ગામના ખેડૂતો માટે આ છોકરીએ છોડી 22 લાખની નોકરી, અને શરૂ કરી ખેતી, વાંચો આ દીકરીએ કેવા-કેવા પડકારોનો કર્યો સામનો

આત્ર આ જ કારણે છોકરીએ ઘણું બધું જતું કરી દીધું, 22 લાખની નોકરી છોડી ખેતી શરૂ કરી, જાણો સમગ્ર માહિતી

તો આવો વાત કરીએ આ છોકરી વિશે. IITથી પાસઆઉટ પૂજા ભારતની સૌથી મોટી સરકારી કંપની ગેલ (ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ)માં સારાએવા પગારથી નોકરી કરી રહી હતી, પરંતુ જ્યારે જ્યારે તેને પોતાના ગામની યાદ આવતી ત્યારે તેનું મન ઉદાસ થઈ જતું. મૂળ નાલંદા જિલ્લાના બિહારશરીફની રહેવાસી પૂજા ભારતી એક હોશિયાર વિદ્યાર્થિની હતી. 2005માં તેણે IITની પ્રવેશ પરીક્ષા પાસ કરીને 2009માં મેકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુઅટ થતાં જ નોકરી મળી ગઈ હતી.

image source

વાત કંઈક એમ છે કે, પૂજાનું ગામમાં મોટું ઘર હતું, ખેતર હતાં, બાગ-બગીચા હતા. શહેરની નોકરીમાં તેને પૈસા તો મળ્યા, પરંતુ શાંતિ નહીં. બસ આ જ કારણે નોકરી દરમિયાન જ્યારે પણ તેને પ્રકૃતિની નજીક જવાની તક મળતી તે જતી હતી. IITમાં પૂજાના બેચમેટ રહેલો મનીષ પાસઆઉટ થયા બાદ નોકરી કરવાને બદલે બિહાર પરત ફરીને ખેતી સાથે જોડાયો અને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. મનીષ ગામમાં બેરોજગારીથી દુઃખી અને ગામના લોકો માટે કંઈક કરવા માગતો હતો. પૂજાને જ્યારે પણ તક મળતી તે મનીષ સાથે ઓર્ગેનિક ખેતી અંગે વાત કરતી.

image source

મનીષ સાથે સાથે પુજાએ આવા અનેક ગામડાંની મુલાકાત લીધી, જ્યાં ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા હતા. તે આ બધું જોઈને કંઈક કંઈક શીખતી હતી અને તેને પહેલાંથી રસ તો હતો જ. આ વિશે વાત કરતાં પૂજા જણાવે છે કે ‘હું અને મનીષ ખેતીને લઈને વાતચીત કરતાં હતાં. મને એવું લાગ્યું કે કૃષિક્ષેત્રે એવા લોકોની જરૂર છે, જે સમજીવિચારીને ખેતી કરતા હોય, કેમ કે ખેતી સાથે મોટા ભાગે તેવા લોકો જ જોડાયેલા છે, જેની પાસે નોકરી કે પોતાનો વ્યવસાય નથી હોતો. અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેઓ ખેતી કરતા હોય છે.’

પુજા વાત કરતાં આગળ જણાવે છે, ‘મેં 2015માં જોબ છોડી અને એ બાદ એક વર્ષ સુધી જૈવિક કૃષિ અંગે જાણ્યું. દીપક સચદે મારા ગુરુ હતા, ગત વર્ષે ઓક્ટોબરમાં તેમનું મૃત્યુ નીપજ્યું. તેમને મળ્યા પછી ઓર્ગેનિક ફાર્મિંગ પર મારો વિશ્વાસ વધુ મજબૂત થયો અને મને લાગ્યું કે ખેતીની યોગ્ય રીત આ જ છે. 2016માં અમે બેક ટુ વિલેજનો પ્રારંભ કર્યો, જેનો હેતુ માત્ર જૈવિક ખેતી કરવાનો જ નહીં, પરંતુ ગ્રામીણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. નક્કી કર્યું કે અમારે શહેરમાં નહીં, ગામડાં તરફ જવાનું છે અને ત્યાં રોજગારીની તક ઊભી કરવાની છે.

image source

બસ આવો એક નિર્ધાર કરીને પૂજા અને મનીષે સૌથી પહેલા ઓડિશામાં કામ શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર તેઓ બંને જ સાથે હતાં. એક-દોઢ વર્ષ સુધી તેઓ ગામડાંમાં જતાં હતાં અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને સમજતાં હતાં. એ બાદ તેને ધ્યાનમાં રાખીને સોલ્યુશન કાઢતાં હતાં. ધીમે ધીમે તેમની ટીમ મોટી થતી ગઈ અને કામ પણ વધતું ગયું. ત્યારબાદની યાત્રા વિશે પૂજા જણાવે છે કે ‘અમે લોકો કોઈ કોર્પોરેટની જેમ કામ નથી કરતા. અમારી ટીમમાં બધા જ બરોબરી પર છે. એવા લોકો પણ છે જેઓ 10 ધોરણ પણ પાસ નથી, પરંતુ તેમનો હોદ્દો સારું એવું ભણેલા ગણેલાથી પણ ઉપર છે.

એક વાત પુજાની એવી છે કે જે દરેક લોકોના દિલ જીતી લે છે. એ વાત એટલે એ છે કે, પુજા કહે છે કે અમે ખેડૂતો માટે કામ નથી કરતા, પરંતુ ખેડૂતોની સાથે કામ કરીએ છીએ. હાલમાં તેમની કંપની બેક ટુ વિલેજ ગામડાંમાં ઉન્નત કૃષિ કેન્દ્ર ચલાવે છે. હાલ ઓડિશામાં તેમનાં 10 કેન્દ્ર ચાલી રહ્યાં છે. પૂજા કહે છે, અમે ગામડાંના પ્રોગ્રેસિવ ખેડૂતોને ટ્રેનિંગ આપીએ છીએ અને ત્યાં એક નાનકડી ઓફિસ અને લગભગ બે એકરનું ફાર્મ શરૂ કરીએ છીએ.

image source

ખેતીના કામ વિશે અને ઉત્પાદન વિશે માહિતી આપતા પુજા જણાવે છે કે, અમે અમારા ફાર્મમાં ઓર્ગેનિક રીતે તે જ પાક લઈએ છીએ જે સામાન્ય રીતે ત્યાંના ખેડૂતો ઉગાડતા હોય છે. અમે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરીને દેખાડીએ છીએ. જ્યારે ખેડૂત જુએ છે કે ઓછા ખર્ચે સારાએવા પ્રમાણમાં પાક થાય છે, તો તેઓ પણ પ્રેરિત થાય છે. સામાન્ય રીતે બજારમાં ઓર્ગેનિક પ્રોડક્ટ મોંઘી મળે છે. ઓર્ગેનિક ખેતી કરનારાઓ દોઢથી બે ગણા ભાવ માગે છે. એનાથી સંદેશ પણ ખોટો જાય છે. ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો થવો જોઈએ, કેમ કે કમ્પોસ્ટ અને પેસ્ટિસાઈડ પોતે જ તૈયાર કરે છે.

image source

શરૂઆતના દિવસો અને ખર્ચ અંગે પુજાએ કહ્યું કે, શરૂઆતમાં લેબર પર વધુ ખર્ચો થતો હતો, પરંતુ આગળ જતાં એ પણ ઓછો થવા લાગ્યો. ઓર્ગેનિક ખેતી કરનારાઓએ યોગ્ય ભાવે વેચાણ કરવું જોઈએ. માર્કેટમાં ઓર્ગેનિક પ્રોડક્ટના રેટ વધુ હોવાને કારણ એક એ પણ છે કે એની ડિમાન્ડ વધુ હોય છે અને સપ્લાઈ ઓછી. તેઓ કહે છે, ‘ઈલીટ ક્લાસ ઓર્ગેનિક પ્રોડક્ટની માગ કરતા હોય છે. આ કારણે જ રેટ વધુ હોય છે, કેમ કે ડિમાન્ડ વધુ છે અને સપ્લાઈ ઓછી. ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોની પ્રોડક્ટ હાટમાં અડધા કલાકમાં જ વેચાય જાય છે, જ્યારે બાકીના ખેડૂતોનો માલ વેચાતાં ચાર-પાંચ કલાક લાગે છે.’

image source

ધીરે ધીરે કરેલી શરૂઆત હવે ખુબ આગળ નીકળી ગઈ હતી. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તેમની સાથે જોડાયેલા ખેડૂતો આરામથી મહિને પંદરથી વીસ હજાર રૂપિયાની કમાણી કરી લે છે. કમ્પોસ્ટ, મેન્યૂર અને પેસ્ટિસાઈડ એ ફાર્મ પર જ બને છે, એનાથી ખેડૂતોને વધુ ને વધુ ફાયદો થઈ રહ્યો છે. પુજાના જણાવ્યા મુજબ, ઓર્ગેનિક ખેતીમાં સૌથી મોટો પડકાર એ છે કે એની સાથે જોડાયેલી વસ્તુઓ સહેલાયથી બજારમાં ઉપલબ્ધ નથી હોતી. તે કહે છે, ‘જો તમે કેમિકલ ફાર્મિંગ કરો છો તો એની સાથે જોડાયેલી દરેક વસ્તુ માર્કેટમાં ઉપલબ્ધ છે, પરંતુ આના માટે ન તો મેન્યૂર મળશે કે ન કમ્પોસ્ટ. આ બધું જ બનાવવું પડે છે. ઓર્ગેનિક ખેતી સહેલી નથી અને આ કારણે જ સામાન્ય રીતે ખેડૂતોમાં પોપ્યુલર પણ નથી, કેમ કે આ ઘણી જ મહેનતવાળું કામ છે. તે કહે છે, અમે આ મોડલ પર જ કામ કરી રહ્યા છીએ કે કઈ રીતે આ સમસ્યાનું સમાધાન લાવી શકાય, જેથી ઓર્ગેનિક ખેતી વધુ ને વધુ આસાન બને. મારો હેતુ ખેતી કરવાનો અને એને શીખવાનો હતો.

image source

પુજાએ જ્યારે નોકરી છોડી હતી ત્યારે પેકેજ 22 લાખની આસપાસ હતું. પુજા કહે છે કે, જો હું નોકરીમાં જ રહી હોત તો હાલ મારો વાર્ષિક પગાર 33 લાખની આસપાસ હોત. સ્પષ્ટ છે કે ખેતી કરીને હું આટલું નથી કમાઈ શકતી, પરંતુ પહેલેથી ઘણી જ વધુ ખુશ અને સ્વસ્થ છું. હું બિલકુલ સ્પષ્ટ હતી કે ખેતીમાં આટલી કમાણી નહીં થાય, પરંતુ અહીં મેં જે કમાણી કરી છે, તેને માત્ર પૈસા સાથે ન સરખાવી શકાય. અહીં મનની શાંતિ ઘણી જ છે, સ્વાસ્થ્ય સારું છે, તણાવ તો જરા પણ નથી. મારી સાચી કમાણી આ જ છે. મને મારા જીવનમાં ફાઈવ એલ-લવ, લોફ, લાઈવલીહૂડ, લર્નિક અને લિવિંગ આ બધું જ એક જ જગ્યાએ મળી રહ્યું છે. મને સારું ખાવાનું મળી રહે છે, સ્વચ્છ હવા, ચોખ્ખું પાણી અને મનની શાંતિ મળે છે. હાલમાં પુજામાંથી ઘણા લોકો પ્રેરણા લઈ રહ્યા છે. કારણ કે લાખોની નોકરી છોડીને ખેતી કરવી એ બધાના ગજાનું કામ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,