સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં વાગી ફોનની રિંગ, કહ્યું-લંડનથી બોલું છુ, મારી પત્ની તાપી બ્રિજ પર આત્મહત્યા કરવા માટે….

ઘર કંકાસના કિસ્સા ઘણી વખત સામે આવતા રહે છે અને એમાં પણ પતિ પત્નીના કિસ્સા તો અવારનવાર સામે આવે છે. ત્યારે આ વખતે કંઈક અજીબ કિસ્સો સામે આવ્યો છે અને પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. તો આવો જાણીએ કે આ સમગ્ર ઘટના શું છે. પારિવારિક કારણોથી કંટાળીને સુરતના અડાજણમાં રહેતી પરિણીતા બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાંથી લંડન રહેતા પતિને વીડિયો કોલ કરી પોતે આત્મહત્યા માટે આવી હોવાનું જણાવી ફોન કાપી નાંખતાં ડરી ગયેલા પતિએ લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરી મદદ માગી હતી.

image source

જો કે સારી વાત એ છે કે અડાજણ પોલીસની દોડાદોડી વચ્ચે આ મહિલા ઘરે હેમખેમ પરત આવી ગઈ હતી. સમગ્ર કેસ વિશે જો વિગતે વાત કરવામાં આવે તો સોમવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રુમના ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ ખૂબ ડરી ગયેલી હતી. તેણે પોતાનું નામ આપવાની સાથે પોતે લંડનમાં નોકરી કરતો હોવાનું તથા પત્ની અને પુત્રી સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતાં હોવાનું જણાવ્યું હતું. થોડાક સમય જ પહેલાં તેની પત્નીએ વીડિયો કોલ કર્યો હતો.

image source

જ્યારે વીડિયો કોલ કર્યો ત્યારે પતિ પણ જોતો રહી ગયા કારણ કે, પત્ની વીડિયો કોલમાં નદીના બ્રિજ ઉપર ઊભી હોવાનું અને નીચે પાણી બતાવી પોતે આત્મહત્યા કરવા આવી છે એવું કહ્યું, આ સાંભળી લે ત્યાં તો તરત જ ફોન કાપી નાંખ્યોય પછી કંઈક અઘટિત ઘટનાની આશંકા સાથે પોલીસ પાસે મદદ માંગી હતી. આ મહિલાને બચાવવા માટે ઝડપી કાર્યવાહી કરવી જરૃરી હોઈ કંટ્રોલ રૃમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ત્વરિત અડાજણ પોલીસ ઇન્સપેક્ટર ભગીરથસિંહ સગરને જાણ કરવાની સાથે ગ્રુપ મેસેજ પાસ કરાવી જે પણ પી.સી.આર. વાનને તેમની આસપાસના ખાસ કરીને અડાજણને જોડતાં બ્રિજ ચેક કરવાની સૂચના આપી હતી.

image source

ગુજરાત પોલીસની પણ વાત ખરી છે. કોલ મળ્યાના પાંચમી મિનિટે જ અડાજણની પી.સી.આર. વાન સરદાર બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. આ મહિલા નહિ મળતાં પોલીસ તેના ઘરે પહોંચી ગઈ હતી. અહીં તેની 17 વર્ષીય સગીર પુત્રી મળી આવી હતી. જો કે, થોડાક સમય બાદ આ મહિલા પણ પોતાના ઘરે પરત ફરી હતી. આત્મહત્યા કરવાના ઇરાદે બ્રિજ ઉપર પહોંચી ગયેલી મહિલાને કારણ પૂછતાં પારિવાર વચ્ચે થયેલી સાવ સામાન્ય વાત કારણભૂત હોવાનું જણાવતાં પોલીસે મહિલાના ભાઈને તેડાવ્યો હતો અને મહિલાનું કાઉન્સેલિંગ કરી જિંદગી કેટલી કીમતી છે તેની સમજ પાડી હાસ્ય સાથે ઘરે મોકલી હતી.

image source

પણ આ સમગ્ર કેસમાં પોલીસને ખરેખર ધન્યવાદ આપવાનું મન થાય છે. કારણ કે જ્યારથી મહિલાને બચાવવા માટે કોલ આવ્યો ત્યારથી તે મળી નહિ ત્યાં સુધી કંટ્રોલ રૃમ અને અડાજણ પોલીસના કર્મચારી ઉચાટમાં રહ્યા હતા. જ્યારથી કોલ લાગ્યો ત્યારથી આ મહિલાને શોધવા માટે દોડાદોડી કરનાર કંટ્રોલ રુમના અધિકારી અને કર્મચારી, અડાજણ પોલીસ ઇન્સપેક્ટર અને પી.સી.આર. વાનના કર્મચારીને પોલીસ કમિશનર અજય તોમરે ઇનામ જાહેર કર્યું હતું. કારણ કે આ વાત કોઈ નાની નથી એક માણસની જિંદગીનો સવાલ છે. ત્યારે હવે પોલીસના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે અને ચારેબાજુ સોશિયલ મીડિયા પર પણ આ વાત ફેલાઈ રહી છે અને લોકો વાયરલ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત