લોકડાઉન વચ્ચે 46 વર્ષીય બોયફ્રેન્ડ સાથે મજા કરવી પડી ભારે, પૂનમ પાંડેની ધરપકડ

વિવાદો વચ્ચે સતત ઘેરાયેલી રહેતી પૂનમ પાંડે લોકડાઉન વચ્ચે પણ પોતાના બોયફ્રેન્ડ સાથેના ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં રહી જ છે. પરંતુ હવે તો પૂનમ પાંડેએ એવું કામ કર્યું છે કે પોલીસે તેની અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવી પડી છે.

image source

કોન્ટ્રોવર્સી ક્વીન અને બોલ્ડનેસની તમામ હદો પાર કરી બિંદાસ્ત ફરતી પૂનમ પાંડેને બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળવું ભારે પડ્યું છે. પૂનમ પાંડે મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી જેના કારણે તે મુસીબતમાં મુકાઈ ગઈ છે.

પૂનમ અને તેનો બોયફ્રેન્ડ પોતાની બીએમડબલ્યુ કારમાં મરીન ડ્રાઈવ ખાતે ફરવા નીકળ્યા હતા. તેવામાં જ પોલીસે બંનેને ઝડપી પાડ્યા અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેની ધરપકડ કરી છે. બંને વિરુદ્ધ પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે.

image source

આ અંગે મળતી વિસ્તૃત જાણકારી અનુસાર પૂનમ પાંડે પોતાના 46 વર્ષીય બોયફ્રેન્ડ સૈમ અહમદ સાથે કામમાં મરીન ડ્રાઈવથી ઝડપાઈ હતી. પૂનમને પોલીસે ઘરમાંથી નીકળવાનું કારણ પણ પુછ્યું પરંતુ તેની પાસે કોઈ વાજબી કારણ ન હતું. તેના કારણે પોલીસે નિયમાનુસાર પૂનમ પાંડે વિરુદ્ધ પણ લોકડાઉન ભંગની કાર્યવાહી કરી છે.

પોલીસે જણાવ્યાનુસાર 29 વર્ષીય પૂનમ પાંડે અને 46 વર્ષીય સૈમ અહમદ વિરુદ્ધ નેશનલ ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત આઈપીસીની કલમ 269 અને 188 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે 17 મે સુધી દેશભરમાં લોકડાઉન લંબાવાયું છે.

image source

લોકડાઉન દરમિયાન પણ પૂનમ પાંડે તેના બોયફ્રેન્ડ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી જ રહેતી હતી. થોડા દિવસ પહેલા પૂનમે માસ્ક પહેરી અને તેના બોયફ્રેન્ડને કીસ કરતો ફોટો શેર કર્યો હતો. આ સિવાય પૂનમ તેના વિવાદાસ્પદ નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહી છે. વર્ષ 2011માં વર્લ્ડ કપ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયા જીતે તો ન્યૂડ થવાની વાત કહી હતી. આ સમયે પણ તે ખૂબ ચર્ચામાં રહી હતી. બોલિવૂડમાં 2013માં પૂનમ પાંડેએ નશા ફિલ્મથી એન્ટ્રી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત