Site icon News Gujarat

કોવિડ-19થી લડવા માટે આ કંપનીએ બનાવ્યું ખાસ ઉપકરણ, જાણો કેવી રીતે કરશે કામ

ગુજરાતના વડોદરાની કંપનીએ કોરોના વાયરસ મહામારીથી લડવા માટે એક પર્સનલ સુરક્ષા ઉપકરણ એટલે કે પીપીઈ કિટ વિકસિત કરી છે.

image source

વડોદરાની કંપની શ્યોર સેફ્ટી ઈંડિયા લિમિટેડના નિશીષ દાંડે કહ્યું છે કે કોરોના વાયરસથી સુરક્ષા માટે આ પીપીઈ કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટ તે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ઈંડિયન આર્મીને ઉપલબ્ધ કરાવશે.

image source

કંપનીના પ્રબંધ નિદેશકના જણાવ્યાનુસાર ડોક્ટરો માટે આ સૂટ 100 ટકા સુરક્ષિત સાબિત થશે. કારણ કે આ સૂટ પોડીટીવ એર પ્રેશરથી સંચાલિત થાય છે. સૂટમાં હવાની ગુણવત્તા પણ ઓનલાઈન ચેક કરી શકાય છે. આ પીપીઈ સૂટની પોતાની પરિશોધન પ્રક્રિયા હોય છે. જો કે આ ડિસ્પોઝેબલ નથી તેથી તેના કારણે કોઈ બાયોમેડિકલ કચરો પણ તેનાથી ઉત્પન્ન થશે નહીં.

image source

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે અહીં અમદાવાદ અને સુરતની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં કોરોના અંગે આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું કે કોરોના સામેની જંગ આગામી 2 માસ સુધી ચાલી શકે છે.

વિશ્વભરમાં ફેલાયેલા સંક્રમણની સરખામણીમાં ભારતમાં અને રાજ્યમાં સ્થિતિ કંટ્રોલમાં છે. કેસ વધી રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગ સામેથી હોટસ્પોટ બનેલા વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગ કરી દર્દીને શોધી તેમની સારવાર શરુ કરી રહી છે.

image source

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસથી ગુજરાતના 30 જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. લોકડાઉનના કારણે કોરોનો વ્યાપ ઘણો ઘટ્યો છે. લોકોએ વધેલા આંકડા જોઈ ડરી ન જવું. સંક્રમણની ગતિને કાબુમાં લેવામાં આવી છે.

image source

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકોએ હવે ખાસ સતર્કતા રાખવી જરૂરી છે. કારણ કે જે કેસ સામે આવ્યા છે તેમાંથી 80 ટકા દર્દી એવા છે જેમનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. માત્ર 15 ટકા કેસમાં જ લક્ષણો જોવા મળ્યા હતા. તેથી લોકડાઉન છે તેમાં લોકો પુરતી કાળજી રાખે અને ખાસ કરીને જે મોટી ઉંમરના હોય અને તેમને પહેલાથી જ કોઈ બીમારી હોય તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

Exit mobile version