પોસ્ટ ઓફિસની આ 5 સ્કિમ છે સૌથી બેસ્ટ, જેમાં તમને ડબલ નફાની સાથે-સાથે મળે છે અનેક લાભ

પોસ્ટ ઓફિસની આ ૫ બેસ્ટ સેવિંગ સ્કીમ છે ખુબ જ ખાસ, રોકાણ કરવાથી મેળવી શકાય છે ડબલ નફો. આજે અમે આપને પોસ્ટ ઓફીસ (Post Office)ની કેટલીક એવી સ્કીમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને આપ વધારે રીટર્ન મેળવવાની સાથે સાથે ડબલ લાભ પણ મેળવી શકો છો.

પોસ્ટ ઓફીસ (Post Office)ની કેટલીક એવી સ્કીમ્સ છે જે નાની બચત કરતા લોકો માટે ખુબ જ કામની છે. પોસ્ટ ઓફીસની આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાથી ના ફક્ત સરકારી ગેરંટી મળે છે ઉપરાંત સારા રીટર્ન મળવાની સાથે ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે. આવક વેરામાં સેક્શન ૮૦C હેઠળ એમાં ૧.૫ લાખ રૂપિયાના પ્રતિ વર્ષ રોકાણ કરવા પર ટેક્સ છૂટ મળે છે. એવામાં આપ આ યોજનાઓના લાભ લઈ શકો છો. ચાલો જાણીએ આ સ્કીમ્સ વિષે….

image source

-પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS):

જો આપ ઓછા જોખમની સાથે રોકાણ કરવા ઈચ્છો છો તો એના માટે પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમ (Monthly Income Scheme) એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. મંથલી ઇન્કમ સ્કીમમાં આપને ૬.૬%ના દરે વ્યાજ ચુકવવામાં આવશે. વ્યાજની રકમ દર મહીને આપના બચત ખાતામાં જમા કરવામાં આવે છે. મંથલી ઇન્કમ સ્કીમ (MIS) નો સમયગાળો ૫ વર્ષનો હોય છે, જેને આગળ પણ ૫- ૫ વર્ષ માટે વધારી શકાય છે. પોસ્ટ ઓફીસની સ્કીમ હોવાના લીધે આ પૂરી રીતે રિસ્ક ફ્રી હોય છે. આપ આ ખાતામાં વધુમાં વધુ ૪.૫ લાખ રૂપિયા રાખી શકો છો. જો કે, આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. એટલા માટે જો આપ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો તો એના માટે ૯ લાખ રૂપિયા સુધીની મર્યાદા છે.

image source

-સીનીયર સિટીઝન સેવિંગ એકાઉન્ટ (SCSS):

પોસ્ટ ઓફિસમાં સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ (Post Office Senior Citizen Saving Scheme) સ્કીમ છે. વર્તમાન સમયમાં આ યોજના પર ૭.૪% ના દરે વ્યાજ ચુકવવામાં આવે છે. એની પર મળનાર વ્યાજ દર ત્રણ માસના આધારે આપના એકાઉન્ટમાં ક્રેડીટ કરવામાં આવે છે. આ યોજનાની પણ ખાસ વાત એ છે કે, એની પર ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન ૮૦C હેઠળ ટેક્સ છૂટની સુવિધા પણ મળે છે.

image source

-નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ (NSC):

પોસ્ટ ઓફીસની એક અન્ય સ્કીમ નેશનલ સેવિંગ સર્ટીફીકેટ (National Saving Certificate) પણ છે. નેશનલ સેવિંગ સર્ટીફીકેટ એકદમ ફિક્સ્ડ ડીપોઝીટ(Fixed Deposits)ની જેમ જ હોય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પ્પ્ફ)ની જેમ આ સ્કીમ પર મળતા વ્યાજ પર પણ કોઈ ટેક્સ લાગતો નથી. આ સ્કીમ પર આપને ૬.૮% ના દરે વ્યાજ ચુકવવામાં આવે છે, જેની ગણતરી વાર્ષિક રીતે થાય છે. પરંતુ એની પર મળનાર વ્યાજની રકમ સ્કીમની મૈચ્યોરીટી સમયે મળે છે. આ સ્કીમમાં પણ જમા થયેલ રકમ પર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન ૮૦C હેઠળ ટેક્સ છૂટ મળે છે.

-પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડીપોઝીટ:

પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડીપોઝીટના નામથી પણ એક યોજના ચાલે છે, જેની મૈચ્યોરીટી ૫ વર્ષ માટે હોય છે. આ યોજનામાં ઓછામાં ઓછા ૨૦૦ રૂપિયાથી રોકાણ કરવાનું શરુ કરી શકાય છે. આ યોજના માટે પહેલા ત્રણ વર્ષ સુધી ૫.૫%ના દરે વ્યાજ મળે છે. ત્યાં જ પાંચમાં વર્ષે એની પર ૬.૭% ના દરે વ્યાજ મળે છે. એની પર મળનાર વ્યાજ વાર્ષિક રીતે મળે છે. પરંતુ, આ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે, આ યોજના હેઠળ ત્રણ માસના આધારે વ્યાજ મળે છે. આ યોજના પર મળનાર વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી.

image source

-કિસાન વિકાસ પત્ર (KVP):

નાની બચત યોજનામાં કિસાન વિકાસ પત્ર (KVP) સામાન્ય નાગરિકોમાં ઘણા પ્રસિદ્ધ છે. એને આપ પોતાની નજીકમાં આવેલ પોસ્ટ ઓફિસમાં જઇને ખરીદી શકો છો. એની શરુઆત ૧ હજાર રૂપિયાથી થાય છે. આ એક પ્રકારનું પ્રમાણપત્ર હોય છે, જેને આપ પોસ્ટ ઓફીસ માંથી ખરીદી શકો છો. એને બોન્ડની જેમ પ્રમાણપત્રના રૂપમાં જાહેર કરવામાં આવ્યા છે. એની પર સરકાર તરથી નક્કી કરવામાં આવેલ વ્યાજ મળે છે. સરકાર દર ત્રણ મહિના માટે વ્યાજ દર નક્કી કરે છે. ૬.૯% ના વ્યાજદરે આ સ્કીમ હેઠળ ૯ વર્ષ અને ૨ મહિના એટલે કે, ૧૧૦ મહિનાઓમાં પૈસા ડબલ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!