ફસાયેલા મજૂરોએ SPને ભાંડી ગાળો, કારણ જાણીને તમને પણ થશે કે આટલી મદદ કર્યા પછી પણ આવું કરે છે લોકો

અત્યારે આખી દુનિયા કોરોના વાયરસ સંક્રમણની મહામારી સામે લડત આપી રહી છે ત્યારે આવા સંકટ સમયમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગને રાહત પહોચાડવા માટે દેશની પોલીસ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

image source

આ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં પોલીસ લોકડાઉનનું સખતાઈથી પાલન કરાવવાની ઉપરાંત દેશની પોલીસએ માણસાઈના પણ ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યા છે. આખા દેશના પોલીસ કર્મીઓ દિવસ- રાત એક કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. બિહાર રાજ્યના કિશનગંજ જીલ્લાના એસપી આઈપીએસ ઓફિસર કુમાર આશિષ આવા જ એક ઓફિસરોમાં સામેલ છે જેમણે હાલમાં ચાલી રહેલ લોકડાઉનના કારણે તકલીફ ભોગવી રહેલ વ્યક્તિઓને રાહત આપવા માટે મદદ કરી રહ્યા છે.

બિહાર- બંગાળની સરહદ પર આવેલ કિશનગંજ જીલ્લાના આઈપીએસ કુમાર આશિષની નેતાગીરીમાં પોલીસ કર્મીઓ જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. રસ્તા પર રહેતા મજુર વર્ગ હોય કે પછી ઘરમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓનું ખ્યાલ રાખવાનું હોય, ઉપરાંત કોઈ ગંભીર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનું કામ હોય પ્રજાની સેવા કરવાની બધી જ બાબતો માટે મદદ કરવા માટે પોલીસકર્મીઓ આગળ આવી રહ્યા છે.

image source

લોકડાઉનમાં ફસાયેલ ગરીબ અને નિરાધાર વ્યક્તિઓ માટે બે ટંકનું ભોજનની પણ વ્યવસ્થા હોતી નથી ત્યારે આવી પરિસ્થિતિમાં કિશનગંજ જીલ્લાના એસપી આશિષ કુમાર દ્વારા કરવામાં આવેલ નવી શરુઆતમાં પોલીસ આ સમયે જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી ખાદ્ય સામગ્રી પણ પહોચાડવામાં મદદ કરી રહી છે. પોલીસ કર્મીઓ લોકડાઉનનું જ્યારથી અમલ કરવામાં આવ્યું ત્યારથી જ પોલીસ કર્મીઓ જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં લાગી ગઈ છે.

image source

પોલીસ કર્મીઓ જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી કરીયાણું પહોચાડવાની સાથે જ માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું પણ વિતરણ કરે છે. કિશનગંજના પોલીસ કર્મીઓ લોકડાઉન શરુ થયાના આજના દિવસ સુધી હજારો ફૂડ પેકેટ્સનું વેહેચ્યા છે. તેમજ સોશિયલ મીડિયાની મદદથી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ નવી પહેલ વિષે પણ જાણકારી આપી છે. જેથી કરીને કોઈપણ જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ પોલીસનો સંપર્ક કરી શકે અને પોલીસ તેવી વ્યક્તિઓની મદદ જલ્દીથી જલ્દી કરી શકે. કિશનગંજના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશનમાં જ ભોજન તૈયાર કરાવીને જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી પહોચાડે છે.

image source

આ લોકડાઉનના સમયમાં કિશનગંજ પોલીસે પ્રજાની મદદ કરવા માટે બે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી રાખી છે, કારણ કે, આ ક્ષેત્રમાં દર્દીઓને સારવાર મેળવવા માટે હોસ્પિટલમાં લઈ જવા માટે કે પછી એક સ્થાનેથી અન્ય સ્થાન સુધી પહોચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વ્યવસ્થા અગાઉથી કરી રાખેલ હોવાથી બહાદુરગંજ એરિયાના એક કેન્સર પીડિત દર્દીને સારવાર માટે પટણા લઈને જવામાં આવ્યા હતા. કેન્સર દર્દીની સારવાર લઈ લીધા પછી તેને સુરક્ષિત પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે તેમજ પોલીસકર્મીઓ ઘણા દર્દીઓને દવા પણ ઘરે જ પહોચાડી રહ્યા છે.

image source

કિશનગંજના નિવાસી નરેશ કહે છે કે, મારી દીકરીને એનીમિયાથી પીડાઈ રહી હોવાથી તેના માટે સતત લોહીની જરૂરિયાત રહે છે. પરંતુ લોકડાઉન દરમિયાન બધું બંધ હોવાથી નરેશને પોતાની દીકરી માટે એ પોઝેટીવ ગ્રુપની જરૂરિયાત હતી. ત્યારે નરેશએ બધી જ બ્લડ બેન્કનો સંપર્ક કરીને તપાસ કરી પણ એ પોઝેટીવ બ્લડ ગ્રુપનું લોહી ક્યાંય મળ્યું નહી ત્યાર પછી નરેશએ પોલીસની મદદ માંગી ત્યારે કિશનગંજ જીલ્લાના એસપી આશિષ કુમારે બે કલાકમાં જ એ પોઝેટીવ બ્લડ ગ્રુપ લોહીની વ્યવસ્થા કરી દીધી અને નરેશ ભાઈની દીકરીના સ્વાસ્થ્ય પર કોઇપણ પ્રકારનું જોખમ થવા દીધું નહી.

image source

એસપી આશિષ કુમાર મીડિયાને પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, ‘એક દિવસ મને સુરતથી ફોન આવે છે. મેં જેવો ફોન રીસીવ કર્યો કે તરત જ સામેની તરફથી ગાળો સંભાળવા મળી, જો કે, ત્યારે મેં મારા ગુસ્સા પર નિયંત્રણ રાખ્યો અને સામે વાળી વ્યક્તિની વાત સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે, નવાદાનાના ૮ મજૂરો હાલમાં સુરતમાં ફસાઈ ગયા છે અને તેઓ ત્રણ દિવસથી ભોજન મળ્યું જ નથી. સામેવાળી વ્યક્તિએ મને એમ સમજીને ગાળો આપી હતી કે જેના કારણે તેમને જેલ થશે અને તેના લીધે તેઓને બે સમયનું ભોજન મળશે. મેં આ બાબતે સંબંધિત ઓફિસર્સ સાથે વાત કરી અને જ્યાં ૮ મજૂરો ફસાયા હતા તેમના માટે યોગ્ય સ્થાન અને કરીયાણાની વ્યવસ્થા કરાવી દીધી.

image source

આવી ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી અમારી ફરજ છે. મેં મારા જીવનમાં ગરીબી, સંઘર્ષ અને મર્યાદિત વસ્તુઓ સાથે કેવી રીતે જીવન જીવાય છે તેને ખુબ નજીકથી જોયું છે અને અનુભવ પણ કર્યું છે. જેના કારણે હું નિરાશ્રિત વ્યક્તિઓ માટે જરૂર પડતી મદદ કરવા માટે તરત જ પહોચી જાવ છું. જયારે આ મજુરોને જોવું છું ત્યારે એવું લાગે છે કે, આ લોકોને કોરોના વાયરસ તો પછી મારશે પણ એની પહેલા ભૂખમરાની સ્થિતી જ આ લોકોને પોતાનો શિકાર બનાવશે.

image source

અમે પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરવાની અને કરાવવા ઉપરાંત માનવ સેવાને લગતા કાર્ય પણ કરી રહ્યા છીએ. જેના કારણે એક સારા સમાજનું સર્જન કરી શકાય. હાલમાં આપણે કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છીએ ત્યારે આવા જ ગરીબ અને મજુર વર્ગની પણ મદદ કરવાની જરૂરિયાત છે. મજુર વર્ગ અને ગરીબ વ્યક્તિઓ અત્યારે મદદ મેળવવા માટે વલખા મારી રહ્યા છે.’ એસપી આશિષ કુમારના આ કાર્યને ‘ધ બેટર ઇન્ડિયા’ને લોકો સામે પ્રસ્તુત કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત