શું વાત કરો છો? આ દેશમાં બકરીઓનું મળ છે ભારે કિંમતી, અધધધ..કમાણી કરી છે બકરી પાલકો

સામાન્ય રીતે ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓના છાણનો ઉપયોગ ખેતીમાં કુદરતી ખાતર તરીકે થતો આવે છે. આ જ રીતે બકરીઓના મળનો ઉપયોગ પણ ખાતર તરીકે થાય છે.

image source

અહીં આપણે ત્યાં આ કુદરતી ખાતરની આર્થિક દ્રષ્ટિએ કોઈ ખાસ ઉપજ નથી પરંતુ એક દેશ એવો પણ છે કે જયાં બકરીનું મળ ફેંકવાની વસ્તુ નથી પણ કિંમતી અને કમાવાની વસ્તુ છે અને લોકો તેને વેંચીને લાખો કમાઈ રહ્યા છે. હવે સવાલ થાય કે એવો તે કયો દેશ છે અને ત્યાંની બકરીઓનું મળ શા માટે આટલી કિંમતે વેંચાય અને તેનો ઉપયોગ શું થતો હશે ?

તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આ સવાલોનો જવાબ જાણીશું.

અસલમાં આફ્રિકાના દેશ મોરોક્કોમાં બકરીઓની એક ખાસ જાત વસે છે અને તે વૃક્ષ પર ચડી તેના ફળો શોખથી ખાય છે. બકરીઓને પાળતા પશુપાલકો પણ બકરીઓની ઝાડ પર ચડવા અને ચરવા દે છે. કારણ કે તે ઝાડના ફળો ખાઈને જે મળ આપે છે તે પશુપાલકો માટે લાખોની કમાણીનો સ્ત્રોત છે.

image source

હવે સવાલ થાય કે આખરે એ એવું કયું ઝાડ છે કે જેના ફળનું સેવન બકરીઓ માટે તો ઠીક પણ બકરી પાલકો માટે પણ ઉપયોગી છે ? તો જણાવી દઈએ કે મોરોક્કોમાં થતા આ આર્ગન નામના ઝાડ છે અને તેમાં ઉગતા ફળો સ્થાનિક બકરીઓ માટે ભાવતું ભોજન છે. આ બકરીઓ ફળ તો ખાઈ જાય છે પણ તેના બીજ પચાવી નથી શકતી અને મળ દ્વારા આ બીજનો નિકાલ કરી દે છે. હવે બકરી પાલકોની આ મળમાંથી પૈસા પેદા કરવાની એક લાંબી પ્રોસેસ શરૂ થાય છે. એ કઈ રીતે ? ચાલો જાણીએ.

image source

જયારે બકરીઓ મળ ત્યાગ કરે છે તો બકરી પાલકો તેને એકઠું કરી ઘરે લઈ જાય છે અને તેમાંથી આર્ગન ફળોના બીજ અલગ કરે છે. વળી આ બીજમાંથી બીજના અંદર રહેલી ફલી કાઢી એ ફલીને તળી લઇ હાથ વડે ચાલતી ચક્કીમાં દળવામાં આવે છે જેથી તેમાં રહેલું તેલ છૂટટુ પડે છે. આ તેલને આર્ગનનું તેલ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ સૌંદર્ય અને બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. આ એક લિટર તેલની કિંમત 60 થી 70 હજાર રૂપિયા સુધીની હોય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત