Site icon News Gujarat

લ્યો બોલો! આ યુવક પોતાની કારમાં બેઠો બેઠો ગીત સાંભળતો હતો, અને કોર્ટે એવી સજા સંભળાવી કે…

કોઈપણ ગુનેગારને તેના ગુના માટે સજા કરવામાં આવે છે, પછી ભલે તે ગુન્હો નાનો હોય કે મોટો. પરંતુ કલ્પના કરો કે જો ગુનેગારને તેના ગુના માટે વિચિત્ર સજા મળવાનું શરૂ થાય તો. આજે અમે તમને આવી જ કેટલીક વિચિત્ર સજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ડિઝનીના બાંબી કાર્ટૂન જોવાની સજા

image source

અમેરિકાના મિસૌરીમાં રહેતા ડેવિડ બેરી નામના વ્યક્તિએ સેંકડો હરણોનો શિકાર કર્યો હતો. વર્ષ 2018 માં તેને આ ગુનામાં દોષી ઠેરવતા કોર્ટે તેને જેલમાં એક વર્ષ ગાળ્યા બાદ મહિનામાં ઓછામાં ઓછા એક વાર ડિઝનીના બાંબી કાર્ટૂન જોવાની સજા સંભળાવી હતી.

ગધેડા પર બેસાડીને પોતાના વતન મોકલવાનો આદેશ

image source

2003 માં, અમેરિકાના શિકાગોમાં રહેતા બે છોકરાઓએ ક્રિસમસની સાંજે ચર્ચમાંથી ઈસુ ખ્રિસ્તની મૂર્તિની ચોરી કરી હતી અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. બંનેને આ ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ 45 દિવસની જેલની સજા ફટકારી હતી. આ સિવાય તેને ગધેડા પર બેસાડીને પોતાના વતન મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

10 વર્ષ માટે ચર્ચમાં જવાની સજા સંભળાવી

image source

અમેરિકાના ઓક્લાહોમામાં રહેતા 17 વર્ષીય ટાઇલર એલરેડ દ્વારા દારૂના નશામાં ડ્રાઇવિંગને કારણે થયેલા અકસ્માતમાં તેના એક મિત્રનું મોત નીપજ્યું હતું. આ ઘટના 2011 ની છે. ટાઇલર તે સમયે હાઇસ્કૂલમાં હોવાથી, કોર્ટે તેને હાઈ સ્કુલ અને ગ્રેજ્યુએશન પુરૂ કર્યા ઉપરાંત એક વર્ષ માટે ડ્રગ, દારૂ અને નિકોટિન ટેસ્ટ કરવાની સાથે 10 વર્ષ માટે ચર્ચમાં જવાની સજા સંભળાવી હતી.

30 દિવસની અંદર માતાપિતાનું ઘર છોડવાનો આદેશ

image source

સ્પેનના એંડાલુસિયામાં રહેતા 25 વર્ષીય વ્યક્તિને તેના માતા-પિતાએ પોકેટ મની આપવાનું બંધ કરી દીધુ હતું, ત્યાર બાદ તે આ કેસને કોર્ટમાં લઈ ગયો. જો કે, અદાલતે ઉલટું તેને સજા ફટકારી હતી કે આગામી 30 દિવસની અંદર તેણે માતાપિતાનું ઘર છોડીને પોતાના પગ પર ઉભા રહેવું પડશે.

મોટેથી સંગીત શાંભળવા બદલ 11 હજારનો દંડ

image source

એક મીડિયા અહેવાલ મુજબ, 2008 માં, એન્ડ્ર્યુ વેક્ટર પર પોતાની કારમાં મોટેથી સંગીત સાંભળવા બદલ 120 પાઉન્ડ એટલે કે આજના હિસાબે લગભગ 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે તેનું પ્રિય સંગીત ‘રૈપ’ સાંભળી રહ્યો હતો. જો કે, પછી જજે જણાવ્યું હતું કે તે દંડ ઘટાડીને 30 પાઉન્ડ કરશે, જો શર્ત એટલી છે કે વેક્ટરને 20 કલાક સુધી બીથોવન, બાખ અને શોપેનનું શાસ્ત્રીય સંગીત સાંભળવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version