હવે થઈને રહેશે પોપટલાલના લગ્ન, ફિદા થઈ સુંદર કન્યા, આ વાત પર આવ્યું દિલ

ભારતીય ટીવીની સૌથી લાંબી ચાલતી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર લોકોના દિલની નજીક છે. છેલ્લા 13 વર્ષથી આ શો લોકોને હસાવી રહ્યો છે. આ સિરિયલમાં એક ખાસ પાત્ર ‘પત્રકાર પોપટલાલ’ છે જે લગ્ન માટે તરસી રહ્યા છે. હવે આ શોનો સૌથી મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. કારણ કે પોપલાલના લગ્ન થવાના છે.

અમિતાભ બચ્ચનના શો સાથે છે કનેક્શન

image soucre

હા! તમે બરાબર વાંચ્યું, હવે એક એવો વિડિયો સામે આવ્યો છે જે જોઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે, જે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ શોની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળી હતી. આ શો જોઈને આ છોકરી પોપટથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે. વિડિઓ જુઓ

પેરેન્ટ્સને લઈને પોપટલાલ પાસે

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પોપટલાલની રાશિમાં લગ્નની સંભાવના વિશે લખ્યું છે, જે વાંચીને તે ખુશ થઈ જાય છે. ત્યાર બાદ તે ગોકુલધામ સોસાયટીના કેમ્પસમાં ચાલી રહ્યો હતો ત્યારે પાછળથી એક છોકરીએ અવાજ આપ્યો. તે કહે છે કે તે તેના માતા-પિતા સાથે લગ્નની વાત કરવા આવી છે. તેથી હવે એવું લાગે છે કે કદાચ નવા ટ્વિસ્ટ સાથે શોમાં નવી એન્ટ્રી થવાની છે.

વર્ષ 2008થી થઈ રહ્યું છે પ્રસારણ

image soucre

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સોની સબ ચેનલ પર પ્રસારિત થતો લોકપ્રિય શો છે, જે જુલાઈ 2008માં પહેલી વાર પ્રસારિત થયો હતો અને ત્યારથી તે ટેલિવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શો સાપ્તાહિક કોલમ ‘દુનિયા ને ઉંધા ચશ્મા’ પર આધારિત છે.

ગોકુલધામ સોસાયટીની છે સ્ટોરી

image soucre

આ શો ગોકુલધામ નામની સોસાયટીમાં રહેતા કેટલાક પરિવારોની આસપાસ ફરે છે, જ્યાં તમામ ધર્મો અને સંપ્રદાયોના પરિવારો સાથે રહે છે અને તેમની રોજબરોજની સમસ્યાઓને એકસાથે હસીને હલ કરતા જોવા મળે છે.

તારક મહેતાના બધા જ કલાકારો ખૂબ જ ફેમસ છે એમાંય જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તો બધાના મનગમતા છે. જેઠાલાલની પત્ની એટલે કે દયા ભાભીનો રોલ દિશા વકાણી કરી રહી હતી પણ એ છેલ્લા ઘણા સમયથી શોમાંથી ગાયબ છે