PPE કિટ પહેરીને ચોરે 25 કિલો સોનાની કરી ચોરી, શોરૂમની નજીકમાં જ આવેલુ છે પોલીસ સ્ટેશન

દિલ્હી પોલીસે દાગીનાની દુકાનમાંથી ફિલ્મી ઢબે ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે. દક્ષિણ દિલ્હીના કાલકાજીમાં તાજેતરમાં અંજલિ જ્વેલર્સમાં ચોરોએ પીપીઇ કિટ પહેરીને આશરે 13 કરોડના ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આ કેસમાં ઝડપ બતાવતા આરોપી મોહમ્મદ શેખ નૂરની ધરપકડ કરી છે. તેની પાસેથી 13 કરોડ રૂપિયાનું 25 કિલો સોનું મળી આવ્યું છે. જો કે ચોરે કરેલી કોઈ ફિલ્મી સ્ટાઈલથી કમ નથી કેમ કે આ શો રૂમમાં હથિયાર ધારી સુરક્ષા બળો ઉપરાંત નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલ છે. આવડી સુરક્ષા વચ્ચે ચોરીને અંજામ આપવો કોઈ સુની વાત નથી.

ચોર બેગમાં ભરીને સોનુ ઓટોમાં લઈ ગયો

image source

ગયા મંગળવારે શેઠ નૂરે શોરૂમમાં પી.પી.ઇ કીટ પહેરીને ચોરી કરી હતી. તે બીજી બિલ્ડિંગની છત પરથી શોરૂમમાં પ્રવેશ્યો હતો. તે સમયે શોરૂમની આગળ પાછળ પાંચ સશસ્ત્ર સુરક્ષાજવાનો તૈનાત હતા, છતાં પણ કોઈને ખબર પડી નહોતી. ચોરે ચોરી કરીને બેગમાં ભરીને સોનુ ઓટોમાં લઈ ગયો હતો. ફિલ્મી સ્ટાઈલમાં કરવામાં આવેલી આ વર્ષની સૌથી મોટી ચોરી છે. આરોપી મોહમ્મદ શેખ નૂર મૂળ પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લાનો રહેવાસી છે, જે કાલ્કા જીમાં જ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો.

પોલીસ સ્ટેશનની નજીક આવેલો છે શો રૂમ

image source

કાલકાજી વિસ્તારમાં મેઇન રોડ પર અંજલી જ્વેલર્સનો એક શોરૂમ છે, જે દેશબંધુ કોલેજની નજીક છે અને પોલીસ ચોકીની ખૂબ નજીક છે. મંગળવારે રાત્રે કેટલાક બદમાશોએ જ્વેલરી શોરૂમ નજીક બીજી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ છત પર થઈને ત્રણ-ચાર મકાનો છોડીને શો-રૂમની ઈમારતામાં પ્રવેશ કર્યો હતો. આ પછી ગ્રાઉન્ડ અને પહેલા ફ્લોર પર બનેલા અંજલિ જ્વેલર્સ આરામથી ચોરી કરીને ચાલ્યા ગયા હતા.

સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ

image source

દક્ષિણી પૂર્વી દિલ્હીના ડીસીપી આરપી મીણાના જણાવ્યા અનુસાર, શોરૂમના મેનેજરે બુધવારે સવારે 11 વાગ્યે પોલીસને ચોરીની જાણકારી આપી હતી. આ પછી પોલીસે સીસીટીવીમાં જોવા મળેલા એક શંકાસ્પદ વ્યક્તિના આધારે તપાસ શરૂ કરી હતી અને ત્યાર બાદ એક પછી એક કડી મળી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

image source

13 કરોડની આટલી મોટી ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી અને વિસ્તારના વેપારીઓમાં દહેશતમાં આવી ગયા હતા. આસપાસના લોકોનું કહેવું છે કે દુકાનમાં CCTV કેમેરા અને સશસ્ત્ર ગાર્ડની હાજરી હોવા છતા ચોર ચોરી કરી નીકળી ગયો અને કોઇને કાનો કાન ખબર પણ ન થઇ. નોંધનિય છે કે નજીકમાં પોલીસ સ્ટેશન આવેલુ છે છતા પણ ચોરે કોઈ પણ ડર વિના હાથ સાફ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત