તે આ રકમ પીએમ કેર્સ ફંડમાં જમા કરી દેશે જેથી ગરીબોના ઉપયોગમાં તે આવે.

એસીપી ચિરંજીવ નાથ અને તેના સાથી ઓફિસરોએ લોકડાઉન દરમિયાન બેસહારા અને રોજગારહીન થયેલા રિક્ષાચાલકો, મજૂરોને ભોજન કરાવવ્યું ઉપરાંત 70 વર્ષના બીપીના દર્દીની દવા જાતે લાવીને આપતાં હતા. તેઓ પ્રાણીઓની સેવા કરતાં હતા તેવા લોકોને માસ્ક,સેનિટાઈઝર જેવી વસ્તુઓ પુરી પાડતાં. એસીપીએ કર્મચારીઓ માટે માસ્ક, ગ્લવ્ઝ, સેનિટાઈઝર, છત્રી જેવી વસ્તુઓ પુરી પાડી માનવતાનું ઉદાહરણ આપ્યું છે. તેનાથી પ્રભાવિત થઈ એક યુવતીએ તેમને પોતાની બચત અર્પણ કરી દીધી હતી.