Site icon News Gujarat

પાવર કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ છે કરોડોના માલિક, નેટવર્થ જાણીને તમે ચોંકી જશો

એક છે દેશી ગર્લ અને બીજો વિદેશી છોકરો. ગ્લોબલી ફેમસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વિશ્વના સૌથી વધુ ટ્રેડિંગ કપલ્સમાંથી એક છે. વર્ષ 2018 માં જ્યારથી તેઓએ લગ્ન કર્યા છે, ત્યારથી તેઓ ઘણા પ્રસંગોએ કપલ ગોલ આપતા જોવા મળ્યા છે. નિક્યંકાની જોડીને ગ્લોબલી એટરેક્શન મળ્યું છે. તેથી જ તેમની જોડી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે નફાકારક સોદો સાબિત થઈ છે. સાથે આવવાથી પ્રિયંકા નિક સાચા અર્થમાં પાવર કપલ બની ગયા છે.

image soucre

નિક અને પ્રિયંકા પોતપોતાના પ્રોફેશનમાં સફળ છે. આ જ કારણ છે કે એમના બેલેન્સના છેલ્લા શૂન્ય હંમેશા વધતા રહે છે. પ્રિયંકા અને નિક જોનાસની નેટવર્થ તમારા હોશ ઉડાવી દેશે. 2020 GQ મેગેઝિનના રિપોર્ટ અનુસાર, તેમની વર્તમાન નેટવર્થ 734 કરોડ છે.

image soucre

નિક અને પ્રિયંકાની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધારે છે. તેથી જ તેઓ જે કંઈ પણ કરે છે તેના માટે બંનેને મોટી રકમ મળે છે. હવે પ્રિયંકાને જ લઈ લો, દેશી ગર્લ બોલિવૂડ અને હોલીવુડ બંને જગ્યાએ સમાન કામ કરી રહી છે.

હોલિવૂડનો હિસ્સો હોવાને કારણે પ્રિયંકા ચોપરાને બોલિવૂડમાં હેવી એમાઉન્ટ ઓફરો મળે છે. ફિલ્મો સિવાય પ્રિયંકા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સીરીઝમાંથી પણ ઘણી કમાણી કરે છે. તે ન્યૂયોર્કમાં પોતાની રેસ્ટોરન્ટ સોના પણ ચલાવે છે. તે સ્ટેજ શોમાંથી પણ સારી કમાણી કરે છે. અભિનેત્રી એક સ્ટેજ પરફોર્મન્સ માટે 4-5 કરોડ રૂપિયા લે છે.

image soucre

હોલીવુડમાં પ્રિયંકાને એક પ્રોજેક્ટ માટે કરોડોમાં ફી મળે છે. ક્વોન્ટિકોના એક એપિસોડ માટે પ્રિયંકાએ 3 કરોડ રૂપિયા લીધા હતા. તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે. પ્રિયંકા ધીમે-ધીમે હોલીવુડ ફિલ્મોમાં પોતાની હાજરી જમાવી રહી છે. માત્ર એક્ટિંગ જ નહીં, પ્રિયંકા ચોપરા પ્રોડ્યુસર પણ છે. તેમની કંપની પર્પલ પેબલ પિક્ચર્સે અત્યાર સુધીમાં ઘણા પ્રોજેક્ટ રજૂ કર્યા છે. વેન્ટિલેટર, ધ સ્કાય ઇઝ પિંક પ્રિયંકાના પ્રોડક્શન હેઠળ રિલીઝ થઈ છે.
પ્રિયંકા ચોપરા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં મોટું નામ છે. તે પેન્ટીન, બ્લેન્ડર્સ પ્રાઇડ, લાઇફ મોબાઇલ સહિતની ઘણી પ્રોડક્ટ્સની એમ્બેસેડર રહી છે. 2019 ના એક રિપોર્ટમાં, એવું બહાર આવ્યું છે કે અભિનેત્રી એક ઇન્સ્ટા સ્પોન્સર્ડ પોસ્ટ માટે 1.80 કરોડ ચાર્જ કરે છે. પ્રિયંકા ઇન્સ્ટા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલેબ્સમાંની એક છે. પ્રિયંકા ગયા વર્ષે હોપર HQના ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં 19મા ક્રમે હતી. તેની નેટવર્થ $2,71,000 હોવાનું જાણવા મળ્યું હતું.

image soucre

નિક જોનાસ વિશે વાત કરીએ તો, તેણે બેન્ડ ગ્રૂપ જોનાસ બ્રધર્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. નિકે તેની સોલો મ્યુઝિક કરિયરની શરૂઆત 2013માં કરી હતી. એક્ટર અને સિંગર નિક જોનાસના ગીતો મ્યુઝિક ચાર્ટમાં ટોપ પર રહે છે.

image soucre

નિક જોનાસ ટેકીલા બ્રાન્ડ વિલા વનના કો ઓનર છે. સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર, નિકની કુલ સંપત્તિ $50 મિલિયન છે. લગ્ન બાદ પ્રિયંકા અને નિકે લોસ એન્જલસમાં 144 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું હતું. આ ઘર 20 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલ છે.

image soucre

પ્રિયંકા એક સ્માર્ટ ઇન્વેસ્ટર છે. અભિનેત્રીએ તેના પૈસા ડેટિંગ એપ બમ્બલમાં રોક્યા હતા. જેના આજે 100 મિલિયન યુઝર્સ છે. નિકે પ્રિયંકાને Mercedes-Benz Maybach ગિફ્ટ કરી હતી જેની કિંમત 106500 ડોલર છે.

image soucre

કપલ પાસે લકઝરી ગાડીઓની કલેક્શન છે એમા BMW 5 Series, Mercedes S-Class, Audi Q7, 1960 Ford Thunderbird, 1968 Ford Mustang, Chevrolet Camaro, Karma Fisker અને Dodge Challenger R/T સામેલ છે

Exit mobile version